Gold Price Today: આજે વધી ગયા સોના-ચાંદીના ભાવ, જાણો નવી કિંમત

ગુરૂવારે સોના-ચાંદીની હાજર કિંમતોમાં વધારો થયો છે. તો વાયદા કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો. 

Gold Price Today: આજે વધી ગયા સોના-ચાંદીના ભાવ, જાણો નવી કિંમત

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોનું (Gold Price) ગુરૂવારે 36 રૂપિયાના સામાન્ય વધારા સાથે  47,509 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર પાછલા કારોબારમાં દિલ્હીમાં સોનું 47,473 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. પાછલા કારોબારમાં ચાંદી પણ 454 રૂપિયાના ઉછાળા સાથે 69,030 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1844 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 27.18 ડોલર પ્રતિ ઔંસ પર સપાટ રહી હતી. 

સોના તથા ચાંદી (Gold and Silver) ની વાયદા કિંમતોમાં પણ ગુરૂવારે ઘટાડો થયો. તેના પાછલા સત્રમાં એટલે કે બુધવારે એપ્રિલના કરાર વાળા સોનાનો ભાવ 48013 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. બુધવારે જૂન 2021માં કરાર વાળા સોનાનો ભાવ 48,135 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. જૂન 2021માં કરાર વાળુ સોનું 235 રૂપિયા એટલે કે 0.49 ટકાના ઘટાડા સાથે  47,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર ચાલી રહ્યો હતો. 

વાયદા બજારમાં ચાંદીની કિંમત
બુધવારે માર્ચના કરાર વાળી ચાંદીની કિંમત 68926 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી. મે 2021માં ડિલિવરી વાળી ચાંદીની કિંમત 550 રૂપિયા તૂટી 69441 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચાલી રહી હતી. 

બ્લૂમબર્ગ અનુસાર, કોમેક્સ પર એપ્રિલ 2021માં ડિલિવરી વાળા સોનાનો ભાવ 1.10 ડોલરની તેજીની સાથે 1,843.80 ડોલર પ્રતિ ઔંસ ચાલી રહ્યો હતો. હાજર બજારમાં સોનાનો ભાવ 1.04 ડોલરના ઘટાડા સાથે  1,841.35 ડોલર પ્રતિ ઔંસ પર ચાલી રહ્યો હતો. કોમેક્સ પર માર્ચ 2021માં ડિલિવરી વાળી ચાંદીની કિંમત 0.18 ડોલરની તેજીની સાથે 27.26 ડોલર પ્રતિ ઔંસ પર ચાલી રહ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news