કેવડિયામાં હવે કમલમ્ પાર્કનું આકર્ષણ, PM મોદી કરશે શરૂઆત, કરોડોના ખર્ચે બનશે હાઈટેક ટૂરિસ્ટ સેન્ટર
PM Modi Kevadia Visit: સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયામાં અનેક નવી ભેટ આપશે. પીએમ મોદી 31 ઓક્ટોબરે કેવડિયામાં વિશાળ ટૂરિસ્ટ સેન્ટરની આધારશિલા રાખશે. તો ત્યાં બનેલા કમલમ્ પાર્કનું લોકાર્પણ પણ કરશે.
Trending Photos
એકતા નગર: 31 ઓક્ટોબરના રોજ લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિનના ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રોજેક્ટોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિરસરમાં નિર્માણ પામેલા કલમલ પાર્કને લોકો માટે ખુલ્લો મુકાશે.
રૂ.૭.૫ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા કમલમ્ પાર્કનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે.આ પ્રોજેક્ટમાં નર્મદા નદીના કિનારે ડ્રેગન ફ્રૂટ, કે જે ‘કમલમ’ તરીકે જાણીતું છે, તેની નર્સરી બનાવવામાં આવી છે. આ નર્સરીમાં પ્રવાસીઓ અને ખેડૂતોને આ ફળના ફાયદા અને તેની ખેતીની પદ્ધતિ વિશે શિક્ષિત કરવા માટે ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે.જેના થકી પ્રવાસીઓને કમલમ વિશે માહિતગાર કરવામાં આવશે. કમલમ પાર્કએ ખેડૂતોની આવક વધારવા અને ખેડૂતોને આજીવિકાનો નવો વિકલ્પ પૂરો પાડવા માટે વડાપ્રધાનના વિઝનથી પ્રેરિત પ્રોજેક્ટ છે.
આ પ્રોજેક્ટમાં ડ્રેગન ફ્રૂટ કે જે 'કમલમ' તરીકે જાણીતુ છે તે નર્મદા નદીના ડાબા કિનારે સુંદર નર્સરી એકતાનગર ખાતે સ્થાપિત કરવામાં આવી છે. આ નર્સરીમાં મુલાકાતીઓ અને ખેડૂતોને આ ફળના ફાયદા અને તેની ખેતીની પદ્ધતિ વિશે માહિતગાર કરવા માટે ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર મહત્વનો ભાગ તરીકે કાર્ય કરી રહ્યું છે.જ્યાં ૯૧,૦૦૦ કમલમ છોડનું વિતરણ પણ કરાશે.નર્સરીનું એકંદર વાતાવરણ અને કેક્ટસ ગાર્ડનની તેની નિકટતા તેને એકતા નગરના મુલાકાતીઓ માટે રસપ્રદ આકર્ષણ બનાવે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના શુષ્ક પ્રદેશમાં કમલમની ખેતીને પ્રોત્સાહન આપવા અને તેના ફળદાયી પરિણામો પર વડાપ્રધાનની પહેલ છે.પ્રાયોગિક ધોરણે નર્મદા જિલ્લામાં આ ફળની રજૂઆત અને ભવિષ્યમાં તેના આશાસ્પદ પરિણામો પર પ્રકાશ પાડે છે.
સરદાર પટેલ જયંતી નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પિને સમગ્ર દેશવાસીઓ તરફથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રજાજનોને રાષ્ટ્રીય એકતા દિવસની શપથ પણ લેવડાવશે.સાથે, તેઓ એકતાનગરમાં પ્રવાસીઓની સુવિધા માટેના રૂ. ૧૯૬ કરોડના વિવિધ વિકાસ કામોણૂ લોકાર્પણ-ખાતમુહૂર્ત પણ કરશે. વડાપ્રધાન એકતાનગરથી અમદાવાદ વચ્ચે દર રવિવારે ચાલનારી હેરીટેજ ટ્રૈનને લીલીઝંડી આપીને પ્રારંભ કરાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે