ભાવિના પટેલની PM મોદી સાથે EXCLUSIVE તસવીર, 11 વર્ષ પહેલા પણ તેમનો જુસ્સો વધાર્યો હતો

પેરા ઓલિમ્પિક (Paralympics) માં દેશ માટે સિલ્વર મેડલ જીતનારી ભાવિના પટેલ (Bhavina Patel) ને પ્રધાનમંત્રી મોદીએ શુભેચ્છા આપી છે. પ્રધાનમંત્રી મોદીએ ભાવિના પટેલ સાથે વાત પણ કરી છે. ત્યારે ઝી 24 કલાક દર્શકોને EXCLUSIVE તસવીર દર્શાવી રહ્યું છે. કોમનવેલ્થ ગેમ 2010 સમયની આ તસવીર છે, જ્યારે પ્રધાનમંત્રી મોદી (PM Modi) ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ ફોટોમાં પેરાલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ટેબલ ટેનિસ ખેલાડી સોનલ પટેલ નજરે પડે છે.

ભાવિના પટેલની PM મોદી સાથે EXCLUSIVE તસવીર, 11 વર્ષ પહેલા પણ તેમનો જુસ્સો વધાર્યો હતો

ઝી મીડિયા/બ્યૂરો :પેરા ઓલિમ્પિક (Paralympics) માં દેશ માટે સિલ્વર મેડલ જીતનારી ભાવિના પટેલ (Bhavina Patel) ને પ્રધાનમંત્રી મોદીએ શુભેચ્છા આપી છે. પ્રધાનમંત્રી મોદીએ ભાવિના પટેલ સાથે વાત પણ કરી છે. ત્યારે ઝી 24 કલાક દર્શકોને EXCLUSIVE તસવીર દર્શાવી રહ્યું છે. કોમનવેલ્થ ગેમ 2010 સમયની આ તસવીર છે, જ્યારે પ્રધાનમંત્રી મોદી (PM Modi) ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ ફોટોમાં પેરાલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ટેબલ ટેનિસ ખેલાડી સોનલ પટેલ નજરે પડે છે.

પ્રધાનમંત્રી મોદીએ તે સમયે સોનલ પટેલની વ્હીલચેર પણ પકડી હતી. આ ફોટો ત્યારે ક્લિક કરવામાં આવ્યો હતો, જ્યારે સોનલ પટેલ અને ભાવિના પટેલ 2010ની દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) તેમને મળ્યા હતા, અને ગુજરાતના અન્ય રમતવીરોએ તેમને આગામી રમતો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. જે લોકો સીએમ મોદીને મળ્યા હતા, તેઓ હજુ પણ તેમના પ્રેરણાદાયી શબ્દોને યાદ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રમત અને રમતવીરોને કેવી રીતે ટેકો આપે છે તેના ઘણા ઉદાહરણોમાંથી આ એક છે. 

- ZEE 24 કલાક પર જુઓ કોમનવેલ્થ ગેમ 2010 સમયની આ EXCLUSIVE તસવીર, જેમાં #BhavinabenPatel , PM મોદી અને ટેબલ ટેનિસ ખેલાડી સોનલ પટેલ નજરે પડે છે.#Gujarat #TeamIndia pic.twitter.com/NeXmH3lBg6

— Zee 24 Kalak (@Zee24Kalak) August 29, 2021

ટોક્યોમાં પેરાલિમ્પિક્સ (Praralympics 2021) માં ગુજરાતી ખેલાડીએ દેશનો ડંકો વગાડ્યો છે. ટોક્યો પેરાઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ મળ્યો છે. પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ (table tennis) માં ભાવિના પટેલે સિલ્વર મેડલ (silver medal) જીત્યો છે. ફાઈનલમાં હાર છતાં ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ પણ ભાવિના પટેલને શુભચ્છા આપી છે. પીએમ મોદીએ કહ્યું કે, સિલ્વર મેડલ માટે અભિનંદન... તમારી જીવનયાત્રા પ્રેરક છે અને તે વધુ યુવાનોને રમતગમત તરફ ખેંચશે.

— Narendra Modi (@narendramodi) August 29, 2021

નોંધનીય છે કે, ફાઈનલમાં ભાવિનાનો મુકાબલો ચીનના ચાઓ યિંગ સાથે હતો, જેમાં ભાવિનાની હાર થઈ છે. જો કે ભાવિના પટેલે ઈતિહાસ રચીને દેશ માટે સિલ્વર મેડલ જીત્યો છે. ગઈકાલે ભાવિના પટેલે સેમિફાઈનલમાં જીત મેળવી ત્યારે જ તેણીએ સિલ્વર મેડલ પાક્કો કર્યો હતો. ભાવિના પટેલ મહેસાણા જિલ્લાના સુંઢિયા ગામની વતની છે. તો ભાવિનાએ સિલ્વર મેડલ જીતતા ગામમાં દિવાળી જેવો માહોલ છે અને તમામ લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news