પીએમ મોદી 30મીએ ગુજરાત પ્રવાસે, રાજકોટમાં મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રનું કરશે લોકાર્પણ
રાજકોટમાં આગામી 30 સપ્ટેમ્બરનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આલ્ફ્રેડ હાઇસ્કુલમાં તૈયાર કરવામાં આવેલ મહાત્મા ગાંધી અનુભિતી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે.
Trending Photos
રક્ષિત પંડ્યા/ રાજકોટ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવશે. ત્યારે રાજકોટમાં આગામી 30 સપ્ટેમ્બરનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આલ્ફ્રેડ હાઇસ્કુલમાં તૈયાર કરવામાં આવેલ મહાત્મા ગાંધી અનુભિતી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે. જેને લઇને રાજકોટ મહાનગરપાલીકા દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જાણે કે આલ્ફ્રેડ હાઇસ્કુલને નવિ દુલ્હનની જેમ શણગારવામાં આવી હોય તેવી રીતે રાત્રીનાં સમયે લાઇટીંગથી શણગાર કરવામાં આવ્યો છે.
આગામી 30 સપ્ટેમ્બરનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કુલમાં નિર્માણ પામેલ મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્રનું લોકાર્પણ કરવાનાં છે. તેને લઇને તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી આવતા હોવાથી રાજકોટ મહાનગરપાલીકા દ્વારા એરપોર્ટથી આલ્ફ્રેડ હાઇસ્કુલ અને ત્યાંથી ચૌધરી હાઇસ્કુલ સુધીનાં માર્ગોને પણ નવા રંગરૂપ આપવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ આલ્ફ્રેડ હાઇસ્કુલમાં વૃક્ષોની ડાળીઓ કાપીને રાજકોટ મહાનગરપાલીકાએ વૃક્ષોનું નિકંદન કર્યું હતું.
રાજકોટ મહાનગરપાલીકાનાં ગાર્ડન વિભાગનાં અધીકારીએ સુરક્ષાની દ્રષ્ટીએ માત્ર ડાળીઓ કાપી હોવાનું અને નવું ગાર્ડન બનાવી તેમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં આગમનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આલ્ફ્રેડ હાઇસ્કુલ ખાતે તૈયાર કરવામાં આવેલા મહાત્મા ગાંધી અનુભુતિ કેન્દ્રને ડેકોરેશન લાઇટીંગ થી શણગારવામાં આવ્યુ છે. રાત્રીનાં સમયે આલ્ફ્રેડ હાઇસ્કુલને નવી નવેલી દુલ્હનની જેમ લાઇટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવી છે. દ્વારા ટોપ એન્ગલથી લેવામાં આવેલા આ દ્રશ્યો અદભુત નજારો જોવા મળી રહ્યો છે.
મહત્વનું છે કે, 26 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલા મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર વિશ્વનું પ્રથમ એવું મ્યુઝીયમ હશે જેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતિને લઇને લોકોને અર્પણ કરશે. રાજકોટ મહાનગરપાલીકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણનું પણ ધ્યાન રાખવામાં આવશે. રાજકોટ મહાનગરપાલીકા દ્વારા અકસ્માતે પડી ગયેલા વૃક્ષોનાં થળ માંથી ડસ્ટબિન તૈયાર કરવામાં આવશે અને તેને ગાંધી મ્યુઝીયમમાં મુકવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધી અનુભુતિ કેન્દ્રનું લોકાર્પણ કરવાનાં છે ત્યારે તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, 26 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલા મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર માત્ર સૌરાષ્ટ્ર માટે નહિં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્થાન મેળવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે