મિ. નટવરલાલનો રેલો ગુજરાતના CMO સુધી પહોંચ્યો, છાંટા PRO પર ઉડશે

PMO Officer Kiran Patel : આ કેસમાં મુખ્યમંત્રી કાર્યાલય - CMOના જનસંપર્ક અધિકારી- PRO હિતેશ પંડયાના પુત્ર અમિત પંડયા અને તેમના મિત્ર જય સીતાપરા ચારેક દિવસથી જમ્મુ કાશ્મીર પોલીસના કબ્જામાં છે. આ બંને મહાઠગ ડો. કિરણ પટેલ સાથે કાશ્મીરની સહેલગાહમાં સામેલ હતા
 

મિ. નટવરલાલનો રેલો ગુજરાતના CMO સુધી પહોંચ્યો, છાંટા PRO પર ઉડશે

PMO Officer Kiran Patel :ગુજરાતના મહાઠગ કિરણ પટેલના કેસમાં રોજ નવા ખુલાસા થતા જાય છે. હવે આ રેલો ગુજરાતના CMO સુધી પહોંચ્યો છે. ગુજરાતના મહાઠગ કિરણ પટેલ પ્રધાનમંત્રી કાર્યાલયમાં સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટરના હોદા પર હોવાનું જણાવીને  જમ્મુ-કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરીટી સાથે ફરતો હતો. જે કેસમાં તેના ૧૪ દિવસના રિમાન્ડ બાદ તે હાલ જ્યુડીશીયસલ કસ્ટડીમાં છે. ઠગબાજ કિરણ પટેલના કૌભાંડો ખૂલતા તે મોટો માસ્ટર માઈન્ડ હોવાનું ખૂલ્યું છે. આ રિયલ નટવરલાલે એક એક નહિ, ઢગલાબંધ કૌભાડોમાં સંડોવાયેલો છે. હવે તેનો કૌભાંડોના પરત ખુલી રહ્યાં છે. હવે આ કિરણ પટેલનું નામ સંસદમાં ગાજ્યું છે. રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે ચર્ચા કરવા માંગ કરી છે. તેઓએ કહ્યું કે, જ્યાં સામાન્ય નાગરિક નથી જઈ શકતો ત્યાં કિરણ પટેલ કેવી રીતે પહોંચ્યો? કિરણ પટેલના ૧૪ દિવસના રિમાન્ડ બાદ પણ શ્રીનગર પોલીસ તપાસને લગતી વિગતો જાહેર કરી શકી નથી. ત્યારે તેના બે મોબાઇલ ફોન અને વિઝીટીંગ કાર્ડને તપાસ માટે જમ્મુ-કાશ્મીર પોલીસ ગાંધીનગર એફએલએલ મોકલશે. જેથી આ કેસની તપાસમાં જરૂરી મદદ અને પુરાવા મળી રહે છે. સાથે પોલીસે તેની અગાઉની મુલાકાત સમયની વિગતો પણ એકઠી કરી છે. આ કેસમાં મુખ્યમંત્રી કાર્યાલય - CMOના જનસંપર્ક અધિકારી- PRO હિતેશ પંડયાના પુત્ર અમિત પંડયા અને તેમના મિત્ર જય સીતાપરા ચારેક દિવસથી જમ્મુ કાશ્મીર પોલીસના કબ્જામાં છે. આ બંને મહાઠગ ડો. કિરણ પટેલ સાથે કાશ્મીરની સહેલગાહમાં સામેલ હતા. જોકે, જય સીતાપરા અંગે પોલીસ તપાસ કરી રહી છે. બની શકે છે કે આ કેસમાં આ બંને તાજના સાક્ષી બની જાય અને પોલીસની મદદ પણ કરી શકે છે.  

આ કેસની તપાસમાં મહત્વની પુરાવા એવા કિરણ પટેલના બે મોબાઇલ ફોન અને વિઝીટીંગ કાર્ડને તપાસ માટે ગાંધીનગર એફએસએલ મોકલશે. આ સાથે તેના મોબાઇલ ફોનના છેલ્લાં મહિનાના કોલ રેકોર્ડ ડીટેઇલ પણ મેળવવામાં આવી  રહી છે. જેથી કોના સંપર્કમાં હતો? તે વિગતો પણ જાણી શકાશે.  આ ઉપરાત, પોલીસ  કેસની તપાસ માટે અમદાવાદ પણ લાવશે. મહાઠગ સાથે જોડાયેલા તમામના છેડા ભાજપ, RSS અને છેવટે CMO સુધી પહોંચી રહ્યા છે. વર્ષો અગાઉ મુખ્યમંત્રી કાર્યલાયમાં પરાગ શાહ નામના IT ઓફિસરના ભાઈ હિતેશ શાહ કે જેઓ બ્રાન્ડ એડ નામની પબ્લિસિટી અને બ્રાન્ડિંગની કંપની ધરાવે છે, તેમના ત્યાં કિરણ પટેલ અને અમિત પંડયા બંને સાથે કામ કરતા હતા ! આ બંને વચ્ચેની મિત્રતા પણ એ કંપનીને કારણે જ વધુ ગાઢ બની. જે છેક કાશ્મીરમાં CCTVના વેપારની તકો સુધી વિસ્તરી છે ! હવે આ કેસમાં અમિત પંડ્યાનું નામ ખૂલ્યું છે. 

મહાઠગ કિરણ પટેલનો મામલો સંસદમાં ઉઠ્યો છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહીલે આ મુદ્દો ઉઠાવ્યો છે. જેમાં નિયમ 267 હેઠળ તાકીદની ચર્ચાની માંગ કરી છે. સાથે જ કયા કારણોસર કિરણ પટેલને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી તેવો સવાલ ઉઠાવ્યો. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં નિયમ 267 હેઠળ એવી માગણી કરી છે કે, ગૃહમાં બીજી ચર્ચાઓ પછી પણ પહેલાં કિરણ પટેલના મુદ્દે ચર્ચા કરો કે, "ક્યા કારણોસર કિરણ પટેલને Z+ સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું અને જ્યાં નાગરિકોને જવાની મંજૂરી ન હોય તેવા વિસ્તારોમાં કેમ જવા દેવામાં આવ્યો હતો?" રાજ્યસભામાં તમામ ચર્ચાઓ સ્થગિત કરીને પહેલાં કિરણ પટેલ પર ચર્ચા કરવા માટે કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલે માગણી કરી છે. આ અંગે તેમણે રાજ્યસભામાં નિયમ 267 હેઠળ ગૃહમાં તમામ ચર્ચા સ્થગિત કરીને તાકીદે કિરણ પટેલ વિશે ચર્ચા કરવા માગણી કરી છે. રાજ્યસભામાં આ પ્રક્રિયાને સસ્પેન્સન ઓફ બિઝનેસ નોટિસ કહે છે.

CMOના PROના પુત્ર અમિત હિતેશ પંડયા પોતે CCTV નેટવર્કિંગની કંપની ચલાવે છે. જે કાશ્મીરમાં ધંધાનો વિકાસ કરવા આ મહાઠગ સાથે ગયા હતા. અમિત પંડયા પોતે ગુજરાત ભાજપ પ્રદેશની ટીમમાં મીડિયા ઈન્ચાર્જ હોવાથી ભાજપના અનેક યુવા નેતા- કાર્યકરો પણ મહાઠગ કિરણ પટેલ સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. આ  મામલે ભાજપના નેતા કે ભાજપ સરકારના નિયંત્રણ હેઠળની ATSથી લઈને સમગ્ર પોલીસે ચૂપકીદી સાધી લીધી છે. કારણ કે, મહાઠગ કિરણ સાથે ન કેવળ ભાજપ પણ RSS સાથે સંકળાયેલા મોટા નેતાઓ પણ જોડાયેલા છે. મહાઠગ ડો.કિરણ પટેલ સાથે જેનું નામ જોડાયું છે તે ભાજપના યુવા નેતા અમિત પંડયા ગાંધીનગર અને રાજકોટમાં સેલ્ફ્ સોલ્યુશન નામે કંપની ધરાવે છે.  CCTV ઈન્સ્ટોલેશન અને ઓપરેશનના દરેક ટેન્ડરોમાં સેલ્ફ્ સોલ્યુશન અને અમિત પંડયા નંબર વન હોવાનું કહેવાય છે ! 

કૌભાંડી કિરણ પટેલે રાજકારણીઓના પરિવારજનોને પણ છેતર્યા છે. નેતા જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાનો આલિશાન બંગલો કિરણ પટેલે પચાવી લીધો હતો. જેને લઈ જગદીશ ચાવડાએ ન્યૂઝ પેપરમાં નોટિસ પણ આપી હતી. અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા નીલકંઠ ગ્રીન્સ બંગલોમાં આવેલો 11 નંબર નો બંગલો જગદીશ ચાવડાનો છે, જે વર્ષોથી અહીં રહે છે. જગદીશ ચાવડાના બંગલોમાં રિનોવેશનનું કામ ચાલતું હતું, ત્યારે પરિવાર કોઈ કારણસર અમદાવાદ થી 5 થી 6 દિવસ માટે બહાર હતું. તે સમય દરમ્યાન કિરણ પટેલે મોકાનો ફાયદો ઉઠાવ્યો અને 18 કરોડના બંગલામાં પોતાના પરિવાર સાથે 500 જેટલા લોકોની હાજરીમાં વસ્તુ પૂજન પણ કર્યું હતું. બંગલાના વીડિયો આજે પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જોવા મળે છે. આ બંગલાના મુખ્ય દરવાજા પર 7 ઘોડાનું એક વોલપીસ પણ મુકાયેલું છે. PMO અધિકારી તરીકેની ઓળખ આપીને કાશ્મીરમાં Z+ સુરક્ષા કવચ સાથે બુલેટપ્રૂફ્ કારમાં ફરનારો અમદાવાદના કિરણ પટેલે જામીન મેળવા માટે શ્રીનગરની કોર્ટમાં કરેલી અરજીમાં શ્રીનગરના ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ રાજા મોહમ્મદ તસ્લીમની કોર્ટમાં સુનાવણી પુરી થઈ છે, જેમાં કોર્ટે 23મી માર્ચના રોજ ચુકાદો જાહેર કરશે. શ્રીનગરમાં PMO અધિકારી તરીકેની ઓળખ આપીને કાશ્મીરમાં Z+ સુરક્ષા કવચ સાથે બુલેટપ્રૂફ્ કારમાં ફરનારો અમદાવાદના કિરણ પટેલનો ભાંડો ફૂટતા પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news