AMCને ખાનગી કરણ મોધુ પડ્યું: જનમાર્ગ BRTSની 250 કરોડની ખોટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોની ખાનગીકરણ નીતિ સરવાળે મોઘી પડી રહી છે. યુપીએ સરકારની ગ્રાન્ટમાંથી કાર્યરત થયેલ અને શ્રેષ્ઠ પરીવહન સેવાનો “એવોર્ડ” મેળનાર જનમાર્ગ એટલે કે બીઆરટીએસ પણ ખોટ નો ધીકતો ધંધો કરે છે. એએમટીએસની જેમ જનમાર્ગ સેવા પણ કોર્પોરેશનની નાણાંકીય સહાય પર નિર્ભર છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો એ અલગ કંપનીની રચના કરીને જનમાર્ગ પ્રોજેકટ કાર્યરત કર્યો છે. તેમ છતાં પ્રજાના પરસેવાની કમાણીમાંથી દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ જનમાર્ગ ને ફાળવવામાં આવે છે. વર્ષ 2009-10 માં બીઆરટીએસ સેવા શરૂ થયેલી વર્ષ 2018-19 દરમ્યાન કુલ ખોટ રૂ.250 કરોડને પાર પહોંચી છે.
Trending Photos
અર્પણ કાયાદાવાલા/અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોની ખાનગીકરણ નીતિ સરવાળે મોઘી પડી રહી છે. યુપીએ સરકારની ગ્રાન્ટમાંથી કાર્યરત થયેલ અને શ્રેષ્ઠ પરીવહન સેવાનો “એવોર્ડ” મેળનાર જનમાર્ગ એટલે કે બીઆરટીએસ પણ ખોટ નો ધીકતો ધંધો કરે છે. એએમટીએસની જેમ જનમાર્ગ સેવા પણ કોર્પોરેશનની નાણાંકીય સહાય પર નિર્ભર છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો એ અલગ કંપનીની રચના કરીને જનમાર્ગ પ્રોજેકટ કાર્યરત કર્યો છે. તેમ છતાં પ્રજાના પરસેવાની કમાણીમાંથી દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ જનમાર્ગ ને ફાળવવામાં આવે છે. વર્ષ 2009-10 માં બીઆરટીએસ સેવા શરૂ થયેલી વર્ષ 2018-19 દરમ્યાન કુલ ખોટ રૂ.250 કરોડને પાર પહોંચી છે.
કેન્દ્ર સરકારની યુપીએ સરકારની ગ્રાન્ટ મદદથી ર૦૦૯ ના વર્ષમાં જનમાર્ગ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો. એક દાયકા બાદ જનમાર્ગનો લાભ કુલ વસ્તીના માત્ર બે ટકા નાગરીકો લઈ રહયા છે. તે અલગ બાબત છે. જનમાર્ગ પ્રોજેકટ શરૂ કરતા પહેલા તત્કાલીન હોદેદારો અને અધિકારીઓ દ્વારા પાંચથી સાત વખત વિદેશયાત્રા કરવામાં આવી હતી. પરંતુ આ “સ્ટડીટુર” મોજશોખના પ્રયાસ સાબિત થઈ રહયા છે.
મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-2ને મળી મંજૂરી, મોઢેરાથી મહાત્મા મંદિર સુધી રૂટ થયો નક્કી
મ્યુનિસિપલ શાસકો અને અધિકારીઓએ કરેલા અભ્યાસના કોઈ રીપોર્ટ જાહેર કર્યા નથી તથા કન્સલટન્ટ પર નિર્ભર રહીને રૂ.૧પ૦૦ કરોડનું આંધણ કર્યું છે. કોર્પોરેશને જેતે સમયે સબમીટ કરેલા ડીપીઆર અને તૈયાર કરવામાં આવેલ પ્રોજેકટમાં આસમાન-જમીનનો ફર્ક છે. એએમટીએસની માફક જનમાર્ગ પણ કોન્ટ્રાકટરોના જ ભરોસે છે. જેના પરિણામે “આમદની અઠ્ઠની ખર્ચા રૂપિયા” જેવો ઘાટ થયો છે. જનમાર્ગ પ્રોજેકટમાં ર૦૦૯-થીર૦૧૭-૧૮ સુધીરૂ.રપ૦ કરોડ કરતા પણ વધુ રકમનું નુકશાન થયું છે.
એક નજર કરીએ બીઆરટીએસની શરૂઆતથી અત્યાર સુધીની તોતીંગ ખોટના આંકડા પર..
વર્ષ | આવક(કરોડમાં) | ખર્ચ(કરોડમાં) | ખોટ(કરોડમાં) |
2009-10 | 2.50 | 7.00 | 4.50 |
2010-11 | 17.65 | 26.95 | 9.30 |
2011-12 | 36.90 | 38.25 | 1.35 |
2012-13 | 46.25 | 53.30 | 7.50 |
2013-14 | 56.65 | 76.45 | 19.80 |
2014-15 | 73.25 | 98.50 | 25.25 |
2015-16 | 112.15 | 117.85 | 5.75 |
2016-17 | 14.95 | 141.15 | 126.30 |
2017-18 | 76.50 | 129.00 | 54.40 |
કુલ | 434.90 | 688.45 | 253.55 |
તો આ તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપી શાષકોને પુછતા તેઓ પ્રજા માટે આ સેવા ચલાવી રહ્યા હોવાનું રટણ કરી રહ્યા છે. નોંધનીય છેકે આટલા કરોડની ખોટ અને બીઆરટીએસ માટ હજીપણ વપરાઇ રહેલા પ્રજાના કરોડો રૂપિયા છતા પણ દૈનિક દોઢ લાખ મુસાફરો જ આ સેવાનો ઉપયોગ કરે છે. ત્યારે શહેરની કુલ વસ્તીના 2 ટકા લોકો માટે આટલો મોટો ખર્ચ કેટલો યોગ્ય છે તે ખુબજ ગંભીર પ્રશ્ન બન્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે