Patidar leader મહેશ સવાણીને મળ્યું BJPમાં જોડાવાનું આમંત્રણ; 'સુવાળાએ કહ્યું- 'પાર્ટીમાં સારા માણસોની જરૂર છે'

સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ અને મોટા નેતા એવા મહેશ સવાણીએ રાજીનામું આપ્યા પછી જણાવ્યું હતું કે હું હવે આમ આદમી પાર્ટીમાં નથી, હું રાજનીતિનો નહીં પણ સેવાનો માણસ છું. વિજય સુવાળા અને નીલમ વ્યાસ તો ભાજપમાં જોડાઈ ગયા છે

Patidar leader મહેશ સવાણીને મળ્યું BJPમાં જોડાવાનું આમંત્રણ; 'સુવાળાએ કહ્યું- 'પાર્ટીમાં સારા માણસોની જરૂર છે'

ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી માટે સોમવારનો દિવસ ભારે રહ્યો હતો. AAP ને એક દિવસમાં મોટા ત્રણ ઝટકા ખાવાના વારો આવ્યો હતો. જેમાં પહેલાં વિજય સુવાળા, પછી નીલમ વ્યાસ અને સાંજે મહેશ સવાણીએ રાજીનામું આપીને રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો હતો. 

સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ અને મોટા નેતા એવા મહેશ સવાણીએ રાજીનામું આપ્યા પછી જણાવ્યું હતું કે હું હવે આમ આદમી પાર્ટીમાં નથી, હું રાજનીતિનો નહીં પણ સેવાનો માણસ છું. વિજય સુવાળા અને નીલમ વ્યાસ તો ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે લોકોના મનમાં એક જ સવાલ ભમ્યા કરે છે કે શું મહેશ સવાણી પણ મોડા વહેલા ભાજપમાં જોડાશે? જોકે મહેશ સવાણી સાથેની વાતચીતમાં તેમને પોતાનો ઈરાદો તો સ્પષ્ટ કરી દીધો હતો કે હાલ હું લોકોની સેવા કરવા માંગું છું, પરંતુ ભવિષ્યમાં જરૂરિયાત જણાશે તો હું પાર્ટીમાં જોડાઈશ. સોમવારે પણ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ મહેશ સવાણી સાથેના ઈન્ટરવ્યૂમાં તેમણે ભાજપમાં જોડાવવા અંગે ગોળ ગોળ વાતો કરી હતી ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા કે ભવિષ્યમાં શું છે મહેશ સવાણીનો પ્લાન?

મહેશ સવાણીએ જણાવ્યું હતું કે હવે હું આમ આદમી પાર્ટીમાં નથી, હવે હું સંપૂર્ણ સમય સમાજ સેવા કરીશ. વધુમાં જે સેવા કરતા હશે એમની સાથે જોડાઈશ. આમ આદમી પાર્ટીમાં મારી પાસે કોઈ હોદ્દો નહોતો, મને હોદ્દાનો કોઈ મોહ નથી, હું સેવાનો માણસ છું, સેવાના માધ્યમમાં નિયમિત કામ હતું તે કરીશ.. મને કોઈની બીક નથી કે નથી મને કોઈનું દબાણ...હું દબાણમાં રહી શકું એવો માણસ નથી. રાજીનામું આપતાં પહેલાં મેં કોઈ સાથે વાત કરી નથી. મહેશ સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હું નથી ઈચ્છતો કે મારે કોઈ વિશે ખરાબ બોલવું પડે. હું પાટીલ સાહેબને કે કોંગ્રેસના કોઈ નેતાને મળ્યો નથી. કોઈ પણ પક્ષ સ્વાભાવિક રીતે જ કોઈને છોડવા માગતો નથી.

સોમવારે ગુજરાતના રાજકારણમાં મોટો ઉલ્ટફેરનો દિવસ રહ્યો હતો. આમ આદમી પાર્ટી છોડી સૌથી પહેલા ગુજરાતી સિંગર વિજય સુવાળા ગયા પછી નીલમ વ્યાસ અને સાંજે મહેશ સવાણીએ રાજીનામું આપ્યું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મહેશ સવાણીએ AAP માંથી રાજીનામું આપ્યાના થોડાક જ કલાકોમાં ભાજપમાં જોડાવા માટે આમંત્રણ મળ્યું હતું. AAP છોડીને ભાજપમાં ભળેલા ગુજરાતી સિંગર નેતા વિજય સુવાળાએ મહેશ સવાણીને આમંત્રણ આપ્યું હતું. મહેશ સવાણીએ આપમાંથી રાજીનામું આપ્યાના 1 કલાક બાદ ભાજપનું આમંત્રણ મળતાં લોકોના મનમાં ભમી રહેલા વિચારો અને વાતો સાચી પડતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મહેશ સવાણીને અન્ય કોઈ પાર્ટી પ્રસ્તાવ આપે એ પહેલાં જ ભાજપ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

મહત્ત્વનું છે કે, ZEE 24 કલાક પર રાજનીતિના સૌથી મોટા સમાચાર સોમવારે સાંજે પ્રસારિત કર્યા હતા. બીજી બાજુ ભાજપ નેતા વિજય સુવાળાએ જણાવ્યું હતું કે, ભાજપમાં હંમેશાં સારા માણસોની જરૂર છે. હું મારા મિત્ર એવા મહેશ સવાણીને પાર્ટીમાં લાવવાના તમામ પ્રયાસો કરીશ, તેના માટે મારે જે કરવું પડશે તે કરીશ, મનાવીશ. આ સાથે જ તેમણે પાટીદાર નેતા મહેશ સવાણીને ભાજપમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું.

ZEE 24 કલાક પરની વાતચીતમાં મહેશ સવાણીનું નિવેદન
મહેશ સવાણી આપનાં ખુબ જ મહત્વા નેતા હતા. હાલમાં આપમાં મોટા પાયે ટાટીયા ખેંચ ચાલી રહી હોવાનું પણ લાગી રહ્યું છે. જો કે મહેશ સવાણી કયા મુદ્દે નારાજ હતા તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા કરી નથી. જો કે મહેશ સવાણી કયા પક્ષ સાથે જોડાય તે અંગે પણ ચિત્ર સ્પષ્ટ નથી. હાલમાં તો તેઓ આપ છોડી રહ્યા છે તેટલી જ માહિતી છે. આ ઉપરાંત તેમને પુછવામાં આવતા તેમણે જણાવ્યું કે, હું સમાજ સેવા કરવા માટે રાજનીતિ છોડી રહ્યો છું. 

વિજય સુવાળાની ભાજપમાં એન્ટ્રી પર મહેશ સવાણીએ સોમવારે ગોળ ગોળ જવાબ આપ્યો હતો. બીજી બાજુ જ્યારે મહેશ સવાણીને જ્યારે પુછવામાં આવ્યું કે ભવિષ્યમાં તમને ભાજપ મોકો આપે તો તમે જોડાશો તો તેના પર તેમને હાસ્ય કરીને ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. આપના નેતા મહેશ સવાણીનું નિવેદન કોઈ સ્ટેન્ડ માટે ક્લિયર જણાતું નહોતું. તેમના નિવેદન સાંભળીને કોઈને પણ અંદાજ આવી શકે છે કે તેઓ ભવિષ્યમાં આપ છોડીને ભાજપ કે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. પરંતુ ઝી 24 કલાકે જ્યારે તેમને ઈન્ટરવ્યૂમાં પુછ્યું કે તમને ભાજપમાં જોડાવા માટે ઓફર મળે તો... તે સવાલના જવાબમાં મહેશ સવાણીએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે અત્યારે આ મુદ્દે હું જવાબ આપી શકું તેમ નથી.

આપ નેતા મહેશ સવાણીએ વિજય સુવાળાની ભાજપમાં એન્ટ્રી પર નિવેદન આપતા જણાવ્યું હતું કે, આપણા દેશમાં દરેક વ્યક્તિને પોતાની સ્વતંત્ર છે, જેમણે જ્યાં મરજી હોય, જેમણે જ્યાં વિચારો હોય. તે પ્રમાણે કામ કરતા હોય છે. વિજય સુવાળા સાથે આપ નેતા મહેશ સવાણીએ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મેં ગઈકાલે જ વિજયભાઈ સાથે વાત કરી હતી, પરંતુ તેમણે જણાવ્યું કે મારી પાસે સમય નથી. હું પાર્ટી માટેસમય આપી શકતો નથી. એટલે હું પાર્ટીમાંતી રાજીનામું આપું છું.

તેમણે જણાવ્યું હતું કે રાજકારણ એટલે સેવા કરવાનો મોકો મળે ત્યાં લોકો કામ કરે છે. વિજયભાઈ એક કલાકાર છે, અને તેઓને તેમના પ્રોગ્રામ અને કાર્યક્રમમાં બિઝી હોવાના કારણે પાર્ટી માટે સમય આપી શકતો નથી. મને મારા કામમાં ડિસ્ટર્નબન્સ થાય છે. એટલે હું પાર્ટીમાંથી રાજીનામું આપું છું.તેમણે ઉમેર્યું હતું કે, રાજકારણ એ સેવા માટે છે, પણ હવે લોકો હોદ્દા માટે મથે છે. ગઈકાલે મને વિજયભાઈએ એવું કહ્યું છે કે મારા પ્રોગ્રામમાં વ્યસ્ત રહું છું, એટલા માટે હું રાજીનામુ આપું છું. પરંતુ આજે ચિત્ર કંઈક અલગ છે. સવાણીને જ્યારે એવું પુછવામાં આવ્યું કે ભુવાજી તો કહેતા હતા કે મારી પાછળ લાંબી લાઈન થશે. તેના પર સવાણીએ કહ્યું કે એતો આવનારા સમય બતાવશે, હું અત્યારે તેના પર કંઈ ના કહી શકું. તમામ લોકો પોતાના વિચારો પ્રમાણે કામ કરે છે અને તે પાર્ટીમાં જોડાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news