અમદાવાદમાં પાર્કિંગની માથાકુટમાંથી મળશે છુટકારો, તમે કહેશો વાહ AMC...

 અમદાવાદ: શહેરમાં પાર્કિંગની સમસ્યાના નિવારણ માટે હવે કોર્પોરેશન શહેરના 14 રેલવે અને ફ્લાય ઓવરબ્રિજ નીચે પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરશે. જેના માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. કોપોરેશન દ્વારા પાર્કિગ માટે ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ બે કલાક માટે ટૂ વ્હીલરના 5, ફોર વ્હીલરના 15, મધ્યમ માલવાહક વાહન માટે 50 અને ભારે માલવાહક વાહન માટે 75 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. 
અમદાવાદમાં પાર્કિંગની માથાકુટમાંથી મળશે છુટકારો, તમે કહેશો વાહ AMC...

અર્પણ કાયદાવાલા/ અમદાવાદ : અમદાવાદ: શહેરમાં પાર્કિંગની સમસ્યાના નિવારણ માટે હવે કોર્પોરેશન શહેરના 14 રેલવે અને ફ્લાય ઓવરબ્રિજ નીચે પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરશે. જેના માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. કોપોરેશન દ્વારા પાર્કિગ માટે ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ બે કલાક માટે ટૂ વ્હીલરના 5, ફોર વ્હીલરના 15, મધ્યમ માલવાહક વાહન માટે 50 અને ભારે માલવાહક વાહન માટે 75 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. 

14 બ્રિજ નીચે કુલ 6,484 ટૂ વ્હીલર અને 763 ફોર વ્હીલર પાર્ક કરી શકાશે. 40 ટકા જગ્યા પાર્કિંગ પરમીટ માટે ફાળવવાની રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 14 બ્રિજની નીચે રેવન્યુ શેરિંગ બેઝીઝના ધોરણે પે એન્ડ પાર્ક માટે ટેન્ડર બહાર પાડ્યા છે. ટેન્ડરની શરતો મુજબ પાર્કિંગની જગ્યા પર રાખવામાં આવતા કર્મચારીને ઓળખપત્ર આપવાનું રહેશે. તેના વિશે સંપુર્ણ માહિતી કોન્ટ્રાક્ટર પાસે હશે.

પાર્કિંગની કુલ જગ્યામાંથી 40 ટકા જગ્યા પાર્કિંગ પરમીટ માટે ફાળવવાની રહેશે. તે જગ્યામાં પ્રવર્તમાન દરના 12 કલાકના લેખે પાર્કિંગ પરમીટ આપવાની રહેશે. જે પણ વાહન પાર્ક કરવામાં આવે તે વાહનના ઇન્સ્યોરન્સની જવાબદારી કોન્ટ્રાકટરની રહેશે. વાહનમાં આગ લાગે કે ચોરી થાય તો તેની જવાબદારી કોન્ટ્રાકટરની રહેશે.વાહમાં કોઇ પણ પ્રકારનું ડેમેજ થાય તો તેની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે.

કયા-કયા સ્થળે બનશે પાર્કિંગ    
સ્થળ 2 વ્હીલર 4 વ્હીલર
સોલા રેલવે ઓવરબ્રિજ 84 42
ગોતા રેલવે ઓવરબ્રિજ 230 48
હેલ્મેટ ઓવરબ્રિજ 240 28
આંબેડકર બ્રિજ 0 14
રાણીપ રેલવે ઓવરબ્રિજ 310 310 111
ઈન્કમટેક્ષ ઓવરબ્રિજ 852 156
AEC ફ્લાય ઓવરબ્રિજ 570 105
ઠક્કરબાપાનગર ઓવરબ્રિજ 500 0
બાપુનગર ઓવરબ્રિજ 1500 0
CTM ઓવરબ્રિજ 476 25
ઇસનપુરબ્રિજ 190 17
ગુરુજી બ્રિજ 104 0
સોનીની ચાલી ઓવરબ્રિજ 195 20
હાટકેશ્વર બ્રિજ 355 70
જશોદાનગર ઓવરબ્રિજ 235 10
શિવરંજની બ્રિજ 643 117
કુલ 6,484 763

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news