સરકારી મકાન સસ્તી કિંમતે અપાવવાની લાલચ આપનાર ફ્રોડને પોલીસે યુપીથી ઝડપી લીધો
સરકાર દ્વારા ગરીબોને રહેવા માટે બનાવેલ આવાસ યોજનાના મકાનોનો બારોબાર સોદા કરી કરોડો રૂપિયાનું રેકેટ ચલાવનાર મુખ્ય આરોપીની યુપીથી પોલીસે ધરપકડ કરી છે. રખિયાલ પોલીસે ચિટિંગ કેસમાં મુખ્ય આરોપી સહિત 3 આરોપી ધરપકડ કરી છે. જોકે અગાઉ પણ 3 આરોપી ધરપકડ થઈ ચૂકી છે.
Trending Photos
મૌલિક ધામેચા /અમદાવાદ : સરકાર દ્વારા ગરીબોને રહેવા માટે બનાવેલ આવાસ યોજનાના મકાનોનો બારોબાર સોદા કરી કરોડો રૂપિયાનું રેકેટ ચલાવનાર મુખ્ય આરોપીની યુપીથી પોલીસે ધરપકડ કરી છે. રખિયાલ પોલીસે ચિટિંગ કેસમાં મુખ્ય આરોપી સહિત 3 આરોપી ધરપકડ કરી છે. જોકે અગાઉ પણ 3 આરોપી ધરપકડ થઈ ચૂકી છે.
પોલીસ ગિરફતમાં ઉભેલા આરોપીનું નામ મોહમ્મદ ફૈઝ મોહમ્મદ નીયાઝ શેખ અને જફરખાન ઉર્ફે જફર બાટલી જબ્બાર ખાન પઠાણ છે. ગરીબોના પૈસા લઈ મકાન આપવાના સપના બતાવી કરોડો રૂપિયા ચિટિંગ આચરી છે. સમગ્ર રેકેટની વિગતવાર વાત કરીએ તો આરોપી મોહમ્મદ શેખ નકલી પોલીસ અધિકારી બનીને રખિયાલના આવાસના મકાનોને સસ્તા ભાવે આપવાનું કહી ગરીબો પાસેથી કરોડો રૂપિયા સેરવી લીધા હતા.
મુખ્ય આરોપી મોહમ્મદ શેખ આવાસમાં રહેતા લોકોને મકાન ખાલી કરાવવા માટે રખિયાલમાં રહેતા લુખ્ખા તત્વો અને આગેવાનોને સાથે રાખતો હતો. લુખ્ખા તત્વો અને આગેવાનોને મકાન ખાલી કરવવા બદલ કમિશન આપતો હતો. આવી જ રીતે આરોપી જફરખાન પઠાણને કમિશન નક્કી કર્યું હતું. જેણે 7 થી વધુ મકાન ખાલી કરાયા હતા.
મુખ્ય આરોપી મોહમંદ શેખની પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપી કોર્પોરેશનમાંથી ખાલી મકાનોનું લીસ્ટ મેળવી લેતો હતો. જેમાં રખિયાલ આવાસના 270થી વધુ મકાનમાં 36 મકાનો ખાલી હતા. જે ખાલી મકાનમાં રહેતા લોકોને ખોટી નોટિસો ફટકારી અને લુખ્ખા તત્વોને સાથે રાખીને મકાન ખાલી કરાવતો હતો.
અગાઉ પકડાયેલ આરોપી મહોમ્મદ શહીદ અને દુર્ગા ગોસ્વામી,નાઝીયા અંસારી નકલી કોર્પોરેશન ના અધિકારી બનીને ગરીબો ડરાવતા હતા. જે બાદ પકડાયેલ જફરખાન પઠાણ પોતના માણસો મોકલી મકાન ખાલી કરાવતો હતો. જે 10 લાખના મકાનો સસ્તા ભાવમાં આપી ગરીબો સાથે દોઢ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરીને ફરાર થઈ ગયા હતા. મકાનો ખાલી કરવાનું કામ કરનાર આરોપી જફરખાન પઠાણ વિરુદ્ધમાં અનેક ગુનાઓ નોંધાઇ ચુક્યા છે.
આ કેસમાં ગરીબોના પૈસા ચાઉ કરનારાની એક પછી એક તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. હાલ તો પોલીસે આ સમગ્ર કેસમાં બે મહિલા સહીત 6 આરોપીઓની ધરપકડ કરી મુખ્ય આરોપીના રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી છે.પકડાયેલ મુખ્ય આરોપી આજ રીતે અનેક સાથે ચિટીંગ કરી હોવાથી કારજ અને વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. જોકે આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ સાથે જ કોર્પોરેશનના કર્મચારી કે અધિકારી ની સંડોવણી છે કે કેમ તે દિશા માં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે