પેપરલીક કાંડ મામલે ગાંધીનગરમાં હવે તમાશા કાંડ: વિરોધ કરતા AAPના નેતાઓની અટકાયત

પેપરલીક કાંડ મુદ્દે આજે ગાંધીનગરમાં રાજકીય ધમાસણ જોવા મળી રહ્યું છે. ગાંધીનગરમાં આજે પેપરલીક કાંડ મુદ્દે આમ આદમી પાર્ટીએ અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું છે, ત્યારે આપ નેતાઓ પર પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો છે.

પેપરલીક કાંડ મામલે ગાંધીનગરમાં હવે તમાશા કાંડ: વિરોધ કરતા AAPના નેતાઓની અટકાયત

બ્રિજેશ દોશી/ગાંધીનગર: પેપરલીક કાંડ મુદ્દે આજે ગાંધીનગરમાં રાજકીય ધમાસણ જોવા મળી રહ્યું છે. ગાંધીનગરમાં આજે પેપરલીક કાંડ મુદ્દે આમ આદમી પાર્ટીએ અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું છે, ત્યારે આપ નેતાઓ પર પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો છે. પોલીસે કાર્યકરોને ખસેડવા માટે લાઠીચાર્જ કર્યો હતો. આજે આપના નેતાઓ સહિત કાર્યકરો ભાજપ કાર્યાલય કમલમને ઘેરવા માટે પહોંચ્યા હતા. ત્યારે આ ધટના સર્જાઈ છે. પોલીસે વિરોધ કરતા AAPના નેતાઓની અટકાયત કરી લીધી છે. આપના નેતા ઇશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ, મનોજ સોરઠીયા સહિતના નેતાઓ વિરોધમાં જોડાયા છે. આપ નેતાઓ સહિત કાર્યકરોએ પેપરલીકના આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. એટલું જ નહીં, અસિત વોરાને પદ પરથી હટાવવાની માંગ પણ કરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે આજે ગાંધીનગરમાં પેપરકાંડ મુદ્દે રાજકીય ઘમાસણ જોવા મળી રહ્યું છે. AAPના નેતાઓ અને કાર્યકરો જશ ખાટવાની હોડ જામી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. 8 દિવસ બાદ આપના નેતાઓને એકાએક પેપરકાંડ યાદ આવ્યું હતું અને આજે કમલમમાં ઘેરાવ કરવા પહોંચ્યા હતા, જ્યાં આપના નેતાઓએ તોડફોડ કરી હતી. આપના નેતાઓએ કમલમને બાનમાં લેવાનો પ્રયાસ કરતા પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ભાજપ અને આપના નેતાઓ વચ્ચે કમલમાં ધક્કામુક્કી પણ થઈ હતી. આ સ્થિતિને જોતા પેપરકાંડ પૂર્ણ થયું, પરંતુ હવે રાજકીય તમાશાકાંડ શરૂ થયું હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. યુવરાજસિંહ પેપરકાંડનો જશ લઈ જાય, અને AAPના મોટા નેતાઓ રહી જાય તેવી સ્થિતિ વચ્ચે આજે તેઓ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરીને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો છે. યુવરાજસિંહ વિના જ આપના અન્ય નેતાઓ જશ ખાટવા પહોંચ્યા છે, જ્યાં આ સ્થિતિ સર્જાઈ છે.

પેપરકાંડ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન
ZEE 24 કલાક પર પેપરકાંડ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પેપરકાંડ મુદ્દે પોલીસે કાર્યવાહી કરી એટલે  કેટલાંક લોકોના પેટમાં તેલ રેડાયું છે. કેટલાક લોકો રાજનીતિના રોટલા શેકી રહ્યા છે. 88 હજાર પરિવારોને ન્યાય મળે તે તેમને જોઈ શકતા નથી. તેમણે ઉમેર્યું હતું કે, સૌથી આકરામાં આકરી કલમ આજે કમલમને ઘેરવાના આરોપીઓ પર લાગશે. જે લોકો પેપરકાંટના આરોપીના સંપર્કમાં છે તેની પણ તપાસ થઈ રહી છે.

No description available.

પેપર લીક મામલે ડીજીપીએ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ડીજીપી આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે, જે લોકોએ પેપર ખરીદ્યા અને વેચ્યા તે તમામ લોકો સામે કાર્યવાહી થશે. ટુંક સમયમાં કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવશે. પ્રિન્ટિંગ પ્રેસના માણસો સામે પણ કાર્યવાહી થઈ છે. અમુક લોકોની ધરપકડ કરી છે અન્ય જે લોકો છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. પેપર સોલ્વ કર્યા હોવાનો આંકડો 25 જેટલો છે. પ્રિન્ટિંગ પ્રેસના માણસે કોને કેટલા લોકોને પેપર આપ્યા તે તપાસનો વિષય છે. હાલ ગુજસીટોક મામલે નિયમો મુજબ કાર્યવાહી આગળ કરીશું. મુદ્રેશ નામના વ્યક્તિ બાબતે જુના ઇતિહાસ તપાસી કાર્યવાહી કરીશું. આગળના કેસો બાબતે માહિતી ચકાસીશું.

તમને જણાવી દઈએ કે, પેપર લીક કોભાંડના વિરોધમાં આમ આદમી પાર્ટીનો અને યુથ વીંગ દ્વારા ભાજપ કાર્યાલય કમલમને ધેરવાની કોશિશ કરવામાં આવી છે. જેમાં આપ નેતા ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ,મનોજ સોરઠીયા સહિતના નેતાઓ સ્થળ પર હાજર રહ્યા છે. આમ આદમી યુથ વિંગના પ્રમુખ પ્રવીણ રામ તેમજ નિખિલ સવાણી સહિત યુથ વિંગના ગુજરાત લેવલના હોદેદારો વિરોધમાં જોડાયા છે. પેપર કાંડ મુદ્દે અસિત વોરાને એમના પદ પરથી હટાવવા આમ આદમી પાર્ટી માંગ કરી રહ્યા છે. એટલું જ નહીં, ભરતીમાં સંડોવાયેલા તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવા અને અટકી પડેલી તમામ ભરતીઓ પૂર્ણ કરવા આમ આદમી પાર્ટીએ માંગ કરી છે. 

પ્રવીણ રામએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી અને યુથ વિગ ગુજરાતના બેરોજગાર યુવાનોની સાથે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news