ટ્રમ્પ-મોદી માટે ગાંધી આશ્રમમાં બની રહ્યો છે સ્પેશિયલ ગ્રીન રૂમ

મોદી અને ટ્રમ્પની મુલાકાતને લઈને અમદાવાદનાં ગાંધીઆશ્રમ ખાતે તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ગાંધીઆશ્રમ ખાતે મોદી અને ટ્રમ્પ (Donald Trump) માટે વિશેષ ગ્રીન રૂમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ગાંધીઆશ્રમમાં હૃદયકુંજ પહેલા અમેરિકી પ્રોટોકોલ મુજબ ગ્રીન રૂમ તૈયાર બનાવવામાં આવી રહ્યું છે. ગ્રીન રૂમમાં મોદી (PM Modi) અને ટ્રમ્પ થોડો આરામ કરી શકે તે માટે આધુનિક રૂમ બનાવામાં આવી રહ્યું છે.
ટ્રમ્પ-મોદી માટે ગાંધી આશ્રમમાં બની રહ્યો છે સ્પેશિયલ ગ્રીન રૂમ

અમિત રાજપૂત/અતુલ તિવારી/અમદાવાદ :મોદી અને ટ્રમ્પની મુલાકાતને લઈને અમદાવાદનાં ગાંધીઆશ્રમ ખાતે તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ગાંધીઆશ્રમ ખાતે મોદી અને ટ્રમ્પ (Donald Trump) માટે વિશેષ ગ્રીન રૂમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ગાંધીઆશ્રમમાં હૃદયકુંજ પહેલા અમેરિકી પ્રોટોકોલ મુજબ ગ્રીન રૂમ તૈયાર બનાવવામાં આવી રહ્યું છે. ગ્રીન રૂમમાં મોદી (PM Modi) અને ટ્રમ્પ થોડો આરામ કરી શકે તે માટે આધુનિક રૂમ બનાવામાં આવી રહ્યું છે.

ભેંસોને દોડાવીને પોપ્યુલર બની જનાર શ્રીનિવાસે ઠુકરાવી દીધી ખેલ મંત્રીની ઓફર...

ટ્રમ્પ દંપતી સાબરમતી નદીનો નજારો માણશે
ગાંધીઆશ્રમ ખાતે મગન નિવાસની પાસે સાબરમતી રિવરફ્રન્ટ પર પીએમ મોદી અમેરિકા પ્રમુખ ટ્રમ્પને સાબરમતી રિવરફ્રન્ટ અને સાબરમતી નદીનો નજારો બતાવવામાં આવશે. મગન નિવાસની પાસે સાબરમતી રિવર ફ્રન્ટનાં ખૂણે વિશેષ સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી અને અમેરિકા પ્રમુખ ટ્રમ્પ આશરે ત્રણથી ચાર મિનીટ સુધી આ સ્ટેજ પર રહેશે અને અદ્ભુત રમણીય નજારો પણ માણશે. તંત્ર દ્વારા આ જગ્યા ખાતે અવનવી રોશની કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

‘માસિક ધર્મવાળી પત્નીના હાથે જમવાથી પતિ કૂતરીનો અવતાર પામશે...’ 

વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સને સ્ટેડિયમમાં લાવવામાં આવશે 
મોટેરામાં પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતની કરાઈ વિશેષ તૈયાર કરાઈ છે. અમદાવાદની કોલેજોમાંથી 20 હજાર વિદ્યાર્થીઓને સ્ટેડિયમમાં લાવવામાં આવનાર છે. જુદી જુદી સ્કૂલોમાંથી 17 હજાર જેટલા વિદ્યાર્થીઓને પણ મેદાનમાં લાવવામા આવશે. 14 હજાર VVIP ઓને સ્ટેડિયમના ઉદઘાટન પ્રસંગે આમંત્રિત કરાયા છે. અમદાવાદની બહારથી આવનારા લોકોને 3 વખત ફૂડ પેકેટ આપવામાં આવશે. તો સાથે જ, ગુજરાત યુનિવર્સિટીના 150 જેટલા પ્રોફેસરોને પણ મોટેરા મોકલવામાં આવશે. તમામને વિશેષ આઈકાર્ડ બનાવીને આપવામાં આવશે. 

બહુચર્ચિત BMW હિટ એન્ડ રન કેસમાં હાઈકોર્ટે વિસ્મય શાહની 5 વર્ષની સજા યથાવત રાખી

સીએમ રૂપાણીએ સ્ટેડિયમનું નિરીક્ષણ કર્યું
ડોનાલ્ડ ટ્રમ્પના ગુજરાત આગમનને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં મોટેરા સ્ટેડિયમ (Motera Cricket Stadium) ની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે સીએમ રૂપાણી સોમવારે સાંજે 6.00 કલાકે મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા. દુનિયાના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ મોદી સાથે મહેમાન બનશે. ત્યારે ટ્રમ્પને આવકારવા અમદાવાદને સોળે શણગારે સજાવવામાં આવી રહ્યું છે. ત્યારે સ્ટેડિયમના વીવીઆઇપી રોડ પર ટ્રમ્પના સ્વાગત માટે પેઇન્ટિંગથી લઇને સાફસફાઇ તેમજ રંગારંગ કાર્યક્રમનું સીએમ રૂપાણીએ નિરીક્ષણ કર્યું હતું. સીમ રૂપાણીએ તૈયારીનું નિરીક્ષણ કર્યા બાદ નિવેદન આપ્યું હતું કે, ઇતિહાસમાં આવું પહેલી વખત થઇ રહ્યું છે કે અમેરિકન રાષ્ટ્રપતિ સીધા જ દિલ્હીને જગ્યાએ અમદાવાદ આવી રહ્યાં છે. 

સ્વરૂપવાન વિદેશી યુવતીઓને કઢંગી હાલમાં જોઈને ચોંકી પોલીસ, વડોદરામાં એકસાથે 10 સ્પામાં દરોડા

ઉલ્લેખનીય છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની સુરક્ષા વ્યવસ્થાના સાધનો સાથે અમેરિકન એરફોર્સનું પ્લેન અમદાવાદ પહોંચી ગયું છે. US એરફોર્સના આ પ્લેનમાં ડોન્લડ ટ્રમ્પના કાફલામાં સામેલ ઝીમર કાર સૌ માટે આકર્ષણ બની છે. સુરક્ષાના તમામ સાધનો, અને રાષ્ટ્રપતિ ટ્રમ્પને પૂરી પાડવામાં આવતી તમામ ચીજવસ્તુઓને અમેરિકન પ્લેન મારફતે અમદાવાદ લાવવામાં આવી અને વિવિધ ટ્રકના કન્ટેનરમાં હોટલ સુધી લઈ જવામાં આવી હતી. 24 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મલેનિયા ટ્રંપ સાથે અમદાવાદ લેન્ડ થશે. એ વખતે તેમની સુરક્ષા માટે તમામ સામાનનો ઉપયોગ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news