એક જ પરિવારના ચાર લોકોના ડૂબવાનો હચમચાવી દેતો વીડિયો, તરફડિયા મારતા લોકો પાણીમાં સમાયા
Patan Ganesh Visarjan Tragedy : પાટણની સરસ્વતી નદીમાં 7 લોકો ડૂબવાનો વીડિયો આવ્યો સામે... ગણેશ વિસર્જન દરમિયાન એક જ પરિવારના 4 સભ્યો સહિત 7 ડૂબ્યા હતાં... 4 કલાકની શોધખોળ બાદ મળ્યા હતાં ચારેયના મૃતદેહ....
Trending Photos
Patan News : પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન સમયે એક જ પરિવારના 7 લોકોના ડૂબી જવાનો બનાવ બન્યો હતો. જેમાં ચાર લોકો મોતે ભેટ્યા હતા. ત્યારે સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન પરિવારના લોકોના ડૂબવાનો વીડિયો સામે આવ્યો
છે. એ પેલા ડૂબે છે... કહીને નાગરિકોમાંથી કોઈએ આ વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. પાટણ ગણેશ વિસર્જનની ઘટનાનો આ વીડિયો અત્યંત દર્દનાક વીડિયો છે. જેમાં લોકોની નજર સામે 4 લોકોના તરફડીને મોત નિપજ્યા હતા.
પાટણ પ્રજાપતિ સમાજના એક જ પરિવારના ચાર લોકોના નદીમાં ડૂબવાથી મોત થતા આજે સવારે તેઓની અંતિમયાત્રા તેઓના નિવાસ્થાને થી નીકળતા સમગ્ર પાટણ શહેર હિબકે ચડ્યું હતું પરિવારજનોની રોકકળથી વાતાવરણ માં ગમગીની સાથે શોક છવાયો હતો પદ્મનાથ મુક્તિધામ ખાતે તેઓની અંતિમ વિધિ કરવામાં આવી હતી.
સરસ્વતી નદીમાં 7 લોકોના ડૂબવાનો વીડિયો આવ્યો સામે....
- બુધવારે એક પરિવારના 4 સભ્યો સહિત 7 લોકો ડૂબ્યા હતા...
- ત્રણ લોકોને બચાવવામાં મળી હતી સફળતા, 4 ના મોત #patan #Death #Video #Gujarat #GaneshVisarjan pic.twitter.com/ewArEBUaia
— Zee 24 Kalak (@Zee24Kalak) September 13, 2024
પાટણ સરસ્વતી નદીમાં ગતરોજ ગણેશ વિસર્જન કરવા ગયેલ પ્રજાપતિ સમાજના એક જ પરિવારના માતા, બે પુત્ર અને મામા નું પાણીમાં ડૂબવાથી મોત થયું હુતં. મોડી રાત્રે જ્યારે મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, ત્યારબાદ મૃતદેહોને પરિવારજનોને સુપ્રત કરવામાં આવ્યા હતા. સવારે વેરાઈ ચકલા સ્થિત તેઓના નિવાસ્થાને મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજ ઉપરાંત આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. એક જ પરિવારમાંથી એકી સાથે ચાર નનામી નીકળતા સમગ્ર પ્રજાપતિ સમાજ સહિત આખો વિસ્તાર હિબકે ચડ્યો હતો. પરિવારજનોના રોકકળથી સમગ્ર વાતાવરણ શોકમય બની ગયું હતું. ચારે મૃતકોને અંતિમવિધિ પદ્મનાથ મુક્તિધામ ખાતે કરવામાં આવી હતી
અત્રે ઉલ્લેખનિય છે કે બંને ભાણીયા અને બહેનને બચાવવા જતા મામા નયનભાઈ પ્રજાપતિનું મોત પણ થયું છે. આ સમગ્ર ઘટનાને લઈ શહેરવાસીઓમાં ઘેરો શોક જોવા મળ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે