ખાખીનો દુરોપયોગ: એકાઉન્ટ ફ્રીઝ, બ્લેકમેઈલિંગ અને ક્રિકેટ સટ્ટાકાંડ, સસ્પેન્ડેડ PIની આવી છે કરમ કુંડળી

Junagadh News: પોલીસ માટે તમારા મનમાં જે આશંકાઓ છે એવા જ આ પોલીસકર્મીની સ્ટોરી છે. આરોપી PI તરલ ભટ્ટ માત્ર બ્લેકમેલિંગ કેસમાં જ સંડોવાયેલો ન હતો પરંતુ માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં તેની ભૂમિકા પણ શંકાસ્પદ હતી. આ મામલો કેવી રીતે પ્રકાશમાં આવ્યો? અને યુનિફોર્મમાં આ માણસ પોતે ગુનેગાર કેવી રીતે બન્યો? તેની સ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. પોલીસ ખાતાની નોકરીમાં પૈસા ક્યાંથી કમાવવા એ જ ટાર્ગેટ બની ગયો છે.

ખાખીનો દુરોપયોગ: એકાઉન્ટ ફ્રીઝ, બ્લેકમેઈલિંગ અને ક્રિકેટ સટ્ટાકાંડ, સસ્પેન્ડેડ PIની આવી છે કરમ કુંડળી

PI TARAL BHATT: ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં નકલી અધિકારીઓ અવૈઘ વસૂલી કરતા હોવાની અનેક વાતો પ્રકાશમાં આવી છે. પરંતુ આ વખતે એક સાચા પોલીસ ઈન્સ્પેક્ટરનું વસૂલી અને બ્લેકમેઈલીંગનું કૌભાંડ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ મામલો એટલો મોટો નીકળ્યો કે તેની તપાસ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને સોંપવી પડી. અને આખરે સાત દિવસ બાદ ATSએ ફરાર પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટની ધરપકડ કરી હતી. ચાલો હવે તમને આ આખો મામલો જણાવીએ.

પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટ જૂનાગઢના માણાવદર સર્કલમાં ફરજ બજાવતા હતા. જૂનાગઢ ખંડણી કેસમાં તેના જ વિભાગના લોકો એટલે કે પોલીસ ટીમ તેને શોધી રહી હતી.  એટીએસની ટીમે અમદાવાદમાં તરલ ભટ્ટના ઘર શિવમ રેસિડેન્સીમાં દરોડો પાડ્યો હતો. તેના પરિવારજનોની પૂછપરછ કરી હતી. તરલ ભટ્ટની મિલકત અને બેંક ખાતાની તમામ માહિતી મેળવી હતી. 

મળતી માહિતી મુજબ જૂનાગઢ એસઓજી દ્વારા કેરળના એક વેપારીનું બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યું હતું. આ અંગે વેપારીએ પોલીસનો સંપર્ક કરતાં તેને જૂનાગઢ આવવા જણાવાયું હતું. વેપારી જૂનાગઢ પહોંચ્યો હતો અને ત્યારબાદ તેને EDમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે વેપારી પાસેથી માત્ર 2 લાખ નહીં પરંતુ 25 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.

જેનાથી પરેશાન થઈને પીડિત વેપારીએ જૂનાગઢ રેન્જના આઈજીનો સંપર્ક કરી સમગ્ર મામલો જણાવ્યો હતો અને મદદ માંગી હતી. જ્યારે IGએ તપાસ કરી તો જાણવા મળ્યું કે SOGએ ખોટી રીતે એક-બે નહીં પરંતુ 335 બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. જેમાં પીઆઈ તરલ ભટ્ટ, પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાની મુખ્ય ભૂમિકામાં હતા. આ પછી આ ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અને 26મી જાન્યુઆરીએ એફઆઈઆર નોંધીને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જે બાદ સર્કલ પીઆઈ તરલ ભટ્ટ સહિત ત્રણેય પોલીસકર્મીઓ ફરાર થઈ ગયા હતા.

સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટે જૂનાગઢ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. સેશન્સ કોર્ટે આ અંગેની સુનાવણી 6 ફેબ્રુઆરીના રોજ નિયત કરી છે. જોકે હવે એટીએસ દ્વારા તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે ત્યારે જૂનાગઢની ઘટના અને માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં તરલ ભટ્ટની ભૂમિકા અંગે પણ એટીએસે તપાસ શરૂ કરી છે. તરલ ભટ્ટ પર સટ્ટાબાજી માટે ફ્રીઝ કરાયેલા બેંક ખાતાઓને અનફ્રીઝ કરવા માટે પૈસાની માંગવાનો આરોપ છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે થોડા સમય પહેલા અમદાવાદના માધુપુરામાં 2500 કરોડ રૂપિયાના ક્રિકેટ સટ્ટાકાંડનો પર્દાફાશ થયો હતો. જેની તપાસ તરલ ભટ્ટ પાસે હતી. તપાસ દરમિયાન તેણે પોલીસને ઘણા ખાતાઓની માહિતી આપી ન હતી. આ સટ્ટાબાજીમાં 1000થી વધુ બેંક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ક્રિકેટ સટ્ટાકાંડમાં પીઆઈ તરલ ભટ્ટની શંકાસ્પદ ભૂમિકાને કારણે થોડા સમય પહેલાં તેમની બદલી જૂનાગઢ કરવામાં આવી હતી.

હવે તરલ ભટ્ટ એટીએસના લોકઅપમાં છે. ત્યારે દાવો કરવામાં આવી રહ્યો છે કે ફરાર થયા બાદ તેનું પ્રથમ લોકેશન શ્રીનાથજી અને પછી ઈન્દોરમાં મળ્યું હતું. ATSએ તરલ ભટ્ટની ધરપકડ કરતાંની સાથે જ રાજ્યના DGP વિકાસ સહાય પોતે ATS પહોંચી ગયા અને તરલ ભટ્ટની પૂછપરછ કરી હતી. હવે તરલ ભટ્ટને આવતીકાલે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આરોપી PI વર્ષ 2008માં ગુજરાત પોલીસમાં ભરતી થયો હતો.
તરલ ભટ્ટ 2008માં ગુજરાત પોલીસમાં PSI તરીકે જોડાયા હતા અને સાયબર ગુનાઓ ઉકેલવામાં કુશળતા મેળવી હતી. પરંતુ પ્રમોશનની સાથે ભટ્ટમાં બદલાવ પણ ઝડપથી જોવા મળ્યો હતો. તરલ ભટ્ટ પર અનેક વખત અલગ-અલગ કેસમાં તપાસ દરમિયાન પૈસાની માંગણી કરવાનો આરોપ લાગ્યો હતો. કેટલીક વાતો કોર્ટ સુધી પણ પહોંચી અને તેમને ઠપકો અને બદલીનો પણ સામનો કરવો પડ્યો હતો. હવે આ કેસમાં તો તરલભટ્ટ ફસાઈ ગયા છે. આ કેસમાં એવું તો શું છે કે વિકાસ સહાય પોતે એટીએસની ઓફિસ પહોંચ્યા હતા. આ કેસમાં કરોડોના ક્રિકેટ સટ્ટાકાંડ અને બ્લેકમેઈલિંગની વિગતો બહાર આવી છે. ગુજરાતમાં આ નવાઈની બાબત નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news