સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં PM મોદીએ આપી હાજરી, મંદિરના આ ભાગોનું ડેવલપમેન્ટ કરવામાં આવશે
Trending Photos
અમદાવાદ : રાજભવન ગાંધીનગર ખાતે દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્ર મોદીએ શ્રીસોમનાથ ટ્રસ્ટના વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી હતી. ભવિષ્યમાં સોમનાથ તિર્થને એક આદર્શ તિર્થ બને તે માટે વિવિધ સૂચનો અને માર્ગદર્શન આપ્યા હતા. કોરોના સમયમાં તેમજ તાઉતે વાવાઝોડા દરમ્યાન સોમનાથ ટ્રસ્ટ એ કરેલી વિવિધ સામાજીક સેવાઓની પણ નોંધ લેવામાં હતી.
સોમનાથ તિર્થમાં ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાને રાખીને સર્વાંગી અને સંપુર્ણ આયોજન કરવા માટે જાણીતા આર્કિટેક બિમલ પટેલ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાર્વતી માતા મંદિર, સફારી સર્કલથી રામ મંદિરનો રસ્તો, ત્રિવેણી ઘાટનો વિકાસ, પીલગ્રીમ પ્લાઝા વિગેરે કામોની પ્રગતીની સમીક્ષા કરવામાં આવી છે. આગળ ઝડપથી કામ કરીને તિર્થને કેમ વધારે આકર્ષક બનાવી શકાય તે બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.
તિર્થ પુરોહિતોના ચોપડાનું ડિઝીટાઇઝેશન અને યાત્રાળુઓ માટે વધારે સારી આવાસ અને ભોજનની વ્યવસ્થા વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિરના શિખરને સુવર્ણ મંડિત કરી સોમનાથની ભુતકાળની જાહોજલાલી પૂનઃ જીવીત કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ભારત સરકારના ગૃહમંત્રી અને ટ્રસ્ટી અમીત શાહ, જે ડી પરમાર, હર્ષવર્ધન નિવેટીયા અને પ્રવિણ લહેરીએ રૂબરૂ હાજરી આપી હતી. આ ઉપરાંત પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ ઓનલાઇન હાજરી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે