કિરણ સાથે મળી કાશ્મીરમાં ધંધો લેવો ભારે પડ્યો, ભાજપના આ નેતા પોલીસ કબજામાં

PMO Officer Kiran Patel : ગુજરાત ભાજપના મીડિયા ઈન્ચાર્જ અમિત પંડ્યા કાશ્મીર પોલીસના કબજામાં, ભાજપ પર ઉડશે છાંટા

કિરણ સાથે મળી કાશ્મીરમાં ધંધો લેવો ભારે પડ્યો, ભાજપના આ નેતા પોલીસ કબજામાં

PMO Kiran Patel : ગુજરાતના મહાઠગ કિરણ પટેલના કેસમાં રોજ નવા વળાંકો આવી રહ્યાં છે. કાશ્મીર પોલીસ આ કેસમાં છેલ્લા 6 મહિનાના કિરણ પટેલના કોલ રેકોર્ડ તપાસી રહી છે. ગાંધીનગરના મંત્રીઓ અને આઇએએસ અઘિકારીઓ સાથે સીધા સંપર્કમાં હોવાનો વિશ્વાસ અપાવીને વિવિધ વિભાગો નોકરી અપાવવાના અને સરકારી ટેન્ડર પાસ કરાવી આપવાનું કહીને લાખો રૂપિયા બનાવ્યા હોવાનું કહેવાય છે.  બીજી તરફ પોલીસ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કિરણ પટેલ દ્વારા છેતરપિંડીનો ભોગ બનેલા લોકો પુરાવા સાથે પોલીસમાં રજૂઆત કરી શકશે. ત્યારે તેના વધુ કારનામા બહાર આવવાની શક્યતા છે. ગુજરાતના મહાઠગ કિરણ પટેલના કેસમાં રોજ નવા ખુલાસા થતા જાય છે. હવે આ રેલો ગુજરાતના CMO સુધી પહોંચ્યો છે.  ગુજરાતના મહાઠગ કિરણ પટેલ પ્રધાનમંત્રી કાર્યાલયમાં સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટરના હોદા પર હોવાનું જણાવીને  જમ્મુ-કાશ્મીરમાં ઝેડ પ્લસ સિક્યોરીટી સાથે ફરતો હતો. જે કેસમાં તેના ૧૪ દિવસના રિમાન્ડ બાદ તે હાલ જ્યુડીશીયસલ કસ્ટડીમાં છે. ઠગબાજ કિરણ પટેલના કૌભાંડો ખૂલતા તે મોટો માસ્ટર માઈન્ડ હોવાનું ખૂલ્યું છે.  આ કેસમાં મુખ્યમંત્રી કાર્યાલય - CMOના જનસંપર્ક અધિકારી- PRO હિતેશ પંડયાના પુત્ર અમિત પંડયા અને તેમના મિત્ર જય સીતાપરા ચારેક દિવસથી જમ્મુ કાશ્મીર પોલીસના કબ્જામાં છે. આ બંને મહાઠગ ડો. કિરણ પટેલ સાથે કાશ્મીરની સહેલગાહમાં સામેલ હતા. જોકે, જય સીતાપરા અંગે પોલીસ તપાસ કરી રહી છે. બની શકે છે કે આ કેસમાં આ બંને તાજના સાક્ષી બની જાય અને પોલીસની મદદ પણ કરી શકે છે.  

CMOના PROના પુત્ર અમિત હિતેશ પંડયા પોતે CCTV નેટવર્કિંગની કંપની ચલાવે છે. જે કાશ્મીરમાં ધંધાનો વિકાસ કરવા આ મહાઠગ સાથે ગયા હતા. અમિત પંડયા પોતે ગુજરાત ભાજપ પ્રદેશની ટીમમાં મીડિયા ઈન્ચાર્જ હોવાથી ભાજપના અનેક યુવા નેતા- કાર્યકરો પણ મહાઠગ કિરણ પટેલ સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. આ  મામલે ભાજપના નેતા કે ભાજપ સરકારના નિયંત્રણ હેઠળની ATSથી લઈને સમગ્ર પોલીસે ચૂપકીદી સાધી લીધી છે. કારણ કે, મહાઠગ કિરણ સાથે ન કેવળ ભાજપ પણ RSS સાથે સંકળાયેલા મોટા નેતાઓ પણ જોડાયેલા છે. મહાઠગ ડો.કિરણ પટેલ સાથે જેનું નામ જોડાયું છે તે ભાજપના યુવા નેતા અમિત પંડયા ગાંધીનગર અને રાજકોટમાં સેલ્ફ્ સોલ્યુશન નામે કંપની ધરાવે છે.  CCTV ઈન્સ્ટોલેશન અને ઓપરેશનના દરેક ટેન્ડરોમાં સેલ્ફ્ સોલ્યુશન અને અમિત પંડયા નંબર વન હોવાનું કહેવાય છે ! 

અમિત પંડ્યા હાલમાં ગુજરાત ભાજપમાં મીડિયા ઈન્ચાર્જ હોવાથી ભાજપના અનેક યુવા અને નેતાઓના તાર કિરણ પટેલ સાથે સીધા જોડાયેલા હોવાનું કહેવાય છે. અમિતના પિતા CMOમાં હોવાથી કિરણને આ બાબતનો સીધો ફાયદો થયો હોવાનું પણ ચર્ચાય છે. ગુજરાત ભાજપના 2 નેતાઓ કાશ્મીરમાં પકડાયા હોવાની બાબતનો ખુલાસો થઈ ગયો છે. આ કેસમાં જય સીતાપરા મામલે પોલીસ તપાસ કરી રહી છે. બની શકે કે ભાજપના આ બે નેતાઓને સાંગોપાંગ આ કેસમાંથી બહાર લાવવા માટે તાજના સાક્ષી પણ બનાવી શકાય છે. મહાઠગ કિરણ પટેલના રિમાન્ડ વેળાએ આ બંનેને ગુજરાતમાંથી પાછા બોલાવાયા હોવાની પણ ચર્ચા છે. જેઓ હાલમાં કાશ્મીર પોલીસના કબજામાં છે. આ પ્રકરણમાં ત્રિલોકસિંગનું પણ નામ બહાર આવ્યું છે જોકે, એ રાજસ્થાનનો હોવાનું કહેવાય છે. આમ ગુજરાતના મિ. નટવરલાલે કરેલા કાંડના તાર ગણા લોકો સુધી પહોંચે તો નવાઈ નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news