રાજ્યમાં પોર્ટ સેકટર અને ઊદ્યોગોમાં વધુ રોકાણ પ્રેરિત કરવા નવી પોર્ટ પોલિસી જાહેર
મુખ્યમંત્રીએ જાહેર કરેલી નવી પોર્ટ પોલિસી અનુસાર રાજ્યમાં હાલમાં કાર્યરત 32 કેપ્ટીવ જેટીઓ કોઇપણ જાતના પ્રતિબંધ વિના થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલ કરી શકશે. એટલે કે, કેપ્ટીવ જેટી હોલ્ડર આ માટે બમણા વાર્ફેજ ચાર્જિસ ભરીને બીજી કંપનીઓનો કાર્ગો પણ વહન કરી શકશે આટલું જ નહિ, વર્તમાન કેપ્ટીવ જેટી પરવાનેદારો કાર્ગો હેન્ડલીંગની સુવિધાઓમાં વધારો કરવા, વિસ્તૃતીકરણ અને આધુનિકરણ (Expantion and Modernization) માટે વધારાનું રોકાણ કરી શકશે.
Trending Photos
હીતલ પારેખ/ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ(CM Vijay Rupani) રાજ્યના 1600 કિમી(1600 km) લાંબા અને વ્યૂહાત્મક દરિયા કિનારે બંદરીય પ્રવૃત્તિ(Port Handaling) દ્વારા પોર્ટ સેકટર અને ઊદ્યોગોમાં વધુ રોકાણો પ્રેરિત કરવા નવી બંદરીય નીતિ(Port Policy) જાહેર કરી છે. આજે ગુજરાત પોર્ટ સેકટર અને ઔદ્યોગિકરણના વિકાસમાં હરણફાળ ભરીને તેમજ પોર્ટ પોલિસીના માધ્યમથી મધ્યપૂર્વીય દેશો, આફ્રિકા અને યુરોપથી સમુદ્રી માર્ગે આવતા માલ-સામાનનું ગેટ વે બન્યું છે.
મુખ્યમંત્રીએ જાહેર કરેલી નવી પોર્ટ પોલિસી અનુસાર રાજ્યમાં હાલમાં કાર્યરત 32 કેપ્ટીવ જેટીઓ કોઇપણ જાતના પ્રતિબંધ વિના થર્ડ પાર્ટી કાર્ગો હેન્ડલ કરી શકશે. એટલે કે, કેપ્ટીવ જેટી હોલ્ડર આ માટે બમણા વાર્ફેજ ચાર્જિસ ભરીને બીજી કંપનીઓનો કાર્ગો પણ વહન કરી શકશે આટલું જ નહિ, વર્તમાન કેપ્ટીવ જેટી પરવાનેદારો કાર્ગો હેન્ડલીંગની સુવિધાઓમાં વધારો કરવા, વિસ્તૃતીકરણ અને આધુનિકરણ (Expantion and Modernization) માટે વધારાનું રોકાણ કરી શકશે.
નવી નીતિની જોગવાઈઓ મુજબ ગુજરાત મેરીટાઇમ બોર્ડ સમયાંતરે EOI (એકસપ્રેસન ઓફ ઇન્ટરેસ્ટ) બહાર પાડશે. નવા સાહસિકોને ઓછામાં ઓછું રૂ.300 કરોડનું મૂડીરોકાણ કરવું પડશે અને 5 મીલીયન મેટ્રિક ટનની બંદરીય ક્ષમતા ઊભી કરવાની રહેશે. નવા સાહસિકો દ્વારા પસંદ કરવામાં આવેલ જેટીની જગ્યા હયાત જેટીથી ઓછામાં ઓછી 3 કિ.મી. દૂર તેમજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ખાનગી બંદરની પોર્ટ લિમીટની બહાર હોવી જોઇએ. રાજ્ય સરકારે દહેજ અને હજીરા બંદરના વ્યૂહાત્મક સ્થાનને ધ્યાને લઇને આ બે સ્થળોએ ખાસ કિસ્સામાં પ્રવર્તમાન જેટીથી ઓછામાં ઓછું 1 કિલો મીટરની જોગવાઇ પણ કરી છે.
નવી નીતિના કારણે નવા સાહસિકો રાજ્યના પોર્ટ ડેવલપમેન્ટમાં સહભાગી થઇ શકશે તેમજ ક્રૂડ ઓઇલ, કોલસો તેમજ નેચરલ ગેસ અને એલ.પી.જી. આયાત માટે આ નીતિ ઉપયુકત અને કારગત નિવડશે. આ નવી પોર્ટ પોલિસીથી કેપ્ટીવ જેટીના વેલ્યુએડીશન, કેપ્ટીવ જેટી કંપનીઓ અને ઇન્ડસ્ટ્રીને નવા રોકાણોથી કેપેસિટી બિલ્ડીંગ મોર્ડનાઇઝેશન, મિકેનાઇઝેશન અને વેલ્યુચેઇનમાં બેકવર્ડ – ફોરવર્ડ ઇન્ટીગ્રેશનની તક મળતી થશે.
નવી બંદર નીતિથી થનારા ફાયદા
- કેપ્ટીવ જેટી પરના નિયંત્રણો દૂર થવાથી તેનો સર્વાંગી વિકાસ થશે.
- કોમર્શીયલ પોર્ટ એકટીવીટીઝની ક્ષમતા 79.5 MMTPA થી વધારી શકાશે.
- માળખાગત સુવિધાઓના ક્ષેત્ર રૂ.4,000 કરોડથી વધુનું રોકાણ આવશે.
- રાષ્ટ્રીય કાર્ગો હેન્ડલીંગમાં ગુજરાતનો સંભવિત હિસ્સો 41% વધીને 46% થશે.
- રૂ. 70,000 કરોડથી વધુનો આર્થિક લાભ થશે.
- 25,000થી વધુ લોકોને રોજગારની નવી તકોનું નિર્માણ થશે.
- રાજ્ય સરકારની સંભવિત આવકમાં રૂ.400 કરોડનો વધારો થવાની સંભાવના.
- કોસ્ટલ શીપીંગમાં વૃધ્ધિ થવા ઉપરાંત લોજીસ્ટીક કોસ્ટમાં ઘટાડો કરવામાં આ નીતિ સહાયક નીવડશે.
જુઓ LIVE TV.....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે