પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ બે બોટ અને 12 માછીમારોનું કર્યું અપરહણ
આ બેમાંથી એક બોટ ઓખાની અને એક બોટ પોરબંદરની હોવાનું જાણવા મળ્યું છે.
Trending Photos
પોરબંદરઃ પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ બે બોટનું અપહરણ કરવાની ઘટના સામે આવી છે. આ સાથે 12 માછીમારોનું પણ અપહરણ કરી લીધું છે. આ બેમાંથી એક બોટ પોરબંદર અને એક બોટ ઓખાની હતી.
પાકિસ્તાન મસીન સિક્યોરિટીએ ઓખાની એક અને પોરબંદરની એક ફિશિંગ બોટ તથા 12 માછીમારોનું અપહરણ કર્યું છે. ભારતીય જળસીમા નજીકથી આ બોટનું અપહરણ કરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, પાકિસ્તાન દ્વારા આવી ઘટનાને વારંવાર અંજામ આપવામાં આવે છે. એકતરફ પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોને છોડવામાં આવે છે તો, બીજીતરફ આંતરરાષ્ટ્રીય સમુદ્ર બોર્ડર પરથી માછીમારોનું અપહરણ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ છેલ્લા દિવસોમાં પાકિસ્તાન મરીને ભારતીય જળસીમામાં ઘૂસીને બોટ અને અનેક માછીમારોના અપહરણ કર્યાં છે. પોરબંદર અને વેરાવળ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 5 લાખથી વધુ માછીમાર પરિવારો વસવાટ કરે છે. જેમાથી સક્રીય માછીમારો પાસે નાની મોટી માછીમારી બોટો છે. જેનાથી માછીમારોને રોજગારી મળી રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે