ના હોય! અમદાવાદમાં મેમો બાબતે ટ્રાફીક જવાને જ યુવાનની હત્યા કરી નાખી

5000 રૂપિયાનાં RTOનો મેમો બાબતે થયેલી બોલાચાલી મારામારી અને ત્યાર બાદ હત્યામાં પરિણમી હતી

ના હોય! અમદાવાદમાં મેમો બાબતે ટ્રાફીક જવાને જ યુવાનની હત્યા કરી નાખી

જાવેદ સૈયદ/ અમદાવાદ : શહેરીજનો ટ્રાફિકના નિયમનું ચુસ્તપણે પાલન કરે તે માટે ટ્રાફિક ના દંડ આકરા બનાવમાં આવ્યા છે. દંડને લઇને શહેરીજનોને ટ્રાફિક પોલીસ સાથે રકઝક કરતા અને મારા મારી કરતા અનેક  લોકોને જોયા હશે. પણ અમદાવાદમાં ગોમતીપુર વિસ્તા ટ્રાફિક દંડ ભરવાની વાત ને લઇને એક પોલીસ જવાને જ મિત્રની હત્યા કરી દીધી. મયુર પટણી નામના આરોપીએ રખિયાલ મ્યુનિ સ્ટાફ ક્વાટર ખાતે રહેતા પોતાના મિત્ર ગીરિશ પરમાર પાસેથી બાઈક માગ્યું હતું. જોકે પોતાના પાસે બાઈકના હોવાથી ગિરીશે પોતાના અન્ય  મિત્ર અમૃત પરમાર  પાસેથી ચલાવવા માટે લીધેલી બાઈક મયુર પટણીને આપી હતી. 

ટ્રાફિક પોલીસમાં નોકરી કરતા મયુર પટણીનું બાઈક ટ્રાફિક પોલીસે પકડી લેતા અને 5 હજારનો દંડ આપયો હતો. જે નહી ભરતા બાઈક ડિટેન કરી આરટીઓમાં લઇ જવાયું હતું. વારંવાર ગિરીશ અને અમૃત ના  કહેવા છતાં મયુર પટણી બાઈક RTOમાંથી છોડાવતો નહોતો. ના છૂટકે કંટાળીને RTOમાથી ગીરીશ પરમારના મિત્ર અને મૂળ બાઈકના માલિક અમૃત પરમારે મયુર પટણીએ અડધા પૈસા આપવાની શરતે RTOમાંથી 5 હજાર જેટલો દંડ ભરીને છોડાવ્યું. જોકે ત્યાર બાદ મહિના વીતવા છતાં મયુર પટણીએ પૈસા આપ્યા નહોતા. જેને લઇને ત્રણેય લોકો વચ્ચે અવરનાવાર પૈસા મુદ્દે બોલાચાલી થતી હતી. 

રખિયાલમાં આવેલ મ્યુનિ સ્ટાફ ખાતે રહ્યા. ગીરીશે પોતાના મિત્રને બાઈકની જરૂર હોવાથી બાઈક આપી પણ મિત્ર માટે કરેલી મદદ જ તેના મોતનું કારણ બન્યું. ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતો અને રખિયાલમા જ રહેતા પોતાના મિત્ર ગિરીશપાસેથી બાઈક લઇ ગયો હતો. જો કે ટ્રાફિક પોલીસે પકડી લેતા RTOમાથી  બાઈક અમૃત પરમારે 5 હજાર  રૂપિયા આપી છોડાવ્યું હતું. જોકે મયુરપટણી પાસે પૈસા માંગવા છતાં ગીરીશ તેમજ અમૃત પરમારે પૈસા આપતો નહોતો. આજ પૈસા બાબતે તેમની વચ્ચે અવાર નવાર બોલાચાલી થતી હતી.

ગઈ કાલે મ્યુનિ સ્ટાફ ક્વાટર ગોમતીપુર ખાતે ગીરીશ પરમાર જ્યારે ગેટ આગળ બેઠો હતો, ત્યારે મયુર પટણી અને અમૃત પરમાર વચ્ચે બાઈકને છોડાવવા માટે આપેલ 5 હાજર રૂપિયા બાબતે ઝગડો થયો હતો. આ બંનેને છોડાવવા માટે ગેટ આગળ ગીરીશ પરમાર વચ્ચે પડતા મયુર પટણીએ ગીરીશ પરમારને મોઢા પર અને માથાપર માર મારતાં ગીરીશ પરમારનું મૃત્યુ થયું હતું. હાલ ગોમતીપુર પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. ગોમતીપુર વિસ્તારમાં એક મિત્રને બીજા મિત્રની મદદ કરવી ભારે પડી. ટ્રાફિક દંડ ભરવાની બાબતે એક ટ્રાંફિક પોલીસના જવાને પોતાના જ મિત્રની હત્યા કરતા મિત્રતાના સંબધો પર પ્રશ્નો ઉભા થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news