મહેસાણામાં થાઈ સ્પા-મસાજ પાર્લરમાં ગેરકાયદે દેહવ્યાપારનો ગોરખધંધો પકડાયો
જિલ્લા ડીવાએસપીની ટીમ દ્વારા નકલી ગ્રાહક મોકલીને ગોરખધંધાનો પર્દાફાશ કરાયો, થાઈલેન્ડની યુવતી પાસે કરાવાતું હતું અનૈતિક કામ, થાઈલેન્ડની ત્રણ યુવતીઓને રેસ્ક્યુ કરીને વધુ તપાસ હાથ ધરાઈ
Trending Photos
મહેસાણાઃ રાજ્યના અનેક શહેરોમાં સ્પાની આડમાં ગોરખધંધો ચલાવવામાં આવતો હોય છે. મહેસાણામાં હાઇવે પર આવેલ બ્લ્યૂ ઓસિયન સ્પા એન્ડ બ્યૂટીકેરમાં છેલ્લા ઘણા સમયથી અનૈતિક પ્રવૃતિઓ ચાલતી હતી. મહેસાણા જિલ્લાના ડીવાયએસપીને આ અંગે બાતમી મળતાં તેમણે ડમી ગ્રાહક મોકલીને સમગ્ર ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. સ્પા સેન્ટર પર દરોડો પાડીને થાઈલેન્ડની ત્રણ યુવતી સહિત કુલ 5 વ્યક્તિને અટકમાં લઈને વધુ તપાસ હાથ ધરાઈ છે.
મહેસાણા જિલ્લા ડીવાયએસપીને બાતમી મળી હતી કે, હાઈવે પર આવેલા બ્લ્યુ ઓસિયન સ્પા અને બ્યૂટી સેન્ટરમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચલાવામાં આવી રહી છે. આથી, તેમણે ડમી ગ્રાહક મોકલીને પણ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન થાઇલેન્ડની 3 યુવતીઓ સહિત પાંચ લોકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે મસાજ પાર્લરને સીલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે 3 યુવતી સહિત 5 વ્યક્તિની અટકાયત કરી તમામ બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા હાલ ઇમોરલ ટ્રાફિક એકટ 3,4,5,6,7 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને થાઈલેન્ડની યુવતીઓનો પાસપોર્ટ લઈને તેમની વર્ક પરમીટ અંગે તપાસ હાથ ધરાઈ છે. જો તે વર્ક પરમીટ પૂરું થયા પછી પણ કામ કરતી હશે તો તેમની સામે ફોરેન એકટ મુજબ ગુનો નોંધાશે. આ સાથે જ પોલીસે સ્પાનો માલિક કોણ હતો અને તે કેટલા સમયથી આ ગોરખધંધો ચલાવી રહ્યો હતો તથા બીજી કેટલી યુવતીઓને તેણે આ ધંધામાં ફસાવી છે તેની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે ડીવાયએસપી મંજિતા વણઝારાએ જણાવ્યું કે, એસિયન બ્લુ થાઈસ્પામાં અમે ડમી ગ્રાહક મોકલીને તપાસ કરતાં જાણવા મળ્યું કે અહીં સ્પા નહીં પરંતુ અનૈતિક દેહવ્યાપારની કામગીરી ચાલતી હતી. થાઈલેન્ડની યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવાતો હતો. હાલ યુવતીઓને રેસ્ક્યુ કરીને તેમના પાસપોર્ટની તપાસ કર્યા બાદ જો તેમની પાસે વર્કપરમીટ નહીં હોય તેમની સામે ફોરેને એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે. આ થાઈસ્પાનો મુખ્ય સંચાલક કોણ છે તેને પણ શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે