દાહોદમાં દોડતી ગાયની નીચે અચાનક પડવા લાગે છે લોકો, જાણીને ચોંકી ઉઠશો

જિલ્લામા દિવાળીની ઉજવણી અનોખી રીતે કરવામા આવે છે. જેમા ગાય ગૌહરીની પ્રથા વિશ્વ વિખ્યાત છે. ગરબાડામા નવા વર્ષના દિવસે ગાય ગૌહરીની પ્રાચીન પરંપરા છે. ત્યારે આજે પણ દાહોદમાં આ પ્રથા જળવાઇ રહી છે અને પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગાયગોહરીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

દાહોદમાં દોડતી ગાયની નીચે અચાનક પડવા લાગે છે લોકો, જાણીને ચોંકી ઉઠશો

દાહોદ : જિલ્લામા દિવાળીની ઉજવણી અનોખી રીતે કરવામા આવે છે. જેમા ગાય ગૌહરીની પ્રથા વિશ્વ વિખ્યાત છે. ગરબાડામા નવા વર્ષના દિવસે ગાય ગૌહરીની પ્રાચીન પરંપરા છે. ત્યારે આજે પણ દાહોદમાં આ પ્રથા જળવાઇ રહી છે અને પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગાયગોહરીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

દાહોદ આદિવાસી બહુમતી ધરાવતો જિલ્લો છે. આદિવાસી સમાજમા લગભગ દરેક તહેવારની ઉજવણી તેમની અનોખી પરંપરા અનુસાર જ તેઓ કરે છે. દિવાળીએ આદિવાસીઓ પૂર્વજોને યાદ કરી તેમની પૂજા કરે છે. આ પૂજા જે તે પરિવારની નિશ્ચિત તિથિએ કરવામા આવે છે. જેને ઝાંપો પૂજવાની વિધિ તરીકે ઓળખવામાં આવે છે. 

બીજી એક અતિ પ્રાચીન પ્રથા ગાય ગૌહરી પડવાની છે. જેમા દિવાળી પહેલા જ આદિવાસીઓ પોતાના ગૌધનને અદ્ભુત શ્રૃંગાર કરે છે. ગાય, વાછરડાને નૈસર્ગિંક રંગોથી રંગવામાં આવે છે. આ ઉપરાંત મોર પીછા તેમજ ઘુઘરાથી અને અન્ય અનેક પ્રકારની સામગ્રીથી શણગારવામાં આવે છે. નૂતન વર્ષની સવારે ગરબાડામાં જિલ્લાની મુખ્ય ગાય ગૌહરીનુ આયોજન કરાય છે. જેમા એક ઠેકાણે ગાયોના ધણ એકઠા કરવામા આવે છે.

ભારે આતશબાજી પણ કરવામા આવે છે અને ઢોલ નગારાના તાલે ગાયોના ધણને દોડાવાય છે. દોડતી ગાયોની નીચે જમીન પર શ્રદ્ધાળુઓ ઉઘી જાય છે. ગાયો તેમની પરથી દોડી જાય છે. જેમા ગોહરી પડનારને ઘણી વાર ઈજાઓ પણ થાય છે. જો કે, જેમણે ગોહરી પડવાની માનતા લીધી હોય તે જ દોડતી ગાયો નીચે પડે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news