ગુજરાતમાં પાટીદારો જેવું બીજું મોટું મહાસંમેલન : રૂપાલા વિરુદ્ધ દોઢ લાખ ક્ષત્રિયો ભેગા થશે

Rajputs Protest In Rajkot : હવે આર યા પારની લડાઈ શરૂ થઈ છે કાં તો રૂપાલાની ટિકિટ કપાશે કાં તો ક્ષત્રિયોની આબરૂના ધજાગરા... આવતીકાલનો દિવસ ગુજરાતના રાકજકારણ માટે અતિ અગત્યનો છે. પાટીદાર જેવું મહાસંમેલન ગુજરાતના ક્ષત્રિયોનું યોજાઈ રહ્યું છે. આવતીકાલે રાજકોટમાં કેસરી સાફા અને કેસરી સાડી પહેરેલી મહિલાઓનો રેલો જોવા મળશે. કાલનું સંમેલન એ ક્ષત્રિયોની અસ્મિતાની લડાઈ હોવાથી મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકઠા થવાની સંભાવના છે. 2થી 2.5 લાખ લોકોને સમાવતા આ મેદાનમાં દોઢ લાખ ક્ષત્રિયો એકઠા થવાનો અંદાજ છે.
 

ગુજરાતમાં પાટીદારો જેવું બીજું મોટું મહાસંમેલન : રૂપાલા વિરુદ્ધ દોઢ લાખ ક્ષત્રિયો ભેગા થશે

Parsottam Rupala :  ગુજરાતમાં એક સમયે સૌથી મોટું સંમેલન પાટીદારોએ અમદાવાદમાં બોલાવ્યું હતું. જેમાં 5 લાખ પાટીદારો ઉમટ્યા હતા. આવી જ એક અસ્મિતાની લડાઈ હાલમાં રાજપૂત સમાજ લડી રહ્યો છે. ગુજરાતમાં આવતીકાલે ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્સન જોવા મળશે. ભાજપે રૂપાલાને બદલવાનો નનૈયો ભણતાં આ વિવાદ હવે દરેક ક્ષત્રિય સમાજ સુધી પહોંચ્યો છે. હવે એકમાત્ર ગરાશિયા નહીં હવે ક્ષત્રિયોના દરેક સમાજ એક થયા છે.

અસ્મિતાની લડાઈ સન્માનપૂર્વક લડવાની જીદ પકડી

રાજકોટના રતનપુરનો રેલો ગુજરાતના ગામડે ગામડે સુધી પહોંચશે. હાલમાં જ ભાજપ સામે ગામડાઓમાં રીતસરનો વિરોધ થઈ રહ્યો છે. જો આ વિવાદ ન અટક્યો તો ભાજપને આ ભારે પડશે અને કોંગ્રેસને બગાસુ ખાતાં પતાસું મળી જશે. દિલ્હી હાઈકમાન્ડની આ મહાસંમેલન પર સીધી નજર છે. ક્ષત્રિય સમાજે પણ આ અસ્મિતાની લડાઈ સન્માનપૂર્વક લડવાની જીદ પકડી છે.

આવતીકાલનું શક્તિ પ્રદર્શન ગુજરાત લોકસભાની લડાઈમાં નવો વળાંક લાવશે. ગુજરાતમાં ભાજપ આ વિવાદને રોકવામાં નિષ્ફળ ગયું છે. જેની સીધી અસર ચૂંટણી પર પડવાની છે.આ લડાઈ હવે વટની લડાઈ બની છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં ઝૂકવાના મૂડમાં નથી પણ ક્ષત્રિયો રૂપાલાને માફ કરવાના મૂડમાં નથી. આવતીકાલનું ક્ષત્રિય સંમેલન સફળ રહ્યું તો આ વિવાદ રાજસ્થાન, એમપી અને ઉત્તર પ્રદેશ સુધી પહોંચશે. પશ્વિમી ઉત્તર પ્રદેશમાં રાજપૂત સમાજની નારાજગીને પગલે યોગી એલર્ટ બન્યા છે. 

પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરે તે પહેલાં મહાસંમેલન

રૂપાલા-ક્ષત્રિયોના વિવાદનો ક્યારે અંત આવશે એ સામે સીધો સવાલ છે? હવે તો સાધુ સંતો પણ વિવાદ પૂર્ણ કરવા અપીલ કરી રહ્યા છે. પરસોત્તમ રૂપાલા 3-3 વખત માફી માંગી ચૂક્યા છે. વારંવાર માફી છતાં ક્ષત્રિયો ટસથી મસ થવા તૈયાર નથી. ક્ષત્રિયો હવે લડી લેવાના મૂડમાં છે. આ માટે આવતીકાલે રવિવારે રાજકોટમાં ક્ષત્રિયોએ વિશાળ સંમેલન બોલાવ્યું છે. રાજકોટના રતનપુરમાં ક્ષત્રિયોનું મહા સંમેલન યોજાશે. પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરે તે પહેલાં મહાસંમેલન યોજાઈ રહ્યો છે. ત્યારે આ આંદોલન પાટીદાર આંદોલનની યાદ અપાશે. રાજ્યભરમાંથી ક્ષત્રિયો મહાસંમેલનમાં પહોંચશે. 1300 જેટલી બસ અને 4600 ફોરવહીલરમાં ક્ષત્રિય સમાજ લોકો રાજકોટ પહોંચશે.

  1. રતનપુરમાં બેથી અઢી લાખ લોકો સમાઈ જાય તેટલી જગ્યામાં મહાસંમેલન
  2. દોઢ લાખ લોકો ભેગા થાય તેવો અંદાજ
  3. 1300 જેટલી બસ અને 4600 ફોર વ્હીલરમાં લોકો રાજકોટ પહોંચશે 
  4. 250 થી વધુ અધિકારીઓ અને જવાનો બંદોબસ્તમાં તૈનાત
  5. અમરેલીના કાઠી સમાજે આંદોલનને જાહેર કર્યું સમર્થન
  6. રાજકોટના રતનપુરનું સંમેલન રૂપાલાનું ભવિષ્ય નક્કી કરશે
  7. રૂપાલાના વિવાદમાં હવે ક્ષત્રિય સમાજો એક થયા
  8. ભાજપને ગામડાઓમાં પ્રચાર પડી રહ્યો છે ભારે

પોલીસ મંજૂરી મંગાઈ
રાજકોટના રતનપુરમાં હાલ ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલનની તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલે રવિવારે સાંજે 5.00 કલાકે રતનપર ગામ ખાતે મહા સંમેલન યોજાવાનું છે. પરસોતમ રૂપાલા ઉમેદવારી પત્ર નોંધાવે તે પહેલાં ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન બની રહેશે. જે માટે 1300 જેટલી બસ અને 4600 ફોરવ્હીલરમાં લોકો રાજકોટ પહોંચશે. આ માટે કુવાડવા પોલીસ પાસે સંમેલન યોજવા મંજૂરી માંગવામાં આવી હતી. 

પોલીસ બંદોબસ્તની તૈયારીઓ
ક્ષત્રિયોના મહાસંમેલનને લઈને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. DCB, SOG, LCB, સ્થાનિક પોલીસ સહિતના 250 થી વધુ અધિકારીઓ અને જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. પોલીસ દ્વારા ટ્રાફિક બાબતે પણ સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મંજૂરીની પ્રક્રિયા મોટા ભાગે પૂર્ણ થવા આવી હોવાની માહિતી મળી છે. 

ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલન માટેની શિસ્ત પૂરક માટે સૂચનો વહેતા થયા 

  • સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી આવતા કાર અને બસોને વ્યવસ્તિ પાર્ક કરવા અને કોઈ અવ્યવસ્થા ના થાય એવો સહયોગ આપવો 
  • સમયથી પહેલાં સ્થળ પર આવી ગ્રાઉન્ડ પર રાખેલ બેઠક વ્યવસ્થા મુજબ બેઠક લઇ લેવી 
  •  ઘરેથી માતાજીને પગે લાગીને નીકળવું અને રસ્તામાં કોઈ પણ સાથે કોઈપણ સંજોગોમાં તકરારમાં  ઉતરવું નહિ
  • રસ્તામાં સરકારી વ્યવસ્થા માટે ની પોલીસ ટીમને સહયોગ કરવો અને કોઈ જગ્યા પર ટ્રાફિક જામ થાય એ રીતે વાહન પાર્ક કરવા નહીં 
  • જે બસમાં આપ આવતા હોય એ બસના 2 ભાઈઓ ને જવાબદારી આપવી અને એ બસમાં બેઠેલા દરેક પાસે એમનો મોબાઈલ નંબર આપવો અથવા લઇ લેવો 
  • સંકલન સમિતિ દ્વારા આપેલા સ્ટીકર / બેનર આપની કાર અને બસ ના આગળ અથવા પાછળ ફરજીયાત લગાવવા (જેમ કે ક્ષત્રિય અસ્મિતા મહા સંમેલન- જીલ્લો / તાલુકા નુ નામ) 
  • બસના જવાબદાર ભાઈઓ એ બસમાં આવેલ દરેકના નામ અને મોબાઈલ લખી લેવા અને કાર્યક્રમ પૂર્ણ થાય પછી બધાજ બસમા બેસીને આવી જાય એ ચેક કરી લેવું 
  •  મહા સંમેલનમાં આવતી વખતે આપની સાથે પાણીની બોટલ જરૂર સાથે લાવવી 
  • પોતાનું આધાર કાર્ડ અને દ્રાઇવિંગ લાયસન્સ સાથે રાખવું 
  • કાર અથવા બસમાં કોઈ રસ્તામાં તકલીફ થાય એવી વસ્તુ નહીં રાખવી 
  • રસ્તામાં કોઈ અસગવડ કે તકલીફ પડે તો સંકલન સમિતિ ના કોઈપણ સભ્યો અથવા સ્વયં સેવક ને કોલ કરવો 

મહેસાણાના શુકનના મેળામાં થઈ 2024 ની મોટી ભવિષ્યવાણી, ફૂલ અને અનાજ પરથી કરાયો વરતાળો

કાઠી ક્ષત્રિય સમાજમાં પડ્યા બે ફાંટા!
શુક્રવારે રાજકોટમાં ભાજપના કમલમ કાર્યાલયથી અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે જાહેરાત કરી હતી કે કાઠી સમાજ ભાજપના સમર્થનમાં છે અને પરષોત્તમ રૂપાલાને માફી આપી છે. જોકે હવે આ મામલે કાઠી ક્ષત્રિય સમાજમાં જ બે ફાંટા પડી રહ્યા છે. રૂપાલાને માફી મામલે કાઠી ક્ષત્રિય સમાજમાં આંતરિક મતભેદ જોવા મળ્યા. એક તરફ રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજનું રૂપાલાને સમર્થન, તો બીજી તરફ કાઠી ક્ષત્રિય સમાજના રાજવીઓ તેમજ આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામા આવશે. ગઈકાલે ભાજપને સમર્થન આપ્યા બાદ કાઠી ક્ષત્રિય આગેવાનો વિરુદ્ધ સમાજના જ રાજવીઓ પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. જેમાં કાઠિયાવાડના અડતાળા સ્ટેટ, માયાપાદર સ્ટેટ, સૂર્યપ્રતાપ ગઢ, સનાળા સ્ટેટ, ચોટીલા સ્ટેટના રાજવીઓ પહોંચ્યા.

ક્ષત્રિયાણીઓએ ફોર્મ ઉપાડ્યા
આગામી તા.7મી મેના રોજ યોજાનારી લોકસભાની રાજકોટ બેઠકની ચૂંટણી માટે શુક્રવારથી ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ થઇ છે ત્યારે પ્રથમ દિવસે જ માત્ર 3 કલાક કરતા ઓછા સમયમાં ક્ષત્રિય મહિલાઓએ 150 ફોર્મ ઉપાડી લીધા છે અને વધુ ફોર્મ આગામી સોમવારે ઉપાડવાની જાહેરાત કરી છે ત્યારે પ્રથમ દિવસે જ લોકસભાની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ 270થી વધુ ફોર્મ ઉપાડી લીધાનો વધુ એક નવો રેકર્ડ રાજકોટમાં નોંધાયો છે. ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા તા.16મીએ અને કોંગ્રેસના ઉમેદવાર તા.18મીએ ઉમેદવારીપત્રો ભરશે તેવા નિર્દેશો મળ્યા છે.

વિરોધ વચ્ચે રૂપાલાનો પ્રચાર 
રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનો પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો છે. વિરોધ વચ્ચે પણ રૂપાલા પ્રચારમાં વ્યસ્ત છે. આજે રૂપાલાએ ગાંધીગ્રામ વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. રૂપાલાએ ગંગેશ્વર મંદિરે દર્શન કર્યા હતા. ગંગેશ્વર મંદિરે દર્શન બાદ રૂપાલા પ્રચારમાં લાગ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news