Pics : બસ ભરીને લોકો ટ્રમ્પને નિહાળવા અમદાવાદ પહોંચ્યા, મોટેરા સ્ટેડિયમની બહાર ભીડ ઉમટી

અમદાવાદમાં ટૂંક સમયમાં અમેરિકાના રાષ્ટ્રપતિ પહોંચી જશે. આજે અમદાવાદમાં ઈતિહાસ સર્જાશે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના પ્રમુખ ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપનો આ પહેલો ભારત પ્રવાસ છે. ડોનલ્ડ ટ્રંપ આજે સવારે લગભગ 11 વાગ્યા આસપાસ અમદાવાદમાં લેન્ડ થશે. આજે અમદાવાદમાં હાઉડી મોદી કાર્યક્રમથી પણ ભવ્ય કાર્યક્રમ નમસ્તે ટ્રંપ બની રહેશે. સુરક્ષામાં કોઈ ચૂક ના રહી જાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 11 વાગ્યા પછી રાષ્ટ્રપતિ ટ્રંપ પત્ની મેલેનિયા અને પુત્રી ઈવાન્કા સાથે અમદાવાદમાં આવી પહોંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડીને રાષ્ટ્રપતિને આવકારવા એરપોર્ટ પહોંચશે. સેનાની ત્રણેય પાંખોના વડાની હાજરીમાં પ્રમુખ ટ્રંપને ગાર્ડ ઓફ ઓનર આપશે. ગાર્ડ ઓફ ઓનર પછી ડેલિગેશનના તમામ પ્રતિનિધિઓની ઈમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરીને પીએમ મોદી અને ટ્રંપ સાબરમતી આશ્રમ જવા રવાના થશે.

Pics : બસ ભરીને લોકો ટ્રમ્પને નિહાળવા અમદાવાદ પહોંચ્યા, મોટેરા સ્ટેડિયમની બહાર ભીડ ઉમટી

ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદમાં ટૂંક સમયમાં અમેરિકાના રાષ્ટ્રપતિ પહોંચી જશે. આજે અમદાવાદમાં ઈતિહાસ સર્જાશે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના પ્રમુખ ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપનો આ પહેલો ભારત પ્રવાસ છે. ડોનલ્ડ ટ્રંપ આજે સવારે લગભગ 11 વાગ્યા આસપાસ અમદાવાદમાં લેન્ડ થશે. આજે અમદાવાદમાં હાઉડી મોદી કાર્યક્રમથી પણ ભવ્ય કાર્યક્રમ નમસ્તે ટ્રંપ બની રહેશે. સુરક્ષામાં કોઈ ચૂક ના રહી જાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 11 વાગ્યા પછી રાષ્ટ્રપતિ ટ્રંપ પત્ની મેલેનિયા અને પુત્રી ઈવાન્કા સાથે અમદાવાદમાં આવી પહોંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડીને રાષ્ટ્રપતિને આવકારવા એરપોર્ટ પહોંચશે. સેનાની ત્રણેય પાંખોના વડાની હાજરીમાં પ્રમુખ ટ્રંપને ગાર્ડ ઓફ ઓનર આપશે. ગાર્ડ ઓફ ઓનર પછી ડેલિગેશનના તમામ પ્રતિનિધિઓની ઈમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરીને પીએમ મોદી અને ટ્રંપ સાબરમતી આશ્રમ જવા રવાના થશે.

જે રુટ પરથી ટ્રમ્પ પસાર થવાના છે, તે દરેક રસ્તા પર ખાસ ટેબ્લો, પારંપરિક નૃત્યો અને વિવિધ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ લોકો ટ્રમ્પના આગમને લઈને ખાસ ટોપી પહેરીને જોવા મળ્યા. તો ટ્રમ્પ રોડ શો દરમિયાન ભરૂચનું ખાસ આદિવાસી લોક નૃત્ય પણ રજૂ કરશે. કિંજલ દવે, ગીતા રબારી જેવા કલાકારો મોટેરા સ્ટેડિયમ પહોંચી ગયા છે, જેઓ ટ્રમ્પ સામે પરર્ફોમન્સ આપવાના છે. 

https://lh3.googleusercontent.com/-UpKOLa20ODU/XlNEXOqpMyI/AAAAAAAAKLw/tiW8oguiP04r4uZxNUfjMzVeFjmv_c47ACK8BGAsYHg/s0/trump_in_india2_zee.JPG

રોડ શો માટે બસો ભરીને લોકો અમદાવાદ આવી રહ્યાં છે. જેમાં માટે નમસ્તે ટ્રમ્પ અને હાથમાં બંને દેશના રાષ્ટ્રીય ધ્વજ છે. 

મોટેરા સ્ટેડિયમ બહાર કલાકારો ગુજરાતી કલાકારો પહોંચી ચૂક્યા છે. જેઓ અહીં ગરબા પ્રસ્તુત કરવાના છે. એક યુવાને ભારત અને અમેરિકાનો રાષ્ટ્રધ્વજ પોતાના શરીર પર અકિત કર્યો છે. જે ખાસ નજારો બની રહ્યો છે. 

https://lh3.googleusercontent.com/-cb4TMmB9E2I/XlNEnsH8clI/AAAAAAAAKME/FqHFW49RDbsLorg6h3EqIDlhYlngVe1MwCK8BGAsYHg/s0/trump_in_india3_zee.JPG

ભારતના વિવિધ પ્રાંતના ગીત સંગીતને ભવ્ય કલાઓને ટ્રમ્પની સામે રજૂ કરવામાં આવશે. આમ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રમ્પનું સ્વાગત કરવામાં આવશે. મોટેરા સ્ટેડિયમ ખાતે અમેરિકાના પ્રેસિડેન્ટનું અભિવાદન કરવા અનેક રાજ્યોમાંથી લોકો ઉમટ્યા છે. 

કેરાલાથી એક પરિવાર ટ્રમ્પને આવકારવા મોટેરા સ્ટેડિયમ પહોંચ્યો છે. ઉત્સાહ ભેર ટ્રમ્પને આવકારવા ઉત્સુક છે.

https://lh3.googleusercontent.com/-AuidnQveDxM/XlNEqOKgEUI/AAAAAAAAKMU/IT-jDs_8vPIQ5mTwUcWpBGJ9ZYe7pELjwCK8BGAsYHg/s0/ERgYBnRU4AAzpIa.jpg

રોડ શોના રૂટમાં હોર્સ પેટ્રોલિંગ કરતી પોલીસની ટુકડી નજરે ચઢી રહી છે.  

સ્વચ્છ ભારત અભિયાન સંદર્ભે તમામ ટેબ્લો પાસે કોર્પોરેશન દ્વારા ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે. 

સમગ્ર રોડ શોના રૂટ પર ગુજરાતના વિવિધ પ્રદેશ અને સંસ્કૃતિના લોકરાસ રજૂ કરવામાં આવશે. ટ્રંપ-મોદીના રૂટ પર શાળાઓના બાળકો વિવિધ નૃત્ય કરશે...જેમાં અનેક સ્થળો પર ગુજરાતના પરંપરાગત ગરબા અને રાસ યોજવામાં આવશે..તો અનેક જગ્યાએ મેર સમાજનો તલવાર રાસ પણ રજૂ કરવામાં આવશે..એટલું જ નહીં , રૂટ પર દાંડિયા રાસ અને મલયાલમ નૃત્ય પર બાળાઓ રજૂ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news