તમારી આસપાસ સ્પોર્ટ્સ બાઇક ફરતી હોય તો સાવધાન! એકલડોકલ રાહદારીઓને બનાવે છે નિશાન

છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાં એકલ દોકલ રાહદારીઓને નિશાન બનાવતી મોબાઈલ સ્નેચિગ કરતી ગેંગ સક્રિય થઈ હતી. જેને લઈને ક્રાઇમબ્રાંચની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને મોબાઈલ સ્નેચરોની શોધખોળ હાથ ધરી હતી.

 તમારી આસપાસ સ્પોર્ટ્સ બાઇક ફરતી હોય તો સાવધાન! એકલડોકલ રાહદારીઓને બનાવે છે નિશાન

ઝી બ્યુરો/સુરત: શહેરમાં સ્પોર્ટ્સ બાઇક ઉપર ફરી એકલડોકલ રાહદારીઓને નિશાન બનાવી મોબાઇલની ચીલ ઝડપ કરનાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચ છે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 18 મોબાઈલ સહિત 2.87 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ મોબાઈલ સ્નેચિગના 5 ગુનાઓ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી. 

છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાં એકલ દોકલ રાહદારીઓને નિશાન બનાવતી મોબાઈલ સ્નેચિગ કરતી ગેંગ સક્રિય થઈ હતી. જેને લઈને ક્રાઇમબ્રાંચની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને મોબાઈલ સ્નેચરોની શોધખોળ હાથ ધરી હતી.

એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ની ટીમને બાતમી મળી હતી કે શહેરમાં રાહદારીને નિશાન બનાવી મોબાઈલ સ્નેચિંગની ઘટનાને અંજામ આપનારો આરોપી હાલ સચિન જીઆઇડીસી ઉન પાટીયા પાસે ફરી રહ્યો છે. જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની અંગ ઝડપી કરતા તેની પાસેથી 18 જેટલા મોબાઈલ મળી આવ્યા હતા. જેથી પોલીસે મોબાઈલ તેમજ બાઈક મળી રૂપિયા 2.87 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ મોહમ્મદ કેફ ઉર્ફે અરબાઝ ખાન જણાવ્યું હતું. ખાસ કરીને મોહમ્મદ કેફ પુણા, અડાજન ,અલથાણ ,પાંડેસરા તથા સચીન જીઆઇડીસી વિસ્તારમાં સ્પોર્ટ્સ બાઈક લઈને ફરતો હતો અને જ્યાં પણ એકાંત વાળો રસ્તો હોઈ ત્યાં રાહદારીના હાથમાંથી મોબાઈલ સ્નેચ કરી ફરાર થઈ જતો હતો. અત્યાર સુધી તેને 5 ગુના કર્યા હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી.

આ ઉપરાંત છેલ્લા કેટલાય સમયથી પોતે બેકારીનું જીવન ગુજારતો હતો આરોપી મોહમ્મદ કેફ ચોરીના મોબાઈલ લેવાનું પણ કામ કરતો હતો અને આ મોબાઈલ ઉંચા ભાવે અન્યને વેચી દેતો હતો. હાલ તો ક્રાઇમબ્રાંચે આરોપી મોહમદને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news