એકલતા દૂર કરવા મહેસાણાનો યુવક પંજાબી કુડી લઈ આવ્યો, મીઠી મીઠી વાતો કરીને છેતરી ગઈ લૂંટેરી દુલ્હન

Looteri Dulhan : મહેસાણાના વેપારીને પંજાબી યુવતી સાથે બીજા લગ્ન કરવા ભારે પડ્યું... લૂંટેરી દુલ્હને મીઠી મીઠી વાતોમાં ફસાવીને 89 લાખ 93 હજાર 500 રૂપિયાનો ચૂનો ચોપડ્યો 

એકલતા દૂર કરવા મહેસાણાનો યુવક પંજાબી કુડી લઈ આવ્યો, મીઠી મીઠી વાતો કરીને છેતરી ગઈ લૂંટેરી દુલ્હન

Mehsana News તેજસ દવે/મહેસાણા : મહેસાણા રહેતા અને મૂળ પંજાબના હુકુમસિંઘ જાગીરસિંગ વિરદીના પત્નીનું અને પુત્રનું કોરોનામાં નિધન થતા તેઓ એકલવાયું જીવન જીવતા હતા. એટલે તેઓએ બીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં એક લગ્નની વેબસાઈટ એપ મારફતે પંજાબના લુધિયાણાની મનદીપ કૌર નામની મહિલા સાથે સંપર્ક થયો હતો. બંનેએ લગ્ન કર્યા હતા. પરંતું એકલતા દૂર કરવા લાવેલી પંજાબી દુલ્હન મહેસાણા શહેરના વેપારીને 98 લાખનો ચૂનો ચોપડી છૂમંતર થઈ ગઈ. હાલ વેપારીએ આ લૂંટેરી દુલ્હન સામે ફરિયાદ દાખલ કરી છે. 

મનદીપની મીઠી મીઠી વાતોમાં આવી ગયો હુકુમ સિંઘ
સમગ્ર ઘટનાની વાત કરીએ તો હુકુમસિંઘ 28 નવેમ્બર 2022ના રોજ લુધિયાણામાં મનદીપને મળવા ગયા હતા. જેના 15 દિવસ બાદ મનદીપે હુકુમસિંઘને ફરીથી મળવા બોલાવ્યા હતા અને તે ગયા ત્યારે પોતાની બહેનપણી શિલ્પા શર્માના ઘરે મળ્યા હતા. જ્યાં બંનેના લગ્નની વાત થઇ હતી. ત્યારબાદ 17 જાન્યુઆરી 2023ના રોજ પંજાબના ઝીરા તાલુકા ફિરોજપુર ખાતેના ગુરુદ્વારામાં બંનેના લગ્ન થયા હતા. લગ્નબાદ બંને પતિ-પત્ની મહેસાણા આવ્યા હતા. મહેસાણા આવ્યા બાદ મનદીપ કોઈને કોઈ બહાને શારીરિક સંબંધ બાંધતા રોકતી હતી અને અવાર નવાર પંજાબ જતી આવતી હતી. મનદીપ જ્યારે પંજાબ જઇને આતી ત્યારે એની બહેનપણી શિપ્લા પણ મહેસાણા આવતી હતી. મનદીપ જ્યારે પંજાબ જતી ત્યારે કોઇ સગાવ્હાલા બિમાર છે એમ કહીને હુકુમસિંઘ પાસેથી રૂપિયા લેતી હતી. આમ, મનદીપે મીઠી મીઠી વાતો કરીને હુકુમસિંઘનો વિશ્વાસ જીતી લીધો હતો. આ દરમિયાન હુકુમસિંઘ પોતાની મૃત પામેલી પત્નીના દાગીના પણ મનદીપને પહેરવા આપ્યા હતા. 

પરંતું મહેસાણા આવીને ઘણા દિવસો હુકુમસિંઘે મનદીપની રાહ જોઇ પણ મનદીપ મહેસાણા આવવાનું નામ નહોતી લેતી. ત્યારબાદ ફોન કરે તો અલગ અલગ બહાના ધરતી હતી. જેથી હુકુમ સિંઘને શંકા ગઈ અને દાળમાં કંઇક કાળુ લાગતાં મનદીપ વિશે જાણકારી મેળવવાનું ચાલુ કર્યું હતું. 

આ દરમિયાન જાણવા મળ્યું કે મનદીપ આવી રીતે અન્ય લોકો સાથે પણ લગ્ન કરીને ઠગાઇ કરેલી છે. બાદમાં છેતરાયેલા હુકુમસિંઘએ હિસાબ માંડ્યો તો ખબર પડી કે મનદીપે ટુકડે ટુકડે કાકા પાસેથી રોકડ તેમજ દાગીના મળી કુલ 89 લાખ 93 હજાર 500 રૂપિયાની ઠગાઇ કરી છે. જેથી મંગળવારે એમની નવી પત્ની મનદીપ કૌર, એની બહેનપણી શિલ્પા શર્મા અને મનદીપના પુત્ર ગુરુપ્રીતસિંગ સામે મહેસાણા બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news