આ કોર્સ કરશો તો જિંદગી થઈ જશે સેટ! PM મોદીના સૂચનથી સુરતની આ યુનિ.માં શરૂ થશે સર્ટિફિકેટ કોર્સ

સુરતમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીર નર્મદ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય ભાષાઓના સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા મુખ્યમંત્રીને સૂચન આપતા તંત્ર કામે લાગ્યું છે. 

આ કોર્સ કરશો તો જિંદગી થઈ જશે સેટ! PM મોદીના સૂચનથી સુરતની આ યુનિ.માં શરૂ થશે સર્ટિફિકેટ કોર્સ

પ્રશાંત ઢીવરે/સુરત: PM નરેન્દ્ર મોદીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ફ્રેન્ચ, જર્મન, જાપાનીઝ અને ચાઇનિઝ સહિતની આંતરરાષ્ટ્રીય ભાષાઓના સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા મુખ્યમંત્રીને સૂચન આપતા તંત્ર દ્વારા કોર્સ શરૂ કરવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરતમાં ડાયમંડ બુર્સ ના ઉદ્ઘાટનમાં સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીને સૂચન કર્યું હતું. સૂચન બાદ આ કામગીરી માટે તંત્ર સજ્જ બની ગયું છે.

વહીવટી અધિકારી ડિન સાથે ઓનલાઇન મિટિંગ કરી છે. એકેડેમિક કાઉન્સિલ સાથે તા.૨૧/૧૨/૨૪નાં રોજ સિન્ડિકેટ બોલાવી છે. જેમાં પ્રાથમિકમાં ફ્રેન્ચ, જર્મન, જાપાનીઝ અને ચાઇનિઝ સહિતની આંતરરાષ્ટ્રીય ભાષાઓના બેચલર અને માસ્ટર કોર્સ સાથે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા મામલે ચર્ચા થશે. એકેડેમિક કાઉન્સિલ સાથે સિન્ડિકેટ બોલાવી છે. જેમાં પ્રાથમિકમાં ફ્રેન્ચ, જર્મન, જાપાનીઝ અને ચાઇનિઝ સહિતની આંતરરાષ્ટ્રીય ભાષાઓના બેચલર અને માસ્ટર કોર્સ સાથે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા મામલે ચર્ચા થશે. 

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. એન. ચાવડા, કુલસચિવ ડૉ. આર. સી. ગઢવીએ નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેનેદ્ર પટેલની સૂચનાનું પાલન કરીને વિદ્યાર્થીઓને કારકિર્દીમાં મદદરૂપ થશે. વિદ્યાર્થીઓએ મળતી તમામ શિષ્યવૃત્તિનો લાભ પણ અપાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news