Ambulance ને રસ્તો આપવા માટે PM Modi એ રોક્યો કાફલો, કાંગડાથી સામે આવ્યો VIDEO
PM Modi stopped convoy: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વાતનું ધ્યાન રાખે છે કે તેમના પ્રવાસના લીધે કોઇને મુશ્કેલી વેઠવી ન પડે. તેમણે અધિકારીઓને પણ તેનું ધ્યાન રાખવાના નિર્દેશ આપ્યા છે. તેનું તાજું ઉદાહરણ આજે હિમાચલ પ્રદેશમાં જોવા મળ્યું જ્યાં એક એમ્બુલન્સને રસ્તો આપવા માટે તેમણે પોતાનો કાફલો અટકાવી દીધો.
Trending Photos
PM Modi Himachal Pradesh Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશ ચૂંટણીના પ્રચાર માટે સતત રેલીઓ કરી રહ્યા છે. આજે તેમના દેવભૂમિ હિમાચલમાં ઘણા કાર્યક્રમ છે. આ દરમિયાન એક ચૂંટણી રેલી પહેલાં બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો થોડીવાર માટે રોકાઇ ગયો. આ ઘટનાક્રમ કાંગડામાં જોવા મળ્યો, જ્યાં એક એમ્બુલન્સને રસ્તો આપવા માટે પીએમ મોદીએ પોતાને કાફલો અટકાવી દીધો.
Ambulance ને રસ્તો આપવા માટે પ્રધાનમંત્રીનો કાફલો અટકાવ્યો
હિમાચલ પ્રદેશમાં આજે હમીરપુરની રેલીથી પહેલાં પીએમ મોદીએ સભાસ્થળ પર જતી વખતે લોકો તે સમયે આશ્વર્યમાં પડી ગયા જ્યારે પ્રધાનમંત્રી મોદીનો કાફલો અચાનક અટકી ગયો. આ હિમાચલ યાત્રા દરમિયાન પીએમ મોદીનું માનવીય રૂપ એકવાર ફરી જોવા મળ્યું.
પહેલાં પણ થઇ ચૂક્યું છે આવું
તમને જણાવી દઇએ કે આ કોઇ પહેલો મોકો નથી જ્યારે પીએમે કોઇ એંબુલન્સને રસ્તો આપવા માટે પોતાનો કાફલો અટકાવી દીધો. ગત મહિનાથી એક એવો ઘટનાક્રમ સામે આવ્યો હતો. ત્યારે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે હતા. તે દરમિયાન પણ તેમણે એક એંબુલેંસને રસ્તો આપવા માટે આવો જ આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે ભાજપની ગુજરાત એકમે એક નિવેદનમાં કહ્યું કે 'અમદાવાદથી ગાંધીનગર જતી વખતે એંબુલેંસને રસ્તો આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો થંભી ગયો હતો.'
કાંગડામાં પીએમ મોદીનું કોંગ્રેસનો હુમલો
હમીરપુરથી પહેલાં કાંગદાના ચંબીમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર હુમલો કરતાં કહ્યું 'કોંગ્રેસ હવે જ્યાંથી પણ જાય છે, ત્યાં ફરી પરત ફરતી નથી.' તેમણે એમ પણ કહ્યું કે, કાંગડાની ધરતી શક્તિપીઠોની ધરતી છે. ભારતની આસ્થા અને આધ્યાત્મનું એક તીર્થ છે. બૈજનાથથી લઈને કાઠગઢ સુધી આ ભૂમિમાં બાબા ભોલેની અસીમ કૃપા આપણા પર હંમેશા બની રહે છે. આજે હિમાચલ 21મી સદીમાં વિકાસના જે પડાવ પર છે, ત્યાં તેને સ્થિર અને મજબૂત સરકારની જરૂર છે. જ્યારે હિમાચલ પાસે મજબૂત સરકાર હશે અને ડબલ એન્જિનની તાકાત હશે તો પડકારોને પણ દૂર કરશે અને નવી ઊંચાઈ પણ એટલી જ ઝડપથી પ્રાપ્ત કરશે.
આ પણ વાંચો: Perfume અને Deodorant વચ્ચે શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: જો તમે 10 સેકન્ડ KISS કરો છો તો 8 કરોડ બેક્ટેરિયા એકબીજા સાથે થાય છે શેર
આ પણ વાંચો: Himachal ના ખતરનાક પહાડ પર સરકારી ડ્રાઇવરે દોડાવી બસ, જુઓ ખતરનાક Video
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે