આણંદમાં આશા વર્કર અને આંગણવાડી કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન

આણંદ જિલ્લામાં ફરજ બજાવતી આશા વર્કરો અને આંગણવાડી કર્મચારીઓ પગાર સહીત વિવિધ માંગણીઓને લઈને અનેક રજુઆતો કરી ચુકી છે, તેમ છતાં રાજય સરકાર દ્વારા કોઈ રજુઆતો સાંભળવામાં આવતી નથી

આણંદમાં આશા વર્કર અને આંગણવાડી કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન

બુરહાન પઠાણ, આણંદ: આણંદ શહેરમાં આજે શાસ્ત્રી બાગ ખાતે આશા વર્કર અને આંગણવાડી કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓને લઈને ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આજથી ત્રણ દિવસની હડતાળનો પ્રારંભ કર્યો હતો.

આણંદ જિલ્લામાં ફરજ બજાવતી આશા વર્કરો અને આંગણવાડી કર્મચારીઓ પગાર સહીત વિવિધ માંગણીઓને લઈને અનેક રજુઆતો કરી ચુકી છે, તેમ છતાં રાજય સરકાર દ્વારા કોઈ રજુઆતો સાંભળવામાં આવતી નથી, જેને લઈને આજે આંગણવાડી અને આશા વર્કર મહિલાઓએ શહેરમાં શાસ્ત્રી મેદાન ખાતે ધરણા કરી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન સાથે આજથી ત્રણ દિવસની હડતાળનો પ્રારંભ કર્યો હતો અને જો રાજય સરકાર માંગણીઓ હકારાત્મક વલણ નહી અપનાવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ વેગવંતુ બનાવવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news