નોનવેજ ખાતા લોકોની હવે વાટ લાગી જવાની! શું હવે વડોદરામાં નહીં મળે નોનવેજ?
ગુજરાત હાઈકોર્ટની પિટિશન પછી સરકાર એક્શનમાં આવી ગઈ છે. આરોગ્ય વિભાગ, દબાણ શાખાએ વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું અને લાઈસન્સ વગર ધમધમતી 39 નોનવેજની દુકાનો સીલ કરવામાં આવી છે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરામાં રહેતા હોવ તો તમારા માટે સૌથી મોટા અને જે લોકો નોનવેજ ખાય છે તેમના માટે માઠા સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં નોનવેજની દુકાનો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટની પિટિશન પછી સરકાર એક્શનમાં આવી ગઈ છે. આરોગ્ય વિભાગ, દબાણ શાખાએ વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું અને લાઈસન્સ વગર ધમધમતી 39 નોનવેજની દુકાનો સીલ કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
જ્યારે નોનવેજ નહી ખાતા અને તેનો વિરોધ કરતા લોકો માટે ખુશીના અને સૌથી સારા તથા મહત્વના સમાચાર સામે આવ્યા છે. વડોદરા શહેરની હદમાં લાઈસન્સ વગર ધમધમતી 39 નોનવેજની દુકાનો સીલ કરવામાં આવી છે. જેથી ક્યાંક પણ ઇંડા કે નોનવેજની લારી લગાવી શકાશે નહી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મોટા ભાગની વસ્તી નોનવેજ અને ઇંડા પ્રત્યે સુગ ધરાવે છે. જ્યારે કેટલાક લોકો એવા પણ છે કે, ગુપ્ત રીતે ઇંડા અને નોનવેજ ખાતા હોય છે પરંતુ દેખાવ નોનવેજ નહી ખાતા હોવાનો કરે છે. જેના કારણે વડોદરામાં નોનવેજ બંધી પણ થઇ ચુકી છે. જેથી એક પ્રકારે કહી શકાય કે, હવે ગુજરાત દારૂ બાદ નોનવેજ બંધી તરફ પણ આગળ વધી રહ્યું છે. તો તે દિવસો દુર નથી કે, દારૂની સાથે ઇંડા પણ બુટલેગર પાસે મંગાવવા પડે અને ચોરી છુપીથી ખાવા પડે. પરંતુ કેટલાક લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક લોકો દુ;ખ વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે કેટલાક મિશ્ર લાગણી પણ અનુભવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે