PM મોદીએ માથે સળગતી ઇંઢોણી મુકી ગરબે ઘુમી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા, માસ્કની અનોખી પરંપરા
Trending Photos
જામનગર : સમગ્ર ગુજરાત હાલ નવરાત્રી હોવાનાં કારણે હિલોળે ચડ્યું છે. જો કે સૌરાષ્ટ્રમાં ગરબાની અનોખી પરંપરા રહી છે. ખાસ કરીને જામનગરમાં ગરબાની અનોખી પરંપરા રહી છે. ખેલૈયાઓ આધુનિક સમયમાં પણ સંસ્કૃતિને જાળવી રહ્યા છે. જો કે ચામુંડા ગરબી મંડળ દ્વારા છેલ્લા 45 વર્ષોથી ગરબાનું આયોજન કરાઇ રહ્યું છે. જેમાં ચોથા નોરતે માથા પર સળગતી ઇંઢોળીઓ લઇને ખેલૈયાઓ રાસ રમતા હતા. આ ઇંઢોણી ઉપરાંત અનેક ખેલૈયાઓએ PM મોદીનો માસ્ક પહેરીને ગરબે જુમ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગરબામાં માતાજીના આશિર્વાદ મેળવવા માટે ઇંઢોણી મુકીને ખેલૈયાઓ ગરબા રમતા હોય છે. આ ઇંઢોણી મુકીને ગરબે રમનાર વ્યક્તિ પર માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી માન્યતા છે. તેવામાં ગુજરાતી સપુત PM મોદીને પણ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય તે માટે ગરબી મંડળના અનેક સભ્યો PM મોદીનો માસ્ક પહેરીને સળગતી ઇંઢોણી માથે મુકીને ગરબે રમ્યા હતા. જેથી પીએમને આશીર્વાદ પ્રાપ્ત થાય. જો કે આ માસ્કના કારણે લોકોમાં પણ ભારે કુતુહલ જનમ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, જામનગરમાં છેલ્લા 45 વર્ષથી ચામુંડા યુવક કુમારીકા ગરબી મંડળ દ્વારા છેલ્લા 45 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ મંડળ સળગતી ઇંઢોળીનો રાસ આકર્ષણનું કેન્દ્ર બનેલી છે. જામનગરના પંચેશ્વર વિસ્તારમાં આ મંડળના ગરબા જોવા માટે દુરદુરથી લોકો આવે છે. કથિત આધુનિક યુગ વચ્ચે પણ અનોખી પરંપરા આજે પણ યુવકો જાળવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે