કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા આશા પટેલનો સોશિયલ મીડિયા પર વિરોધ શરૂ

 મહેસાણા ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ તાજેતરમાં જ કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે. તેમના જોડવાની ગણતરીના દિવસોમાં જ સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ શરૂ થયો છે. આશાબેન પટેલ ભાજપમાં જોડાતા પાટીદાર આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ કરાયો છે. 
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા આશા પટેલનો સોશિયલ મીડિયા પર વિરોધ શરૂ

તેજસ દવે/મહેસાણા : મહેસાણા ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ તાજેતરમાં જ કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે. તેમના જોડવાની ગણતરીના દિવસોમાં જ સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ શરૂ થયો છે. આશાબેન પટેલ ભાજપમાં જોડાતા પાટીદાર આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ કરાયો છે. 

AshaPatelVirodh2.JPG

આશાબેન પટેલ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયા, તે મામલે પાટીદાર સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે. પાટીદાર આગેવાનો દ્વારા ઊંઝામાં યોજનારી જન આકોશ સભાનું પણ આયોજન કરાયું છે. જન આક્રોશ સભાના પોસ્ટરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ઊંઝા વિધાનસભાના મતદારોના ભરોસા, લાગણી અને વિશ્વાસને ઠેસ આપવાના મામલે જન આક્રોશ સભા યોજાવાની છે. પાસ અને એસપીજીના કાર્યકર ભવલેશ પટેલ અને ધનજી પાટીદાર દ્વારા જન આકોશ રેલીનું આયોજન કરાયું છે. 

પાટીદાર સમાજમાં આશાબેન પટેલના રાજીનામાં થકી ભરેલા અગ્નિ જેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ હાલમાં જ પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news