Porbandar: સિમેન્ટ ફેક્ટરીમાં સમારકામ દરમિયાન માચડો તૂટતાં 7 મજૂરો દટાયા, NDRF ની 2 ટીમો રવાના

મુખ્યમંત્રી (Chief Minister) એ એન. ડી. આર. એફ. (NDRF Team) ની 2 ટીમ પણ આ  કામગીરીમાં મદદરૂપ થવા મોકલી આપવાની સંબંધિતોને સૂચના આપી છે. 

Porbandar: સિમેન્ટ ફેક્ટરીમાં સમારકામ દરમિયાન માચડો તૂટતાં 7 મજૂરો દટાયા, NDRF ની  2 ટીમો રવાના

અજય શીલૂ, પોરબંદર: પોરબંદર (Porbandar) નજીકના રાણાવાવ ખાતે આવેલી હાથી સિમેન્ટ (Hathi Cement) ફેકટરીમાં આજે બપોરે બનેલી ચીમનીના સમારકામ દરમિયાન એક મોટી દુર્ઘટના (Accident) સર્જાઇ હતી. ચીમનીના સમારકામ દરમિયાન માચડો તૂટતા મજુરો નીચે પટકાયા હતા. જેથી અંદાજે 7થી વધુ મજૂરો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ઘટના પગલે કલેક્ટર અને પોલીસ વડા સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. દટાયેલા આ મજુરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

ચીમનીમાં કલર અને રીપેરીંગ કામ કરવા માટે જે માચડો બનાવ્યો હતો. આ માચડાનો ઉપરનો ભાગ તૂટી ગયો હોવાનું લોકો દ્વારા જાણવા મળ્યું છે. અંદર પડેલા આ માચડાને ઉંચો કરીને બહાર કાઢવા માટે ક્રેન મંગાવવામાં આવી છે. 

આ દુર્ઘટનાની જાણ થતા રાણાવાવ પોલીસ ડીવાયએસપી, મામલતદાર, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયા છે. મોડી સાંજે પોરબંદર ક્લેકટર અશોક શર્મા અને એસપી ડો. રિવ મોહન સૈની પણ ઘટના સ્થળે જાત નિરીક્ષણ માટે દોડી ગયા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ પોરબંદર જિલ્લામાં સિમેન્ટ ફેકટરી (Cement Factory) માં થયેલી દુર્ઘટના અંગે જિલ્લા કલેકટર સાથે ટેલીફોનીક વાતચીત કરીને આ દુર્ઘટના માં બચાવ રાહત અને  સત્વરે યોગ્ય સારવાર મળે તે માટે તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા  મદદ માટેની સૂચના આપી છે. મુખ્યમંત્રી (Chief Minister) એ એન. ડી. આર. એફ. (NDRF Team) ની 2 ટીમ પણ આ  કામગીરીમાં મદદરૂપ થવા મોકલી આપવાની સંબંધિતોને સૂચના આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news