પાટીદાર આંદોલનના નામે કોંગ્રેસ પર દબાણ લાવવાનો પ્રયાસ, દિનેશ બાંભણિયાએ કહ્યું; કોંગ્રેસને શું પેટમાં દુ:ખે છે!

Gujarat Election 2022: પાટીદાર આગેવાન દિનેશ બામણિયાએ ચુંટણીમા બીજેપી અને આપ પાટીદાર આંદોલન સમિતના ચહેરાને  ટીકીટ આપે છે તો કોંગ્રેસનો શું વાંધો છે તેવા સવાલ સાથે ટવીટ કરીને પાટીદાર મુદ્દે ફરી રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે.

પાટીદાર આંદોલનના નામે કોંગ્રેસ પર દબાણ લાવવાનો પ્રયાસ, દિનેશ બાંભણિયાએ કહ્યું; કોંગ્રેસને શું પેટમાં દુ:ખે છે!

ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે પાટીદાર સમાજ એક્ટિવ થયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાટીદાર ઉમેદવારોને વધુ ટિકીટ આપી રહ્યા છે. ચૂંટણીમાં પાટીદારોને ટિકિટને લઈ દિનેશ બાંભણિયાએ કોંગ્રેસ પર સવાલ ઉઠાવ્યા છે

પાટીદાર આગેવાન દિનેશ બામણિયાનુ ટવીટ
પાટીદાર આગેવાન દિનેશ બામણિયાએ ચુંટણીમા બીજેપી અને આપ પાટીદાર આંદોલન સમિતના ચહેરાને  ટીકીટ આપે છે તો કોંગ્રેસનો શું વાંધો છે તેવા સવાલ સાથે ટવીટ કરીને પાટીદાર મુદ્દે ફરી રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે.

No description available.

નોંધનીય છે કે, પાટીદાર આંદોલનના નામે ગુજરાત કોંગ્રેસ પર દબાણ લાવવાનો પ્રયાસ કરાયો છે. પાટીદાર આંદોલનકારી દિનેશ બામભણીયાએ કોંગ્રેસને સવાલ કર્યો હતો. જેમાં બાંમભાણિયાએ પુછ્યું હતું કે, પાટીદાર આંદોલન સમિતિના ચહેરાઓને ભાજપ-આપ એ ટિકિટ આપી છે. પાટીદાર આંદોલનના ચહેરાઓને ટિકિટ આપવામાં કોંગ્રેસને શું પેટમાં દુખે છે? 

કોંગ્રેસે પાટીદાર આંદોલન સમિતિના ચહેરાઓને ટિકિટ આપવી જોઈએ. પાસના ત્રણ સભ્યો મનોજ પનારા, ગીતાબેન પટેલ અને અમિત ઠુમ્મરે કોંગ્રેસ પાસે ટિકિટ માંગી છે. પાસના લલિત વસોયા, કિરીટ પટેલ હાલ કોંગ્રેસમાંથી ધારાસભ્ય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news