જે દિકરા-દીકરીઓના દીપ બુઝાયા છે તેનાથી ગુજરાતના હૃદય પર ચોટ પહોંચી- પેરશ ધાનાણી

સુરતમાં સર્જાયેલી દુર્ઘટના બાદ વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સુરત પહોંચી ગયા હતા અને તેઓ મૃતકોના પરિવારજનોને મળવા અશ્વીનીકુમાર સ્મશાન ગૃહ ખાતે પહોંચી ગયા હતા.

જે દિકરા-દીકરીઓના દીપ બુઝાયા છે તેનાથી ગુજરાતના હૃદય પર ચોટ પહોંચી- પેરશ ધાનાણી

સુરત: સુરતમાં સર્જાયેલી દુર્ઘટના બાદ વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સુરત પહોંચી ગયા હતા અને તેઓ મૃતકોના પરિવારજનોને મળવા અશ્વીનીકુમાર સ્મશાન ગૃહ ખાતે પહોંચી ગયા હતા. પરેશ ધાનાણીએ મૃતકના પરિવારજનોને સાંત્વના આપી તેમજ આ કપરાં સમયમાં હિંમત રાખવા અને પ્રભુનું નામ લેવા જણાવ્યું હતું.

સુરતના સરથાણામાં સર્જાયેલી દુર્ઘટનાએ લોકોના હૃદયને હચમાવી દીધા છે. આ દુર્ઘટનામાં 20 વિદ્યાર્થીઓ હોમાયા છે. ત્યારે સુરત મૃતકોના પરિવારજનોને મળવા અશ્વીનીકુમાર સ્મશાન ગૃહ વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી પત્રકારોને જણાવ્યું હતું કે, ગઇકાલે સુરતમાં બનેલી આ ગોઝારી ઘટના અને સંવેદનની ઘડીએ સૌ કોઇ સયંમ જાળવે તેવી જાહેર જીવનના કાર્યકર્તા તરીકે પ્રાર્થના કરું છું. આજે જે દીકરીઓ અને જે યુવાનોના જીવન દીપ બુઝાયા છે. તે માત્ર કોઇ પરિવારને ચોટ પહોંચાડનાર મુદ્દો નથી. પરંતુ સમગ્ર ગુજરાતના હૃદય ઉપર ચોટ પહોંચાડી છે અને આગામી દિવસોમાં કોઇ ગુજરાતનું ભુલકું આવી ઘટનામાં મુર્ઝાઇ ના જાય તેના માટે સમયાંતરે યોગ્ય પગલા ઉઠાવવા માટે પરંમ કૃપાળું પરમેશ્વર આપણને શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં અચાનક ભીષણ આગમાં 20 વિદ્યાર્થીઓના મોત થયા છે. જેમાં ટ્યુશનનાં સંચાલક ભાર્ગવ બુટાણી સામે ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ અને રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે. તો મુખ્યમંત્રીએ પણ સુરતની મુલાકત લીધી અને નીરિક્ષણ કર્યું હતું. સાથે જ મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય જાહેર કરવામાં આવી છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news