રક્ષક જ બન્યો ભક્ષક: લગ્નની લાલચ આપી કોન્સ્ટેબલે દોઢ વર્ષ સુધી યુવતી પર ગુજાર્યું દુષ્કર્મ

જેના માથે લોક સુરક્ષાની જવાબદારી છે એવા જ પોલીસ કર્મચારી વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. લગ્નની લાલચ આપી પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા દોઢ વર્ષથી યુવતી સાથે દુષ્કર્મ કરતો રહ્યો, પરંતુ જ્યારે વાત લગ્ન કરવા પર અટકી ત્યારે બળાત્કારી પોલીસકર્મીનો અસલી ચહેરો સામે આવ્યો અને યુવતીને મારી નાખવાની મારી નાખવાની ધમકી આપી. જે અંગે ગુનો નોંધાતા એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રક્ષક જ બન્યો ભક્ષક: લગ્નની લાલચ આપી કોન્સ્ટેબલે દોઢ વર્ષ સુધી યુવતી પર ગુજાર્યું દુષ્કર્મ

ઉદય રંજન, અમદાવાદ: જેના માથે લોક સુરક્ષાની જવાબદારી છે એવા જ પોલીસ કર્મચારી વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. લગ્નની લાલચ આપી પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા દોઢ વર્ષથી યુવતી સાથે દુષ્કર્મ કરતો રહ્યો, પરંતુ જ્યારે વાત લગ્ન કરવા પર અટકી ત્યારે બળાત્કારી પોલીસકર્મીનો અસલી ચહેરો સામે આવ્યો અને યુવતીને મારી નાખવાની મારી નાખવાની ધમકી આપી. જે અંગે ગુનો નોંધાતા એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના એરપોર્ટ પોલીસ મથકે એક ફરિયાદ નોંધાઈ છે. જે ફરિયાદ પર નજર કરીએ તો 24 વર્ષની યુવતીએ ફરિયાદ નોંધાવી છે. સરદાર નગર પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ મહેશ ગાભાભાઈ વાઘેલાએ યુવતી સાથે દોઢ વર્ષ સંબંધ રાખ્યો અને બાદમાં લગ્ન કરવાનો ઈનકાર કર્યો. કોનસ્ટેબલે યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન ના બહાને અલગ અલગ ગેસ્ટહાઉસ અને ભાડાના મકાનમાં લઈ જઈ મરજી વિરુધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.

જો કે, 16 જુનના રોજ છેલ્લી વખતે બન્ને મળ્યા અને પોલીસ કર્મી મહેશે લગ્નની ના પાડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો અને આખરે આજે ફરિયાદ નોંધાતા. પોલીસે બળાત્કાર, મારી નાખવાની ધમકી આપવા અંગે ફરિયાદ નોંધી પોલીસ કર્મીની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે. બળાત્કારની ફરિયાદ પહેલા જો બન્ને વચ્ચે મુલાકાત પર નજર કરીએ તો તેમાં વધુ એક પોલીસ કર્મીની સંડોવણી સામે આવે છે.

બે વર્ષ પહેલા પીડિતા યુવતી માધુપુરા પોલીસ મથકે એક અરજી કરવા ગઈ હતી અને ત્યાં તેનો પંકજ નામના એક પોલીસ કર્મી સાથે પરિચય થયો હતો. તે પંકજ થકી મહેશ વાઘેલા યુવતીના પરિચયમાં આવ્યો અને 3 વચ્ચે ત્રિકોણીય પ્રેમ શરૂ થયો. પરંતુ પંકજ પહેલાથી પરણીત હતો માટે તે યુવતીને સ્વિકારસે નહી. જોકે મહેશની પત્નિ મૃ્ત્યુ પામી હતી અને તેની બે દિકરી હતી માટે, તે યુવતી સાથે લગ્ન કરી સંસાર વસાવવા માંગતો હતો. પરંતુ મહેશના પરિવારે લગ્નની મંજુરી ન આપતા બન્ને વચ્ચે લગ્ન ન થયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

બળાત્કારની ફરિયાદ નોંધાવનાર યુવતી ન માત્ર એક પરંતુ બે-બે પોલીસ કર્મીના હાથે ભોગ બની છે. જો કે, મહેશે તેને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો, ઉપરાંત જ્યારે લગ્ન માટે વાત કરી તો યુવતીને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી 15 દિવસ પહેલા અરજી અને બાદમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે આરોપી મહેશની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news