રાજકોટમાં રેગિંગની અજીબોગરીબ ફરિયાદ; ધો.11ના વિદ્યાર્થીઓ દીકરીઓને 'ગાળો બોલે છે, માર મારે છે'
રાજકોટમાં આવેલી SNK સ્કૂલ. શહેરની પ્રતિષ્ઠીત આ સ્કૂલમાં ઘણા પ્રતિષ્ઠીત લોકોના સંતાનો ભણે છે. આ ખાનગી શાળાની તગડી ફી છે. તગડી ફી લેતી આ સ્કૂલ હાલ વિવાદમાં આવી છે. સ્કૂલ બસની અંદર ધોરણ 6ની વિદ્યાર્થિનીઓનું રેગિંગ કરવામાં આવતું હોવાની ફરિયાદથી હોબાળો મચી ગયો
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: શાળા-કોલેજમાં રેગિંગ પ્રતિબંધિત છે, અનેક વિદ્યાર્થીઓ રેગિંગનો ભોગ બનતા હોય છે તેથી સરકારે કડક કાયદો બનાવ્યો છે. પરંતુ હજુ પણ કોલેજો અને યુનિવર્સિટીમાં આવી ફરિયાદો વધારે હોય છે. પરંતુ રાજકોટની એક સ્કૂલમાં આ પ્રકારની ફરિયાદથી હાહાકાર મચી ગયો છે અને ધોરણ 6ની વિદ્યાર્થિનીઓને સાથે ધોરણ.11ના વિદ્યાર્થીઓ હેરાન પરેશાન કરતાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે કઈ છે આ વિવાદીત સ્કૂલ? શું બની ઘટના?
રાજકોટમાં આવેલી SNK સ્કૂલ. શહેરની પ્રતિષ્ઠીત આ સ્કૂલમાં ઘણા પ્રતિષ્ઠીત લોકોના સંતાનો ભણે છે. આ ખાનગી શાળાની તગડી ફી છે. તગડી ફી લેતી આ સ્કૂલ હાલ વિવાદમાં આવી છે. સ્કૂલ બસની અંદર ધોરણ 6ની વિદ્યાર્થિનીઓનું રેગિંગ કરવામાં આવતું હોવાની ફરિયાદથી હોબાળો મચી ગયો છે. બસની અંદર ધોરણ 11ના વિદ્યાર્થિઓ નાનકડી દીકરીઓને વારંવાર ગાળો બોલે છે અને માર મારે છે તેવી ફરિયાદ વિદ્યાર્થિનીઓએ કરી. અને આ મામલે સ્કૂલનું પણ ધ્યાન દોરવામાં આવ્યું. પરંતુ સ્કૂલે કોઈ પગલાં લીધા નથી. ધોરણ 6ની દીકરીઓ રડતાં અવાજમાં પોતાની આપવીતી જણાવી.
શું બની ઘટના?
- સ્કૂલ બસની અંદર ધોરણ 6ની વિદ્યાર્થિનીઓનું રેગિંગની ફરિયાદ
- ધો-11ના વિદ્યાર્થિઓ દીકરીઓને ગાળો બોલે છે, માર મારે છે
- સ્કૂલનું ધ્યાન દોરવામાં આવ્યું પરંતુ સ્કૂલે કોઈ પગલાં ન લીધા
આ વિદ્યાર્થિની ઉંમર માત્ર 12 વર્ષની છે. હવે આવડી નાનકડી દીકરીઓનું રેગિંગ કરવામાં આવે તે ખુબ જ ગંભીર બાબત કહેવાય. સ્કૂલની અંદર બાળકો પોતાના ભવિષ્યનું ઘડતર કરવા માટે જતાં હોય છે. પરંતુ આ પ્રકારની ઘટનાઓથી તેમના મનોબળ પર અસર થાય છે. ભણવાની ઉંમરે આ પ્રકારે થતાં વિવાદથી અભ્યાસમાં પણ અસર પડે છે. સ્કૂલની સામે અનેક આક્ષેપ થઈ રહ્યા છે અને સ્કૂલે કોઈ કાર્યવાહી ન કરતાં હવે ABVP અને NSUI મેદાનમાં આવ્યું છે. ABVPએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું અને જિલ્લા અધિકારીને આવેદનપત્ર આપી તપાસની માગ કરી. સાથે જ ABVP અને NSUIએ સાથે મળી સ્કૂલને અલ્ટીમેટમ આપ્યું છે કે જો કોઈ કાર્યવાહી નહીં કરી તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.
ગંભીર છે ઘટના
- સ્કૂલની અંદર બાળકો પોતાના ભવિષ્યનું ઘડતર માટે જતાં હોય છે...
- આ પ્રકારની ઘટનાઓથી બાળકોના મનોબળ પર અસર થાય છે...
- ભણવાની ઉંમરે આ પ્રકારે થતાં વિવાદથી અભ્યાસમાં અસર પડે છે...
તો મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસનો આદેશ આપ્યો છે અને સ્કૂલને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો છે. તો રાજકોટની જે SNK સ્કૂલ સામે આક્ષેપ લાગ્યા છે..અને સ્કૂલે કોઈ કાર્યવાહી નથી કરી તે સ્કૂલમાં અમે પહોંચીને તેનું નિવેદન લેવાનો પ્રયાસ કર્યો. પરંતુ સ્કૂલના સંચાલકો કે પછી પ્રિન્સિપાલે મગનું નામ મરી ન પાડ્યું. મીડિયા સામે કંઈ પણ બોલવાનો ઈન્કાર કર્યો. આ ઘટના ખુબ જ ગંભીર છે. સ્કૂલ આમા ઢીલાશ રાખે તે ઉચિત નથી. જે પણ નાનકડી દીકરીઓને હેરાન કરી રહ્યું છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. એટલું જ નહીં સ્કૂલ સામે પણ શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. જોવું રહ્યું કે, હવે આગળ શું થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે