એ નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ... પીએમ મોદીના મીઠા લહેંકાએ સોશિયલ મીડિયામાં લોકોનું દિલ જીતી લીધું
Gujarat Election 2022 Viral Reels :નરેન્દ્ર મોદીનો અવાજ એટલો સુમધુર છે કે લોકોને સાંભળવો ગમે છે, ત્યારે કાંકરેજમા કહેલી એક વાત લોકોને સ્પર્શી ગઈ... બનાસકાંઠાના કાંકરેજમાં પ્રધાનમંત્રી મોદીનો અનોખો અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ
Trending Photos
Gujarat Election 2022 Narendra Modi Video : સતત બીજા દિવસે ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચંડ પ્રચાર કરી રહ્યાં છે. આજે એક જ દિવસમાં તેઓએ 4 શહેરોમાં સભા ગજવી હતી. બીજા તબક્કાના મતદાન માટે પ્રધાનમંત્રી પ્રચંડ પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે હાલ ગુજરાતમાં મોદી મોદીના નારા ગુંજી રહ્યાં છે. ત્યારે આજે સૌથી પહેલા જનસભા તેઓએ બનાસકાંઠાના કાંકરેજમાં સંબોધી હતી. જેમાં તેઓએ સ્ટેજ પરથી કહેલી એક વાતને સોશિયલ મીડિયામાં લોકો પસંદ કરી રહ્યાં છે. તેમનો મીઠો લહેંકો ગુજરાતની ચૂંટણી પ્રચારમાં છવાયો છે.
કાંકરેજની સભામાં શું કહ્યું...
કાંકરેજની સભામાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે હું બનાસકાંઠાની ધરતી પર આવ્યો છું, હું કંઈ પહેલીવાર નથી આવ્યો. મારો કોઈ એવો ઈલાકો બાકી નથી, જેમાં મેં આંટો માર્યો ન હોય. પહેલા કોઈ એવો પ્રધાનમંત્રી હોય તો કહો જેને કાંકરેજ નામ ખબર હોય. તો આજે તો તમારો ઘરનો માણસ બેઠો છે. તમે મને ક્યાંક જોઈ જાઓ તો બૂમ પાડો ને ‘ઓ નરેન્દ્રભાઈ... ઓ નરેન્દ્રભાઈ....’ કહો કે ના કહો, તમારા મોઢામાંથી ક્યારેય એવુ નથી નીકળતુ કે ‘એ પીએમ સાહેબ, પીએમ સાહેબ’ કોઈ દહાડો ના નીકળે. ‘એ નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ...’ કારણ કે, તમારી વચ્ચે મોટો થયો છું.
કાલોલનો વીડિયો વાયરલ થયો
પંચમહાલમાં ગુરુવારે પીએમ મોદીની કાલોલમાં સભા બાદનો વીડિયો વાયરલ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં પ્રધાનમંત્રી હેલિપેડ પર જતા સમયે જનમેદની નજીક પહોંચી ગયા હતા. તેઓએ મોદી-મોદીના નારા લગાવતી જનમેદનીનું અભિવાદન ઝીલ્યુ હતું. વિશાળ જનમેદની જોઈને પ્રધાનમંત્રી મોદી અભિભૂત થયા હતા. ગુરુવારે કાલોલના બેઢિયામાં પ્રચાર સભા યોજાઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વનું છે કે પ્રધાનમંત્રીએ જનસભા ગજવ્યા પછી હેલિપેડ પર પાછા જઈ રહ્યા હતા. તે દરમિયાન પ્રધાનમંત્રી હેલિપેડ નજીક બનાવવામાં આવેલી રેલિંગ સુધી પોતાની ગાડીમાં પહોંચ્યા હતા અને તમામ ઉભેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. પ્રધાનમંત્રીએ જનસભામાં હાલોલ અને કાલોલને પોતાની કર્મભૂમિ ગણાવી હતી.
મોદીનું મિશન ગુજરાત
ગુરુવારે ભવ્ય રોડ બાદ બાદ પ્રધાનમંત્રી મોદી ફરી અમદાવાદમાં બીજો રોડ શો કરશે. આજે શાહીબાગથી સભા સ્થળ સુધી રોડ શો કરશે, જેમાં નગરદેવી ભદ્રકાળી મંદિરમાં દર્શને જશે. આજે સાંજે 4 વાગે રોડ શો શરૂ થશે. જેના માટે શાહીબાગથી સરસપુર સુધી બેરિકેટિંગ કરાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે