ગુજરાતના આ 11 જિલ્લાઓમાં બૂમ પડાવનાર ખતકનાક ટોળકી ઝડપાઈ, પુછપરછમાં મોટા ધડાકા!

પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, લેપટોપ, મોબાઈલ ફોન અને પીકઅપ ટેમ્પો મળી 4.61 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ 13 સંડોવણીકારોના નામ ખોલ્યા છે. 

ગુજરાતના આ 11 જિલ્લાઓમાં બૂમ પડાવનાર ખતકનાક ટોળકી ઝડપાઈ, પુછપરછમાં મોટા ધડાકા!

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ: ગુજરાત રાજ્યમાં ધાડ, લૂંટ, ઘરફોડ ચોરીઓ તેમજ વાહન ચોરીઓ કરી સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં આંતક મચાવનાર (આંતરરાજય ગેંગ)ના ત્રણ સભ્યોને દબોચી લેવામાં પંચમહાલ એલસીબીને સફળતા મળી છે. 

મધ્યપ્રદેશ રાજયના ધાર જીલ્લાના કાકડવા ગામની ખૂંખાર ગેંગ તરીકે ઓળખાતી ગેંગના ઝડપાયેલા સભ્યોની પોલીસે કરેલી પૂછપરછ દરમિયાન પંચમહાલ, ગાંધીનગર, રાજકોટ, અમદાવાદ શહેર-રૂરલ, સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, ખેડા, ભરૂચ, મોરબી સહિતના જિલ્લામાં નોંધાયેલા 20 અને અનડિટેકટ 11 ગુનામાં અંદાજીત એક કરોડ રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, લેપટોપ, મોબાઈલ ફોન અને પીકઅપ ટેમ્પો મળી 4.61 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ 13 સંડોવણીકારોના નામ ખોલ્યા છે. 

પંચમહાલ જીલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા એલ.સી.બીને મિલ્કત સંબઘી ગુનાઓ અને વાહન ચોરીના ગુન્હાઓ બનતા અટકાવવા સાથે સાથે વણશોધાયેલા મિલ્કત સંબધી ગુનાઓ અને વાહન ચોરીના ગુનાઓ ડિટેકટ કરવા માટે જરૂરી સુચના આપી હતી. જે સૂચના અન્વયે એલસીબી પીઆઇ જે.એન.પરમાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન તેઓને મધ્યપ્રદેશ રાજયના ધાર જિલ્લાના કુક્ષી તાલુકાના કાકડવા ગેંગના કેટલાક સભ્યો નંબર વિના ની પીકઅપ ગાડી લઈ દાહોદ ગોધરા હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યા છે એવી બાતમી મળી હતી.

જેના આધારે એલસીબી પીઆઇ જે.એન.પરમાર અને પીએસઆઇ આઇ.એ.સિસોદીયાએ એલ.સી.બી. સ્ટાફને સાથે રાખી દાહોદ હાઇવેના ગોધરા નજીક આવેલા ગઢ ચુંદડી પાસે નાકાબંધી કરી વોચ ગોઠવી હતી.દરમિયાન બાતમી મુજબના ત્રણ શખ્સો પીકઅપ ડાલા આવતાં જ પોલીસે ગાડી રોકી પૂછપરછ કરતાં કાકડવા ગામના મુકેશ કૈંકુ અલાવા,મગરસીંગ ઠાકુરસીંગ અજનાર અને પ્યારસીંગ ઉર્ફે પ્રેમસીંગ જાલમસીંગ અલાવા હોવાનું જણાય આવ્યું હતું.

પોલીસે ઘાડ,લુંટના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી અને તેઓની પાસેથી ચોરીનો મુદ્દામાલ અને પીકઅપ ગાડી મળી કુલ 4.61 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ ઘનિષ્ઠ પૂછપરછ કરતાં અલગ જિલ્લામાં નોંધાયેલા 20 ઉપરાંત અન્ય 11 અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news