અમદાવાદમાં 11 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા

અમદાવાદના ગીતા મંદિરમા સુતેલી 11 વર્ષની બાળકી સાથે પાડોશીએ શારિરીક અડપલા કર્યાની ઘટના સામે આવી છે. બાળકીની માતાએ પાડોશી યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કરી ધરપકડ કરી છે.
અમદાવાદમાં 11 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા

ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદના ગીતા મંદિરમા સુતેલી 11 વર્ષની બાળકી સાથે પાડોશીએ શારિરીક અડપલા કર્યાની ઘટના સામે આવી છે. બાળકીની માતાએ પાડોશી યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કરી ધરપકડ કરી છે.

ગીતા મંદિર વિસ્તારનો આ કિસ્સો છે. જેમાં 11 વર્ષની બાળકી વહેલી સવાલે ઉઘમાંથી ઉઠીને માતા પાસે આવી. અને કહેવા લાગી કે પાડોશમાં રહેતા દિપકે મારા શરીર સાથે અડપલા કર્યા. પરંતુ માતાએ દિકરીની વાત સાભંળીને દિપકને બોલાવીને ઠપકો આપ્યો. આરોપીએ આ કૃત્ય નહીં કર્યુ હોવાનુ જણાવતા મામલો ત્યાં જ પતી ગયો હતો.

આ ઘટનાથી 11 વર્ષની બાળકી દહેસતમાં રહેતી હતી. પરંતુ ગરમીના કારણે નિત્યક્રમ મુજબ આખો પરિવાર ધાબા પર સુતો હતો. ફરી એક વખત સવારે માતા વહેલી સવારે ઉઠીને ઘર કામમા જતી રહી. જયારે 11 વર્ષની દિકરી સુતી હતી. ત્યારે ફરી આરોપીએ તેની સાથે શારિરીક અડપલા કર્યો. ગભરાયેલી બાળકી ફરી મા પાસે પહોંચી અને આરોપીના કૃત્યનો ભાંડો ફોડયો. અંતે મહિલાએ આરોપી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી.

હાલમા તો આરોપી દિપક સોલંકી વિરૂધ્ધ કાગડાપીઠમા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news