મહાનગરો જ નહીં, હવે ગામડાઓ આકરા પાણીએ! કહ્યું; 'રૂપાલાની ટિકિટ રદ નહિ કરવામાં આવે તો...'

Loksabha Election 2024: રાજપૂત સમાજની મહિલાઓ માટે અપમાનજનક નિવેદન કરનાર ભાજપના રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ગામે ગામ વિરોધ શરૂ થયો છે. પરસોત્તમ રુપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી ભાજપના કોઈ નેતાને પ્રવેશ નહીં આપવામાં આવે તેવા પોસ્ટર રાજ્યના અનેક ગામોમાં લગાવાયા છે.

મહાનગરો જ નહીં, હવે ગામડાઓ આકરા પાણીએ! કહ્યું; 'રૂપાલાની ટિકિટ રદ નહિ કરવામાં આવે તો...'

Loksabha Election 2024: પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી અભદ્ર ટિપ્પણી બાદ શરૂ થયેલો વિવાદ દિનપ્રતિદિન વધુ ઉગ્ર બની રહ્યો છે. રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવાની માંગ સાથે સમગ્ર રાજ્યમાં વિરોધપ્રદર્શન થઈ રહ્યા છે. 

આજે નર્મદા જિલ્લાના ના ગોપાલપુરા ગામ ખાતે ક્ષત્રિય સમાજ વિશાળ સંખ્યામા ભેગા થયા હતા. ગોપલપુરામાં રાજપૂત સમાજ દ્વારા ગામની બહાર બેનરો મારી વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યમાં ઠેર-ઠેર રૂપાલાનો રાજપૂત સમાજ દ્વારા વિરોધ નોંધવાઈ રહ્યો છે. એમાં ક્ષત્રિય સમાજ રાજકોટ બેઠક પરથી તેમની ટિકિટ રદ કરવાની માગ પર અડગ છે. 

પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહ સભામાં રજવાડાંને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. એના પડઘા સમગ્ર રાજ્યમાં દેખાઈ રહ્યા છે. સાથે ગોપાલપુરા ગામ બહાર બેનર પણ લગાડવામાં આવ્યું બેનરમાં લખ્યું છે કે રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના નેતાઓ કે કાર્યકરોએ ગોપાલપુરામાં પ્રવેશ કરવો નહીં.

રાજપૂત સમાજ પોતાનું માથું કપાવી નાખે તેવો સમાજ છે, ગમે તેમ બોલી જાય અને પછી માફી માંગી લેવાની એવું ના ચલાવી લેવાય અને જો રૂપાલાની ટિકિટ રદ નહિ કરવામાં આવે તો ભાજપે આનું પરિણામ ભોગવવું પડશે ને ચીમકી પણ ઉચારી હતી સાથે જ રૂપાલાની ટિકિટ રદ નહિ થાય તો સ્થાનિક બેઠક ઉપર પણ અસર થશે તેમ આગેવાનોએ ચીમકી આપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news