યુવરાજસિંહના સાળાએ વટાણા વેરી દીધા, તેણે બતાવેલી જગ્યા પરથી મળ્યા લાખો રૂપિયા

Bhavnagar Dummy Kand : તોડકાંડમાં પોલીસને મળી સૌથી મોટી સફળતા... યુવરાજસિંહ જાડેજાના સાળા પાસેથી 38 લાખ લાખ કર્યા રિકવર... કાનભા ગોહિલની બે દિવસ પહેલાં થઈ હતી ધરપકડ...

યુવરાજસિંહના સાળાએ વટાણા વેરી દીધા, તેણે બતાવેલી જગ્યા પરથી મળ્યા લાખો રૂપિયા

Yuvrajsinh Jadeja : ભાવનગર તોડકાંડ અને ડમીકાંડમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે યુવરાજના સાળા પાસેથી રકમ વસૂલ કરી છે. કાનભા ગોહિલ પાસેથી 38 લાખ રૂપિયા રિકવર કરાયા છે. કાનભા ગોહિલની બે દિવસ પહેલાં સુરતથી ધરપકડ કરી હતી. આરોપી કાનભા ગોહિલ પાસેથી પોલીસે 38 લાખ રૂપિયા રિકવર કર્યાં છે. 

ચકચારી તોડકાંડ મામલે યુવરજીસિંહ જાડેજા પૂછપરછ ચાલી રહી છે. જેમાં કુલ 6 આરોપી પૈકી કાનભા ઉર્ફે પપુ ગોહિલની સુરતથી ધરપકડ કરાઈ હતી. કાનભાની પૂછપરછ દરમિયાન 38 લાખ જેવી માતબર રકમ પોલીસે રિકવર કરી છે. તોડકાંડ કેસમાં રૂપિયા 1 કરોડ રકમ નામ છુપાવવા મામલે યુવરાજસિંહ જાડેજાએ આ રૂપિયા લીધા હોવાનો આક્ષેપ કરાયો છે. પ્રકાશ ઉર્ફે પીકે તથા પ્રદીપ બારૈયાનું નામ છુપાવવા માટે 1 કરોડની ખડણી માંગી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં શિવભદ્ર સિંહ ઉર્ફે શિવભાની વિક્ટોરિયા પ્રાઈમ નામની બિલ્ડીંગ ખાતે આ બેઠક થઈ હતી. જેમાં કમિશન એજન્ટ તરીકે રહેલા ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદી મારફત 1 કરોડ રૂપિયા મેળવ્યા હતા. જે રૂપિયા પૈકીની અમુક રકમ શિવભાએ તેના ગોળીબાર પાસે રહેતા જીત માંડવીયાના ઘરે બેગમા તાળું મારી તે રૂપિયા મુક્યા હોવાની કાનભાએ પોલીસને જાણકારી આપી હતી. જે મુદ્દે પોલીસે કાનભા ગોહીલને સાથે રાખી આ રકમ રિકવર કરી હતી, જેમાં કમિશન પેટે અપાયેલ રકમ મેળવવા પોલીસ પૂછપરછ ચલાવી રહી છે.

સુરત આપ પાર્ટી યુવરાજના સમર્થનમાં
સુરત આમ આદમી પાર્ટી યુવરાજ સિંહના સમર્થનમાં આવી છે. આજે મોટી સંખ્યામાં આપના નેતાઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચી યુવરાજ સિંહને મુક્ત કરવા માટે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. યુવા અધિકાર ન્યાય ચળવળના નેજાં હેઠળ વિધાર્થીઓ પણ યુવરાજ સિંહના સમર્થનમાં આવ્યા હતા. આપ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા કે, યુવરાજ સિંહને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. યુવરાજ સિંહ જાડેજાને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને પર આવેદન પત્ર પાઠવ્યું હતું. 

સુરતથી થઈ હતી કાનભાની અટકાયત
સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી કાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહ જાડેજા હવે પોતે આરોપી બન્યો છે. ત્યારે ભાવનગર SOGએ 10 કલાક લાંબી પૂછપરછ બાદ યુવરાજસિંહની ધરપકડ કરી હતી. જેમાં યુવરાજસિંહના સાળાએ રૂપિયા લીધા હોવાની યુવરાજે કબૂલાત કરી હોવાનો સૂત્રોનો દાવો છે. જોકે, આ મામલે હવે મોટા સમાચાર એ છે કે, યુવરાજસિંહના સાળાની સુરતથી અટકાયત કરાઈ છે. યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલની અટકાયત કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news