Chennai: હચમચાવી નાખે તેવો કિસ્સો, 7 વર્ષની બાળકીનું દાદા, કાકા અને ભાઈએ કર્યું શારીરિક શોષણ

ચેન્નાઈમાં 7 વર્ષની એક બાળકીની સાથે શારીરિક શોષણની હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે.

Chennai: હચમચાવી નાખે તેવો કિસ્સો, 7 વર્ષની બાળકીનું દાદા, કાકા અને ભાઈએ કર્યું શારીરિક શોષણ

ચેન્નાઈ: ચેન્નાઈમાં 7 વર્ષની એક બાળકીની સાથે શારીરિક શોષણની હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. આરોપ છે કે બાળકીના દાદા, કાકા અને મોટાભાઈએ મળીને આ કરતૂતને અંજામ આપ્યો. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે એકને બાળસુધાર ગૃહમાં મોકલી દીધો છે. 

દાદાએ પૌત્રી સાથે કર્યું શારીરિક શોષણ
પોલીસના જણાવ્યાં મુજબ ચેન્નાઈ નીજક મડિપ્પકમમાં 62 વર્ષનો વ્યક્તિ તેના નાના પુત્ર સાથે રહે છે. તેનો મોટો પુત્ર તેના પરિવાર સાથે બીજી જગ્યાએ રહે છે. જેને આપણે વડીલ ગણીએ તે આ વૃદ્ધ વ્યક્તિ તેના 16 વર્ષના પૌત્ર અને 7 વર્ષની પૌત્રીને પોતાની સાથે રાખવાના નામે ઘરે લઈ આવ્યો. આરોપ છે કે 2 ઓગસ્ટની રાતે બાળકીની બાજુમાં સૂતા દાદાએ તેનું શારીરિક શોષણ કર્યું. 

કાકા અને મોટાભાઈએ પણ કર્યું ખોટું કામ
આ ઘટના બાદ ગભરાયેલી બાળકી ત્યાંથી નીકળીને તેના કાકાના રૂમમાં જતી રહી. એવો આરોપ છે કે બાળકીને શાંત કરવાની આડમાં કાકાએ પણ તેની સાથે ગેરવર્તણૂંક કરી. ત્યારબાદ બાળકી બીચારી મદદની આશામાં ત્યાં સૂઈ રહેલા તેના 16 વર્ષના ભાઈ પાસે ગઈ. તેના ભાઈએ પણ તેની મદદ કરવાની જગ્યાએ બાળકીનું શારીરિક શોષણ કર્યું. 

માતાની ફરિયાદ પર પોલીસ કેસ થયો
રવિવારે 8 ઓગસ્ટના રોજ બાળકીની માતા જ્યારે તેને મળવા પહોંચી તો જોયું કે બાળકી બીમાર થઈ ગઈ છે. માતા તરત બાળકીને ડોક્ટર પાસે લઈ ગઈ. સાત વર્ષની બાળકીએ હોસ્પિટલમાં બધી આપવીતિ સંભળાવી. મેડિકલ ચેકઅપથી એ વાતની પુષ્ટિ થઈ કે બાળકીનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માતાએ મડિપ્પકમ ઓલ વુમન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી. 

દાદા અને કાકાની ધરપકડ, ભાઈને બાળ સુધાર ગૃહ મોકલ્યો
પોલીસે આ મામલે  પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરીને દાદા અને તેના કાકાને જેલમાં મોકલ્યા છે. જ્યારે 16 વર્ષના ભાઈને બાળ સુધાર ગૃહ મોકલી દીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news