New year 2020 સેલિબ્રેશન માટે આવો છે અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન

નવા વર્ષની ઉજવણી (New year 2020) ને લઈને અમદાવાદ પોલીસે પોતાનો એકશન પ્લાન ઘડી નાખ્યો છે. સાથે જ શહેરીજનોને કોઈ અગવડતા ના પડે તે માટે શહેર પોલીસે (Ahmedabad Police) એવા જ પાર્ટી પ્લોટને પાર્ટી આયોજન કરવા માટે મંજૂરી આપી છે, જેમણે ટ્રાફિક, ફાયર અને મહિલા સુરક્ષા અંગે ધ્યાન રાખ્યું હોય. જ્યારે કે, 20થી વધુ ડીજે સાઉન્ડ સિસ્ટમ માટે પરમિશન આપવામાં આવી છે. તો મહિલા પોલીસ સહિત, ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી અને 500 જેટલા ટ્રાફિક જવાનોને 31 ડિસેમ્બર દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા રોડ પર તૈનાત રાખવામાં આવશે.
New year 2020 સેલિબ્રેશન માટે આવો છે અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન

મૌલિક ધામેચા/અમદાવાદ :નવા વર્ષની ઉજવણી (New year 2020) ને લઈને અમદાવાદ પોલીસે પોતાનો એકશન પ્લાન ઘડી નાખ્યો છે. સાથે જ શહેરીજનોને કોઈ અગવડતા ના પડે તે માટે શહેર પોલીસે (Ahmedabad Police) એવા જ પાર્ટી પ્લોટને પાર્ટી આયોજન કરવા માટે મંજૂરી આપી છે, જેમણે ટ્રાફિક, ફાયર અને મહિલા સુરક્ષા અંગે ધ્યાન રાખ્યું હોય. જ્યારે કે, 20થી વધુ ડીજે સાઉન્ડ સિસ્ટમ માટે પરમિશન આપવામાં આવી છે. તો મહિલા પોલીસ સહિત, ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી અને 500 જેટલા ટ્રાફિક જવાનોને 31 ડિસેમ્બર દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા રોડ પર તૈનાત રાખવામાં આવશે.

નવા વર્ષની ઉજવણી માટે હર્ષોઉલ્લાસ અને શાંતિપૂર્ણ રીતે મનાવી શકે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સલામતી અને બંદોબસ્તની વિશેષ વ્યવસ્થા કરવામા આવી છે. શહેર પોલીસ દ્વારા બંદોબસ્તનું આયોજન કેવુ હશે તે જોઈએ.  

  • શહેર પોલીસ અને મહિલા પોલીસની ટીમ સહિત ક્રાઇમ બ્રાન્ચ , SOG ક્રાઇમ પેટ્રોલિંગ સાથે ખાનગી વોચ રાખશે
  • પાર્ટી પ્લોટ , હોટેલ, ફાર્મ હાઉસ સહિત નવા વર્ષની ઉજવણી થનારા સ્થળો પર હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર રાખવા પડશે
  • બૂટલેગરોની પ્રવૃત્તિ પર ખાનગી વોચ રાખવા પણ  ક્રાઇમ બ્રાન્ચની બાજ નજર 
  • મહિલાઓની ડીકોય ટીમ સાદા ડ્રેસમાં ક્લબ અને પાર્ટી પ્લોટ પર નજર રાખશે
  • બ્રેથ એનેલાઈઝર સાથે પોલીસ શહેરભરમાં ચેકીંગ કરશે
  • હોટેલ અને ગેસ્ટ હાઉસમાં પિનાક સોફ્ટવેરની મદદથી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે 
  • CCTV કેમેરાથી બનતી ઘટનાઓ રોકવા ચાંપતી નજર રખાશે
  • અડચણરૂપ વાહન પાર્કિંગને રોકવા ટ્રાફિક પોલીસની પણ લેવાશે મદદ 

 રિટાયર્ડ પોલીસ કમિશનર સતીશ શર્મા લૂંટાયા, ખાતામાંથી ઉપડી ગયા રૂપિયા 

શહેર પોલીસે આ વર્ષે મોટી જનમેદની એકઠી થનારા વિસ્તારમાં પણ અલગ અલગ ટીમો એલર્ટ રહેશે. ખાસ કરીને એસજી હાઈવે, કાંકરિયા ખાતે અને સીજી રોડ ખાતે પણ ગોઠવી BDDSની ટીમ દ્વારા પણ ચેકીંગ કરાશે. તો બીજી તરફ રોડ પર સ્ટંટ કરતા કે ઓવર સ્પીડમાં વાહન હંકારતા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત આયોજકોને પણ સુરક્ષાને લઈને સૂચના આપવામાં આવી છે. જેમા ફાયર સેફ્ટી અને સુરક્ષાને લઈને વિશેષ વ્યવસ્થાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ વધુ એકઠા થતાં રોડ રસ્તા પર વાહનોની અવરજવર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તેવું ટ્રાફિક (વેસ્ટ)ના ડીસીપી અજીત રાજ્યાણે જણાવ્યું. 

નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂખાનું ફોડવાનું પોલીસના ધ્યાને આવ્યું છે. જેને લઈ લોકોમાં નાસભાગ આગ લાગવાના અને દાઝવાના બનાવવાની પણ શક્યતા રહેલી હોય છે. આવા બનાવો રોકવા માટે સંવેદનશીલ પોઈન્ટો ઉપર બંદોબસ્ત ગોઠવી સઘન પેટ્રોલિંગ પણ હોક સ્ક્વોડ દ્વારા કરાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news