દેહગામ : પ્રેગનેન્ટ મહિલા દર્દથી કણસતી રહી, પણ ખાનગી ડોક્ટરે પ્રસૂતિ કરાવવાની ના પાડી

દેશમાં અનેકવાર એવા કિસ્સાઓ જોવા મળ્યા છે કે, તબીબો રૂપિયાની લ્હાયમાં ગરીબ દર્દીઓની સારવાર કરવાનુ ટાળે છે. કેટલાક ગરીબો સારવાર વગર ટળવળી મરી જાય છે, તો કેટલાકને હોસ્પિટલનું લાંબુલચક બિલ ભરવા માટે વ્યાજે રૂપિયા લેવા પડે છે. તબીબોની બેદરકારીનો વધુ એક કિસ્સો ગાંધીનગરના દહેગામમાં બન્યો છે. આ કિસ્સો વાંચીને તમને તબીબ પર ફીટકાર વરસાવશો.
દેહગામ : પ્રેગનેન્ટ મહિલા દર્દથી કણસતી રહી, પણ ખાનગી ડોક્ટરે પ્રસૂતિ કરાવવાની ના પાડી

ઉદય રંજન/અમદાવાદ :દેશમાં અનેકવાર એવા કિસ્સાઓ જોવા મળ્યા છે કે, તબીબો રૂપિયાની લ્હાયમાં ગરીબ દર્દીઓની સારવાર કરવાનુ ટાળે છે. કેટલાક ગરીબો સારવાર વગર ટળવળી મરી જાય છે, તો કેટલાકને હોસ્પિટલનું લાંબુલચક બિલ ભરવા માટે વ્યાજે રૂપિયા લેવા પડે છે. તબીબોની બેદરકારીનો વધુ એક કિસ્સો ગાંધીનગરના દહેગામમાં બન્યો છે. આ કિસ્સો વાંચીને તમને તબીબ પર ફીટકાર વરસાવશો.

બન્યું એમ હતું કે, દેહગામમાં નવા આકાર લઈ રહેલા રેલવેના ગરનાળાનું કામકાજ ચાલી રહ્યું છે. આ ગરનાળામાં મજૂરીકામ કરતા મહેશભાઈ ભુરીયા નામના યુવકની પત્નીને અચાનક પ્રસૂતિની પીડા ઉપડી હતી. દહેગામ સ્ટેશન રોડ પર જ તેને દુખાવો ઉપડ્યો હતો. ત્યારે સ્ટેશન રોડ પર આવેલ એક ખાનગી દવાખાનામાં કાર્યરત મહિલા ડોકટરને તેમની પત્નીને બતાવવા ગયા હતા. પરંતુ ભારે દુખાવા વચ્ચે ડોકટરે મહિલાની ડિલીવરી કરવાની ના પાડી હતી. તો બીજી તરફ, આ મહિલાને રસ્તા પર જ ડિલીવરી થઈ હતી. મહિલાની હાલત જોઈને લોકોએ 108 સુવિધાને ફોન કર્યો હતો. બાદમાં મહિલાને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવાઈ હતી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news