પાટીદાર અનામત માટે હાર્દિક પટેલ સહિતના આગેવાનો OBC પંચને મળવા ગાંધીનગર પહોંચ્યા
મહારાષ્ટ્રમાં વિધાનસભામાં મરાઠાઓને 16 ટકા અનામત આપવા અંગેનું બિલ પસાર થયા બાદ બાદ પાટીદાર નેતાઓ ઓબીસી પંચને મલવા માટે પહોંચ્યા
Trending Photos
ગાંધીનગરઃ પાટીદારોને અનામત આપવાની માગણી સાથે હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓ ગાંધીનગર ખાતે આવેલા OBC પંચની ઓફિસે પહોંચ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠાઓને અનામત આપવા અંગેનું બિલ પસાર કરી દેવાયા બાદ પાટીદારો ફરીથી સક્રિય થયા છે.
પાટીદાર આંદોલન સમિતિના નેતાઓ હાર્દિક પટેલ, ધાર્મિક માલવિયા, મનોજ પનારા, ગીતા પટેલ, જયેશ પટેલ સહિતના નેતાઓ ઓબીસી પંચના અધ્યક્ષને મળવા માટે ગાંધીનગર ખાતે આવેલી પહોંચ્યા છે. મહારાષ્ટ્રમાં જેવી રીતે મરાઠાઓને અનામત આપવામાં આવી છે તેવી જ રીતે પાટીદારોને પણ અનામત આપવામાં આવી તેવી રજૂઆત કરવા માટે આ નેતાઓ પહોંચ્યા છે.
પાટીદાર નેતાઓનું કહેવું છે કે, રાજ્યમાં પાટીદારોને પણ એક સરવે કરવામાં આવે અને તેનો એક સમગ્ર રિપોર્ટ તૈયાર કર્યા બાદ અનામત આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે, પાટીદાર આંદોલન સમિતી (પાસ) છેલ્લા ત્રણ ચાર વર્ષથી પાટીદારોને અનામત આપવા માટે રાજ્યમાં આંદોલન ચલાવી રહ્યા છે. પાટીદાર આંદોલનનું નેતૃત્વ હાર્દિક પટેલ કરી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપી દેવાયા બાદ ગુજરાતમાં પણ પાટીદારો હવે સક્રિય બન્યા છે અને રાજ્યમાં ફરીથી પાટીદાર આંદોલન વેગવંતુ બને એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે