500 CCTV ની તપાસ, 150 રિક્ષાચાલકની પૂછપરછ બાદ બાળકીનું માતા પિતા સાથે મિલન, પોલીસ કમિશ્નરે બાળકીનું રાખ્યું "દુર્ગા" નામ
સીસીટીવી કેમેરા (CCTV Camera) માં આ મહિલા સોલા બ્રિજ થી એક્ટીવા પર બેસેલી દેખાઈ અને થલતેજ ચાર રસ્તા થી એક્ટીવા પર થી ઉતરી ને તે એક રીક્ષામાં બેઠી હોવાનું જાણવા મળ્યું હતું.
Trending Photos
મૌલિક ધામેચા / અમદાવાદ: 500 સીસીટીવી (CCTV) ની તપાસ, 150 રીક્ષા ચાલકની પૂછપરછ અને અંતે માસૂમ બાળકીનું માતા પિતા સાથે મિલન વાત છે સોલા સીવીલ (Sola Civil) માંથી અપહરણ થયેલ બે દિવસની બાળકીની આખરે આરોપી સુધી પહોંચવામાં પોલીસને સાત દિવસે સફળતા મળી છે.
2 જી સપ્ટેમ્બર રાત્રિ ના અઢી વાગ્યે સોલા સિવિલમાંથી બે દિવસ ની બાળકી ગુમ થઈ હોવાની જાણ સોલા પોલીસ ને થઈ હતી. ઘટના ની ગંભીરતા ને લઈ પોલીસ (Police) એ 70 કર્મચારીઓની ટીમ બનાવી સીસીટીવી ફૂટેજ તપાસવાની શરૂઆત કરી. જો કે જે વોર્ડમાં આ બાળકી ના માતા દાખલ હતા તે વોર્ડની બહારના સીસીટીવી બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસ માટે તપાસ પડકારરૂપ બની ગઈ હતી.
જોકે પોલીસને હોસ્પિટલની બહારની બાજુ લગાવેલ એક સીસીટીવી (CCTV) ફૂટેજ મળી આવ્યા હતા. જેમાં એક મહિલા શંકાસ્પદ વસ્તુ લઈને જઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને વધુ સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી. અને લગભગ ૫૦૦ જેટલા સીસીટીવી ફૂટેજ ની ચકાસણી તેમજ ૧૫૦ જેટલા રિક્ષાચાલકોની પૂછપરછ કર્યા બાદ અંતે પોલીસ (Police) આરોપી સુધી પહોંચી હતી.
સીસીટીવી કેમેરા (CCTV Camera) માં આ મહિલા સોલા બ્રિજ થી એક્ટીવા પર બેસેલી દેખાઈ અને થલતેજ ચાર રસ્તા થી એક્ટીવા પર થી ઉતરી ને તે એક રીક્ષામાં બેઠી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે આગળના સીસીટીવી ફૂટેજ તપાસ કરતા આ રીક્ષા સાણંદ (Sanand) સર્કલ સુધી ગઈ હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. આ દરમિયાન સરખેજના વન માર્ટ મોલ ખાતે આ મહિલાઓ ઊભી હોવાનું એક સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. જેથી પોલીસ આસપાસના વિસ્તારોમાં તેમના બાતમીદારો નેટવર્ક કાર્યરત કરીને અંતે મહિલા સુધી પહોંચી હતી.
સરખેજ (Sarkhej) ખાતેના મહિલાના ઘરે થી પોલીસને બાળકી પણ સહી સલામત મળી આવી હતી. મહિલાની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે મહેસાણાના નંદાસણ પાસેના એક ગામની રહેવાસી છે અને હાલમાં તે સરખેજ ખાતે રહે છે. પોલીસ તપાસમાં મહિલાનું નામ નગ્મા બાનુ ઘોરી હોવાનુ બહાર આવ્યું છે. આ મહિલા ના છૂટાછેડા થયા છે. અને નિ સંતાન હોવાથી તેને બાળક ઉછેર કરવાની ઈચ્છા હતી. તેથી તેણે આ બાળકી નું અપહરણ કર્યું હોવાનું રટણ પોલીસ સમક્ષ કર્યું છે.
નવજાત બાળક ના અપહરણ માટે તેણે અગાઉ સોલા સિવિલ ના પ્રસૂતિ વિભાગ ની રેકી પણ કરી હતી. જો કે પોલીસ ને એવી પણ માહિતી મળી છે કે આરોપી મહિલા સાથે તેની માતા અને બહેન રહે છે. જો કે આ ગુના માં તેમની કોઈ ભૂમિકા છે કે કેમ તે અંગે પણ પોલીસ એ તપાસ હાથ ધરી છે. બાળકી ના ઉછેર માટે તે બહાર થી દૂધ લાવીને બાળકી ને આપતી હતી. જો કે બાળકી ના પરિવાર સાથે ના મિલન બાદ પરિવાર માં પણ ખુશી ની માહોલ જોવા મળ્યો હતો.
બાળકી નું માતા પિતા સાથે મિલન કરાવતા તેના પિતા એ બાળકી નું નામ આપવા માટે પોલીસ કમિશ્નર ને વિનંતી કરી હતી. જેથી પોલીસ કમિશ્નર એ તેનું નામ દુર્ગા રાખવા માટે જાણ કરી હતી. તો બીજી તરફ પોલીસ ની સરાહનીય કામગીરી બદલ કમિશ્નર એ તપાસ માં જોડાયેલ પોલીસ કર્મચારી ઓને પ્રસંશા પત્ર આપી ને સન્માન પણ કર્યું છે. હાલ માં પોલીસે આ સમગ્ર મામલે મહિલા આરોપી ની પૂછપરછ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે