દિલ્હીથી પીએમ મોદીએ રથયાત્રાનો પ્રસાદ મોકલાવ્યો, જુઓ શું શું મોકલાવ્યું

આજે અમદાવાદમાં રંગેચંગે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે. મોટી સંખ્યામાં સવારથી જ અમદાવાદ વાસીઓ રથયાત્રામાં જોડાયા છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદી દ્વારા આ વર્ષે પ્રસાદ મોકલવામાં આવ્યો હતો. આ વર્ષે પણ પીએમ મોદી દ્વારા ભગવાન જગન્નાથને પણ પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. 
દિલ્હીથી પીએમ મોદીએ રથયાત્રાનો પ્રસાદ મોકલાવ્યો, જુઓ શું શું મોકલાવ્યું

જાવેદ સૈયદ/અમદાવાદ :આજે અમદાવાદમાં રંગેચંગે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે. મોટી સંખ્યામાં સવારથી જ અમદાવાદ વાસીઓ રથયાત્રામાં જોડાયા છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદી દ્વારા આ વર્ષે પ્રસાદ મોકલવામાં આવ્યો હતો. આ વર્ષે પણ પીએમ મોદી દ્વારા ભગવાન જગન્નાથને પણ પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. 

રથયાત્રા 2019 LIVE: મંગળા આરતીમાં અમિત શાહ સપરિવાર સામેલ થયા, થોડીવારમાં પહિંદવિધિ

મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ વખત પહિંદ વિધી કરીને રેકોર્ડ બનાવનાર પીએમ મોદી હવે ભલે દિલ્હીમાં છે. પરંતુ જગતના નાથની રથયાત્રાના મહાપર્વમાં તે ભગવાનને અચૂકપણે યાદ કરીને પ્રસાદ મોકલે છે. આ પરંપરાના ભાગરૂપે આ વર્ષે પણ પીએમ મોદી દ્વારા ભગવાન જગન્નાથને અર્પણ કરવા માટે પ્રસાદનું પેકેટ મોકલ્યુ છે. જેમાં મીઠાઇ, ચોકલેટ, જાંબુ, મગ સહિતની પ્રસાદ સામગ્રી મોકલીને ભગવાન જગન્નાથ પ્રત્યેની ભક્તિને પ્રગટ કરી છે. મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પીએમ મોદીના પ્રસાદ વિશેની માહિતી આપી હતી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news