વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા : અવરોધ ઉભા કરવાનું બંધ કરો, નહિ તો મને હિસાબ કરતા આવડે છે!
Jayesh Radadiya : રાજકોટમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ ફરી કર્યો હુંકાર... જાહેરમાં કહ્યું, નળિયા ગણવવાળાઓને મારે કહેવું છે સારા કામ માટે અવરોધ ઉભા ન કરો... એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યું છે... જો નક્કી જ કર્યું હોય તો મારે ખુલ્લા મેદાનમાં ઉતરવું પડશે
Trending Photos
Rajkot News : યુવા નેતા જયેશ રાદડિયા બિન્દાસ્ત બોલવામાં માને છે. ત્યારે ફરી એકવાર જાહેર કાર્યક્રમમાં જયેશ રાદડિયા નામ લીધા વગર વિરોધીઓ પર વરસ્યા હતા. જેતપુરના એક કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ ફરી હુંકાર કર્યો. તેઓએ વિરોધીઓ પર ફરી નિશાન સાધતા કહ્યું કે, હવનમાં હાડકા નાખવાનું હવે બંધ કરો. તમે અવરોધ બંધ નહીં કરો તો હું મેદાનમાં ઉતરીશ. સમાજની વાતમાં હું વચ્ચે નથી આવતો.
રાજકોટના જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામમાં વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જયેશ રાદડિયાએ મંચ પરથી વિરોધીઓને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, નળિયા ગણવાવાળાઓને મારે કહેવું છે કે, સારા કામ માટે અવરોધ ઉભા ન કરો. એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યું છે. જો નક્કી જ કર્યું હોય તો મારે ખુલ્લા મેદાનમાં ઉતરવું પડશે.
"જો મને હેરાન કરવાનું નક્કી જ કર્યું હોય તો મારે ખુલ્લા મેદાનમાં ઉતરવું પડશે" ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાનો હુંકાર#gujarat #bjp #JayeshRadadiya #news #zee24kalak pic.twitter.com/MHMePEd6oF
— Zee 24 Kalak (@Zee24Kalak) December 1, 2024
તેમણે આગળ કહ્યું કે, સમાજની વાતમાં હું વચ્ચે નથી આવતા. પરંતુ આખરે હું પણ રાજકીય માણસ છું. અંતે મારે મેદાનમાં ઉતરવું પડશે. આમ, જેતપુરના થાણાગલોળ ગામમાં વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમા અનાવણ કાર્યક્રમમાં જયેશ રાદડિયા આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા.
જયેશ રાદડિયાએ વિરોધીઓને ખૂલ્લી ચેતવણી આપી. પાટીદાર સમાજ માટે કરાતા સારા કાર્યો અને સમાજના વિકાસની વાત કરતી વખતે જયેશ રાદડિયાએ કહ્યું કે “હું કામ કરું છું, એટલે ક્યાંક ચૂક રહી પણ જાય, ઘરે બેસી રહેનારથી ભૂલ ન થાય, મારા સારા કામમાં અવરોધ ઊભુ કરવાનું બંધ કરો. એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યું છે. આ હવે વધુ પડતુ થશે તો હું પણ રાજકીય માણસ છુ. મારે પણ પછી મેદાનમાં ઉતરવુ પડશે.આટલામાં નહીં સમજે તો મને પણ હિસાબ કરતા આવડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે