સુરતમાં ખાનગી શાળાના શિક્ષકોએ વાલીના ડેટાનો BJP ઉમેદવારના પ્રચાર માટે ઉપયોગ કરતા હોબાળો

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતાની સાથે જ ભાજપ દ્વારા ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે. હવે ચૂંટણી પ્રચારનાં કામમાં તમામ કાર્યકર્તાઓ લાગી ચુક્યા છે. તેવામાં એક ઓડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં એક ખાનગી શાળાનાં શિક્ષકો દ્વારા શાળાના વાલીઓનાં ડેટાનો ઉપયોગ કરીને વાલીઓને ફોન કરી કરીને ભાજપના ઉમેદવાર અરૂણાબેન સિંગાળાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સુરતમાં વોર્ડ નંબર 2 ના ભાજપના ઉમેદવાર અરૂણાબેન સિંગાળાનો ખાનગી શાળાઓ દ્વારા પ્રચાર પ્રસારનો ઓડિયો વાયરલ થઇ રહ્યો છે. 

સુરતમાં ખાનગી શાળાના શિક્ષકોએ વાલીના ડેટાનો BJP ઉમેદવારના પ્રચાર માટે ઉપયોગ કરતા હોબાળો

અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતાની સાથે જ ભાજપ દ્વારા ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે. હવે ચૂંટણી પ્રચારનાં કામમાં તમામ કાર્યકર્તાઓ લાગી ચુક્યા છે. તેવામાં એક ઓડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં એક ખાનગી શાળાનાં શિક્ષકો દ્વારા શાળાના વાલીઓનાં ડેટાનો ઉપયોગ કરીને વાલીઓને ફોન કરી કરીને ભાજપના ઉમેદવાર અરૂણાબેન સિંગાળાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સુરતમાં વોર્ડ નંબર 2 ના ભાજપના ઉમેદવાર અરૂણાબેન સિંગાળાનો ખાનગી શાળાઓ દ્વારા પ્રચાર પ્રસારનો ઓડિયો વાયરલ થઇ રહ્યો છે. 

સુરતની ખાનગી શાળાના શિક્ષકે વિદ્યાર્થીના ડેટાનો દુરૂપયોગ કરતા વાલીનાં નંબર લઇને તેમને ફોન કરીને ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. જેનો ખુબ જ વિરોધ થઇ રહ્યો છે. એક વાલી દ્વારા સ્પષ્ટ પણે શિક્ષકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તમને અમે પૈસા અને અમારો ડેટા અમારા સંતાનના શિક્ષણ માટે આપ્યા છે. તમે નાણા લેવા છતા આ પ્રકારે ડેટાનો દુરઉપયોગ ન કરી શકો. તમે શિક્ષણ શિવાય અન્ય કામગીરીમાં શા માટે અમારા ડેટાનો ઉપયોગ કરી રહ્યા છે. આવા વેધક સવાલથી શિક્ષક પણ થોડા સમય માટે સિંયાવિંયા થઇ જાય છે. 

આ અંગે કે.પી પાનસુરિયા નામના એક વાલીએ જણાવ્યું કે, મોટા વરાછાની શાળામાંથી પોતાના વિદ્યાર્થીનાં તમામ વાલીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. જેથી ભાજપના ઉમેદવારો છે તેને વધારેમાં વધારે તક મળે તે પ્રકારનાં પ્રયાસો શાળા દ્વારા કરવામાં આવી રહ્યા છે. વાલીઓનાં નંબર માત્ર શાળાકીય બાબતો પહોંચાડવા માટે જ હોય છે. તેવામાં રાજકીય પક્ષનો પ્રચાર શાળા દ્વારા કરવામાં આવે તે કેટલી હદે યોગ્ય છે. આની વિરુદ્ધ સક્ષણ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news