જગતના નાથને મળવા જતા ભક્તોને કોઇ તકલીફ ન પડે તે માટે ઠેરઠેર સેવા કેમ્પ

ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ફૂલડોલ ઉત્સવ ઉજવવાનો અનેરો મહિમા રહેલો છે. ત્યારે આ ફૂલડોલ ઉત્સવની ઉજવણી માટે ગુજરાત રાજ્ય સહિત જુદા જુદા વિસ્તારોમાંથી ખુબ મોટી સંખ્યામાં પદયાત્રીઓ હાલ જામનગર-દ્વારકા હાઇવે પર પસાર થઈ રહ્યા છે. પદયાત્રીઓની સેવા માટે જામનગરની ભાગોળે અને હાઈવે પર સંખ્યાબંધ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 
જગતના નાથને મળવા જતા ભક્તોને કોઇ તકલીફ ન પડે તે માટે ઠેરઠેર સેવા કેમ્પ

મુસ્તાક દલ/જામનગર : ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં ફૂલડોલ ઉત્સવ ઉજવવાનો અનેરો મહિમા રહેલો છે. ત્યારે આ ફૂલડોલ ઉત્સવની ઉજવણી માટે ગુજરાત રાજ્ય સહિત જુદા જુદા વિસ્તારોમાંથી ખુબ મોટી સંખ્યામાં પદયાત્રીઓ હાલ જામનગર-દ્વારકા હાઇવે પર પસાર થઈ રહ્યા છે. પદયાત્રીઓની સેવા માટે જામનગરની ભાગોળે અને હાઈવે પર સંખ્યાબંધ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 

રાજ્ય સહિત દેશના જુદા જુદા વિસ્તારોમાંથી ખુબ મોટી સંખ્યામાં પદયાત્રીઓ છેલ્લા કેટલાય દિવસોથી જામનગર દ્વારકાના હાઇવે પર જોવા મળે છે. જેને લઈ ઠેર-ઠેર સેવાકીય કેમ્પ પણ ચાલી રહ્યા છે. રાજ્યભરના વિવિધ શહેરોમાંથી લાખો ભક્તો હોળી ઉત્સવ માટે અગાઉથી પગપાળા દ્વારકા આવે છે. ત્યાં ભક્તોની ભીડની સાથે કૃષ્ણભકિતમાં રંગાઈને ભક્તોનો સંગ ચાલી રહ્યો છે. રસ્તા પર જય રણછોડના નાદ ગુંજી રહ્યા છે. દેશભરમાંથી દૂર દૂરથી ચાલીને આવનારા શ્રદ્ધાળુઓને કૃષ્ણભકિતને લઈ થાક પણ લાગતો નથી, અને રસ્તામાં જય રણછોડ, માણખચોરના નાદ સાથે પદયાત્રીઓ દ્વારકા તરફ પ્રસ્થાન કરી રહ્યા છે.

દ્વારકામાં ભગવાન ફૂલોની ઉજવણી સામેલ થવા જતા મોટી સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા જગત મંદિરના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. રસ્તામાં ઠેર ઠેર સેવા કેમ્પની હરોળમાળામાં સ્વયંસેવક મોટી સંખ્યામાં સેવામાં લાગ્યા છે. પદયાત્રીઓ માટે રસ્તા પર અનેક સેવાકીય કેમ્પ ચાલી રહ્યાં છે. પદયાત્રીઓ માટે પાણી, ભોજન, બેઠક સહીતની સુવિધા આપવામાં આવે છે. સાથે પગની સારવાર કે જરૂરી દવા પણ આપવામાં આવે છે. થોડા-થોડા અંતરે પદયાત્રીઓ માટે વિવિધ પ્રકારની સેવાના કેમ્પ કાર્યરત હોય છે. પદયાત્રીઓને વિસામો, બેઠક વ્યવસ્થા, મોબાઈલ ચાર્જિંગ, દવા, આરોગ્ય સેવા, મેડીકલ કેમ્પ, ઠંડાપીણા, ચા, શરબત, ફળ, નાસ્તો, પ્રસાદ, ભોજન વ્યવસ્થા, સહીતની સુવિધા વિવિધ સંસ્થાઓ દ્વારા મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news