ગુજરાતનો પોલીસ કર્મચારી લાંચ લેવા ગુરુગ્રામ પહોંચ્યો, વિજિલન્સ ટીમે છટકું ગોઠવી ગેસ્ટહાઉસમાંથી રંગેહાથ ઝડપ્યો

Policemen Taking Bribe: વિજિલન્સ બ્યુરો અને રોહતક રેન્જની એક ટીમે આરોપીના પક્ષમાં કેસ રફાદફા કરવા તેમજ 2 લાખ રૂપિયાની લાંચ લેવા પહોંચેલા પોલીસ કર્મીને ગુરુગ્રામના સેક્ટર-49 સ્થિત એક ગેસ્ટ હાઉસમાંથી ઝડપી પાડ્યો હતો.

ગુજરાતનો પોલીસ કર્મચારી લાંચ લેવા ગુરુગ્રામ પહોંચ્યો, વિજિલન્સ ટીમે છટકું ગોઠવી ગેસ્ટહાઉસમાંથી રંગેહાથ ઝડપ્યો

ઝી બ્યૂરો, અમદાવાદ: નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ સ્ટેશનનો એક એચએસઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. વિજિલન્સ બ્યુરો અને રોહતક રેન્જની એક ટીમે આરોપીના પક્ષમાં કેસ રફાદફા કરવા તેમજ 2 લાખ રૂપિયાની લાંચ લેવા પહોંચેલા પોલીસ કર્મીને ગુરુગ્રામના સેક્ટર-49 સ્થિત એક ગેસ્ટ હાઉસમાંથી ઝડપી પાડ્યો હતો.

વિજિલન્સ બ્યુરોના ડીએસપી સુમિત કુમારે આઇએનએસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેમને ગુરુગ્રામના ડીએલએફ ફેઝ-1 નિવાસી સંદીપ પુરીની ફરિયાદ મળી હતી. ફરિયાદકર્તાએ વિજિલન્સ ટીમને જણાવ્યું હતું કે, ફરીદાબાદ નિવાસી તેમના ભત્રીજા અમરિંદર પુરી પર ડિસેમ્બર 2021 માં ગુજરાત પોલીસે આઇપીસીની કલમ હેઠળ કેસ દાખલ કર્યો હતો.

પોલીસે કહ્યું કે, અમરિંદર ગુજરાતની એક યુનિવર્સિટીની નકલી ડિગ્રી જાહેર કરવામાં કથિત રીતે સામેલ હતો. સુમિત કુમારે કહ્યું કે, ધરપકડ કરવામાં આવેલા પોલીસ કર્મી જગદીશ ચૌધરીએ ફરિયાદકર્તા પાસે તેના ભત્રીજા અમરિંદર પુરીને અન્ય એક કેસમાં ન ફસાવવા અને તેના વિરૂદ્ધ કોઈ પૂરક ચાર્જશીટ રજૂ ન કરવા 3 લાખ રૂપિયાની માંગ કરી હતી.

સુમિત કુમારે વધુમાં કહ્યું, ફરિયાદકર્તા સંદીપ પુરીએ 12 એપ્રિલના ગુજરાતના રાજપીપળામાં જગદીશ ચૌધરીને પહેલા જ 1 લાખ રૂપિયા લાંચ તરીકે આપ્યા હતા અને રવિવારના તે બાકીના 2 લાખ રૂપિયા લેવા માટે ગુરુગ્રામ આવ્યો હતો. જો કે, વિજિલન્સ ટીમ દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં પોલીસ કર્મી જગદીશ ચૌધરીને લાંચની રમક સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી સામે સેક્ટર-47 સ્થિત સ્ટેટ વિજિલન્સ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
(ઇનપુટ- આઇએએનએસ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news